Not Set/ આ માર્કેટિંગ યાર્ડમાં કરાયું રીયાલીટી ચેક સામે આવી મોટી લાલીયાવાડી…

જૂનાગઢ ખરીદી કેન્દ્ર ની કોંગ્રેસ કિશાન સંઘ દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવી અને પ્રેસ મીડિયા ને સાથે રાખી ખરીદી કેન્દ્ર માં ચાલતી લલયાવાળી ખુલી પાડવામાં આવી છે

Gujarat Others
gold 2 આ માર્કેટિંગ યાર્ડમાં કરાયું રીયાલીટી ચેક સામે આવી મોટી લાલીયાવાડી...

@વૈશાલી કગરાણા, જૂનાગઢ

જૂનાગઢ ખરીદી કેન્દ્ર ની કોંગ્રેસ કિશાન સંઘ દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવી અને પ્રેસ મીડિયા ને સાથે રાખી ખરીદી કેન્દ્ર માં ચાલતી લલયાવાળી ખુલી પાડવામાં આવી છે ત્યારે જવાબદાર અધિકારી તરીકે ફરજ બજાવતા ધ્રસલિયા સાહેબ ને મગફળી ખરીદી માટે ને કઈ રીત ની કાર્યવાહી હોય છે અને ગ્રેડરો ની લાયકાત કેટલી હોય છે તે બધી માહિતી પૂછતાં તેઓ ને આં અંગે ની કોઈ પણ જાણકારી નથી અને પૂરતો સ્ટાફ પણ ત્યાં નથી જેથી લાયકાત વગરના અને જાણકારી વગર ના અધિકારી ઓ અને ગ્રેડર ને હાલ પૂરતી જવાબદારી સોંપી હોવાની અધિકારી દ્વારા જણાવવા માં આવ્યું ત્યારે ખરીદી કેન્દ્ર માં હાલ કેટલા ભાવે ખરીદી થઈ રહી છે તે પણ નોટિસ બોર્ડ માં લખવામાં આવેલું નથી અને અધિકારી પાસે સરકારનું પરિપત્ર પણ નથી આવી અનેક બેદરકારી સામે આવી અને આં રીતે એમ કેમ રીતે ખેડૂતો હેરાનગતિ નો ભોગ બની રહ્યા છે તો આ માટે વહેલી તકે સરકાર દ્વારા કોઈ પગલાં લેવામાં આવે તેવી કોંગ્રેસ કિશાન સંઘ દ્વારા માંગણી કરવામાં આવેલ છે.

ખરીદી કેન્દ્ર ના જવાબદાર અધિકારી પ્રફુલ ભાઈ દલસાનીયા ને પૂછતાં તેઓ ક્લાસ 2 ના ઓફિસર હોવા છતાં એક એક વિક માટે બોલાવી અને જવાબદારી સોંપવામાં આવે છે જેથી તેઓ પુરવઠા અધિકારી ની સૂચના મુજબ જ કાર્ય કરે છે અને બાકી બધું પુરવઠા અધિકારી જ ગ્રેડર અને પ્રાઇવેટ એજન્સી ને કામ આપેલ છે અને અત્યારે ક્લાસ 2 અધિકારી તરીકે કોઈ અધિકારી ના હજાર હોવાથી ચાર્જ સોંપવામાં આવેલ છે અને આં સિવાય દરેક કાર્યવાહી પુરવઠા અધિકારી દ્વારા જ કરવામાં આવી રહી છે અને મગફળી ના તોલ માપ માં પણ 30 કી 907 ગ્રામ ભરતી ના બદલે ઓછી ભરતી થતી હોય તેવું પણ સામે આવ્યું છે ત્યારે જવાબદાર અધિકારી ઓ દોસ નો ટોપલો એકબીજા પર ઠલવી નાખતા હોય તેવું ચોકસ નજરે ચળે છે અને આ એ ખેડૂતો સુડી ની હાલત સૂડી વચ્ચે સોપારી જેવી થય ગય છે તેવું ચોકસ થી કહી શકાય.

હાલ જૂનાગઢ માર્કેટીંગ યાર્ડ ખાતે ખરીદ કેન્દ્ર માં ખેડૂતો ને હાલાકી નો સામનો કરવો પડે છે ત્યારે વહેલી સવારથી ખેડૂતો લાઈન માં ઊભા રહેવા છતાં મોડે સુધી વારો નથી આવતો અને વારો આવ્યા બાદ પણ એમકેમ રીતે મગફળી રિજેક્ટ કરી દેવામાં આવે છે ત્યારે આં વર્ષે મોટા ભાગ માં ખેડૂતો એ બહાર મગફળી વહેચી નાખી છે અને બહાર મગફળી વહેંચતા ખેડૂતો ને ભાવ પણ સારા આવ્યા છે અને હેરાન પણ થવું પડતું નથી.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…