Not Set/ MS ધોની જે કડકનાથ મરઘા ઉછેરે છે, તે હવે ગુજરાતના આ શહેરમાં પણ ઉપલબ્ધ…

ગુજરાતમાં એકમાત્ર ગાંધીનગર પાસે આવેલા બાસણ ગામ ખાતે કડકનાથ મરઘાનું ફાર્મ આવેલું છે. જે કરણસિંહ વાઘેલા ચલાવી રહ્યા છે. મધ્યપ્રદેશના ઝાબવાના જંગલમાં સામાન્ય રીતે આ મરઘી જોવા મળે છે.

Gujarat Others Trending
કડકનાથ

વિશ્વમાં બે પ્રકારના લોકો છે, એક જે માત્ર શાકાહારી ખોરાક લે છે, અને બીજા જે માંસાહારી ખોરાક લેવો પસંદ કરે છે. માંસાહારી લોકો ચિકન, મટન જેવી વસ્તુઓ ખાય છે. સામાન્ય રીતે માંસાહારી લોકો ઈંડા, ચિકન, મટન, ફિશ વિગેરે ખાતા જોયા હશે. આ બધા વચ્ચે કડકનાથ મુર્ગી લોકોમાં ખુબ પ્રખ્યાત બની છે. ત્યારે ગુજરાતમાં પણ આ મરઘીનો ઉછેર થઇ રહ્યો છે. પરંતુ તમે આ કડકનાથ મરઘી વિશે કેટલું જાણો છો? ચાલો અમે તમને તેના વિશે કેટલીક ખાસ વાતો જણાવીએ.

ગુજરાતમાં એકમાત્ર ગાંધીનગર પાસે આવેલા બાસણ ગામ ખાતે કડકનાથ મરઘાનું ફાર્મ આવેલું છે. જે કરણસિંહ વાઘેલા ચલાવી રહ્યા છે. મધ્યપ્રદેશના ઝાબવાના જંગલમાં સામાન્ય રીતે આ મરઘી જોવા મળે છે. આ એક જંગલી પ્રજાતી છે. જેને કડકનાથ મુર્ગી તરીકે ઓળખાય છે. અને છેલ્લા કેટલાક વર્ષોમાં તેની માંગ ખૂબ ઝડપથી વધી છે. ગુજરાતના મોટા IPS અને IAS  અને બિલ્ડરો સ્પે. બાસણ આવી આ મરઘા અથવા તેના ઈંડા લઈ જાય છે.

ગુજરાતમાં  700 થી 1000 જેટલા જ કડકનાથ મરઘા હાલ માં છે. જે ગાંધીનગર પાસે આવેલા બાસણ ગામમાં ઉછેરવામાં આવે છે.  આ મરઘાનું સરેરાસ આયુષ્ય આશરે 3 થી 3.50 વર્ષ જેટલું હોય છે. જયારે દેશી મરઘા માત્ર 1 થી દોઢ વર્ષ જીવે છે.

અરવિંદ કેજરીવાલ 6 MS ધોની જે કડકનાથ મરઘા ઉછેરે છે, તે હવે ગુજરાતના આ શહેરમાં પણ ઉપલબ્ધ...

રોગપ્રતિકારક શક્તિ વધારે છે

કડકનાથ મરઘીના ચિકનમાં પ્રોટીન વિપુલ પ્રમાણમાં જોવા મળે છે. પ્રોટીનની વધારે માત્રાને કારણે રોગપ્રતિકારક શક્તિ વધે છે. તેમજ શરીર ગરમ રહે છે. આને કારણે, શિયાળા અને કોરોના સમયગાળા દરમિયાન તેની માંગ વધી છે. આ કાળા રંગના ચિકનના પીંછા, માંસ, લોહી અને હાડકાંનો રંગ પણ કાળો છે.

કડકનાથ ચિકનની દુર્લભ પ્રજાતિનો રંગ કાળો છે. તે ખૂબ જ પૌષ્ટિક, તંદુરસ્ત, ઔષધીય ગુણોથી ભરપૂર અને સામાન્ય ચિકનની સરખામણીમાં સ્વાદિષ્ટ છે. જ્યારે સામાન્ય ચિકનમાં પ્રોટીનની માત્રા લગભગ 18 થી 20 ટકા હોય છે, તો પછી કડકનાથમાં 25 ટકા સુધી પ્રોટીન જોવા મળે છે. કડકનાથ માંસમાં એક કિલોગ્રામ કોલેસ્ટ્રોલનું પ્રમાણ આશરે 184 મિલિગ્રામ છે, જ્યારે અન્ય મરઘીઓમાં તે લગભગ 214 મિલિગ્રામ પ્રતિ કિલો છે. કડકનાથમાં લગભગ એક ટકા ચરબી હોય છે, જ્યારે અન્ય ચિકનમાં 5 થી 6 ટકા ચરબી હોય છે.

કડકનાથ મરઘીના ઈંડામાં વિટામીન B1,,B2,,B6,,B12,,C, અને E વિપુલ માત્રામાં મળી આવે છે. જયારે કડકનાથ મરઘા હ્રદયરોગ, કેન્સર અને બીપી જેવા રોગમાં ખુબ જ ઉપયોગી છે. તો વધુમાં લોહિમાં હિમોગ્લોબીનની મત્ર પણ વધારે છે.

અરવિંદ કેજરીવાલ 7 MS ધોની જે કડકનાથ મરઘા ઉછેરે છે, તે હવે ગુજરાતના આ શહેરમાં પણ ઉપલબ્ધ...

કિંમત

કડકનાથની કિંમત સામાન્ય ચિકન કરતા ઘણી વધારે છે. બજારમાં તેની કિંમત 900 રૂપિયાથી 1500 રૂપિયા પ્રતિ કિલો છે.કડકનાથ ચિકનની ત્રણ પ્રજાતિઓ છે, જેમાં જેટ બ્લેક, ગોલ્ડન બ્લેક અને પેસિલ્ડ બ્લેકનો સમાવેશ થાય છે.

ઈંડાની કિંમત

દેશી ઈંડાની કિંમત કરતા આ કડકનાથ મુર્ગીના ઈંડા ના ભાવમાં ખૂબ ફરક હોય છે. દેશી ઈંડા 20 રૂ ની આસપાસ હોય છે જ્યારે કડકનાથ મુર્ગી ના ઈંડા 35 થી 40 ની આસપાસ મળે છે  પણ કોરોના કાળ માં આજ ઈંડા 100 રૃ.1 નંગ માં વેચાયા હતા.

દાયકાઓ પહેલા, કડકનાથનો ઉછેર એમપીના ઝાબુઆ અને છત્તીસગઢના બસ્તરમાં રહેતા આદિવાસીઓએ કર્યો હતો. તે તેને ખૂબ જ પવિત્ર માનતા હતા. દિવાળી પછી, દેવીની સામે કડકનાથનો ભોગ લેવાનો રિવાજ છે.

અરવિંદ કેજરીવાલ 8 MS ધોની જે કડકનાથ મરઘા ઉછેરે છે, તે હવે ગુજરાતના આ શહેરમાં પણ ઉપલબ્ધ...

મહેન્દ્ર સિંહ ધોની પણ કરી રહ્યા છે ઉછેર

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની ક્રિકેટરમાંથી નિવૃત્તિ લીધા બાદ ખેતી કરી રહ્યા છે. ખેતીની સાથે સાથે તે કડકનાથ મુરઘા પણ પાળી રહ્યા છે. ધોનીને સાંસદ તરફથી જ કડકનાથના 200 બચ્ચા મળ્યા છે, જે તેમણે રાંચીના ફાર્મ હાઉસમાં રાખ્યા છે. શિયાળા અને કોરોનાના પ્રકોપ વચ્ચે અચાનક જ મધ્યપ્રદેશમાં કડકનાથ ચિકનની માંગ વધી હતી.  જે બાદ તેના ભાવો પણ આકાશને સ્પર્શી રહ્યા છે. દુબઇના બુર્જ ખલિફામાં બીજા નંબરે આ કડકનાથ મુર્ગીનું મટન વેચાય છે

માંગમાં નોંધપાત્ર વધારો

શિયાળામાં તેની માંગમાં નોંધપાત્ર વધારો થયો છે. જે બાદ તેના ભાવમાં પણ ભારે વધારો થયો છે. કડકનાથ સામાન્ય દિવસે પણ મોંઘી જ મળે છે. પરંતુ કોરોના સમયગાળા દરમિયાન માંગમાં વધારો થવાને કારણે, એક કૂકડો 800 થી 1 હજાર રૂપિયા વચ્ચે મળી રહ્યો છે.

કડકનાથનો ખોરાક

કડકનાથ ખોરાકમાં મકાઈ, બાજરો, જુવાર, અને  સૂયાબિન મિક્સ ફૂડ ખાય છે.

ફરી કુદરતના ખોળે / અહીં તહીં નાચતી ફરે, નાચણ કહો કે પંખો, ચોક્કસ મનમાં વસી જાય!