Not Set/ યુપીમાં જંગલરાજ, મંદિર જઇ રહેલી મહિલાનું અપહરણ, કર્યો સામૂહિક દુષ્કર્મ

શનિવારે ઉત્તર પ્રદેશનાં મથુરા જિલ્લામાં એક મહિલા પર સામૂહિક દુષ્કર્મનો મામલો સામે આવ્યો છે. પોલીસે જણાવ્યું હતું કે, કોકિલાવનમાં શનિદેવનાં મંદિરની પરિક્રમા કરવા નિકળેલી એક મહિલા પર બે પરિચિતો અને બે અજાણ્યા લોકોએ દુષ્કર્મ ગુજાર્યો હતો. આપને જણાવી દઇએ કે, મામલો નોંધીને તપાસ શરૂ કરી દેવામાં આવી છે અને મહિલાને મેડિકલ માટે મોકલવામાં આવી છે. […]

Top Stories India
celebration victim died Aurangabad Maharashtra ni24news 1 યુપીમાં જંગલરાજ, મંદિર જઇ રહેલી મહિલાનું અપહરણ, કર્યો સામૂહિક દુષ્કર્મ

શનિવારે ઉત્તર પ્રદેશનાં મથુરા જિલ્લામાં એક મહિલા પર સામૂહિક દુષ્કર્મનો મામલો સામે આવ્યો છે. પોલીસે જણાવ્યું હતું કે, કોકિલાવનમાં શનિદેવનાં મંદિરની પરિક્રમા કરવા નિકળેલી એક મહિલા પર બે પરિચિતો અને બે અજાણ્યા લોકોએ દુષ્કર્મ ગુજાર્યો હતો. આપને જણાવી દઇએ કે, મામલો નોંધીને તપાસ શરૂ કરી દેવામાં આવી છે અને મહિલાને મેડિકલ માટે મોકલવામાં આવી છે.

એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે, કોસીકલા પોલીસ સ્ટેશન વિસ્તારનાં ગામની એક મહિલા શુક્રવારે રાત્રે કોકીલાવનમાં શનિદેવનાં મંદિરની પરિક્રમા કરવા ઘરની બહાર નીકળી હતી. રસ્તામાં તેના બે પરિચિતોએ તેને લિફ્ટ આપવાનો આગ્રહ કરી પણ તેણે ના પાડી હતી.

પોલીસ ફરિયાદ મુજબ મહિલા પર બે પરિચિતો અને બે અજાણ્યા લોકોએ દુષ્કર્મ ગુજાર્યો હતો. બાદમાં લોકોની મદદથી તેણે પોલીસને જાણ કરી, ત્યારબાદ એસએસપી શલભ માથુર પોતે ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને ઘટના અંગે સંપૂર્ણ માહિતી લઇ તાત્કાલિક કાર્યવાહી કરવા તેમણે સૂચના આપી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.