Not Set/ 115 કૈલાસ માનસરોવર યાત્રિકો ફસાયા,એર લીફ્ટ કરીને બચાવ કરાવવામાં આવ્યો

નવી દિલ્હી વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે જણાવ્યુ કે ખરાબ હવામાનના કારણે ઉત્તરાખંડમાં કૈલાશ માનસરોવરના ૧૧૫ જેટલા યાત્રિકો ફસાયા છે. તેમણે વધુમાં જણાવ્યુ હતું કે, આ તમામ યાત્રિકો ગુંજી વિસ્તારમાં ફસાયા છે. જેના કારણે હાલ આ તમામ યાત્રિકોને બચાવવા માટે અભિયાન હાથ ધરવામાં આવ્યુ છે. જેમાં આ તમામને હવાઈ માર્ગે પિથૌરાગઢ લાવવામાં આવશે. વિદેશ મંત્રી સુષ્મા […]

India
kailash mansarovar 1 115 કૈલાસ માનસરોવર યાત્રિકો ફસાયા,એર લીફ્ટ કરીને બચાવ કરાવવામાં આવ્યો

નવી દિલ્હી

વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે જણાવ્યુ કે ખરાબ હવામાનના કારણે ઉત્તરાખંડમાં કૈલાશ માનસરોવરના ૧૧૫ જેટલા યાત્રિકો ફસાયા છે. તેમણે વધુમાં જણાવ્યુ હતું કે, આ તમામ યાત્રિકો ગુંજી વિસ્તારમાં ફસાયા છે. જેના કારણે હાલ આ તમામ યાત્રિકોને બચાવવા માટે અભિયાન હાથ ધરવામાં આવ્યુ છે. જેમાં આ તમામને હવાઈ માર્ગે પિથૌરાગઢ લાવવામાં આવશે.

વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે આ અંગે ટ્વીટ કરતા જણાવ્યુ હતું કે, આઈટીબીપી (ભારત-તિબ્બેટ સરહદ પોલીસ) અને કુમાઉ વિકાસ મંડળ યાત્રિકોની દેખરેખ રાખી રહ્યું છે. તેમણે એમ પણ જણાવ્યુ હતું કે, હવામાનમાં ફેરફાર થયા બાદ આ તમામ યાત્રિકોને હવાઈ માર્ગે પિથૌરાગઢ લાવવામાં આવશે.

આ માસના આરંભમાં જ અનેક તીર્થ યાત્રિકો નેપાળના પહાડી વિસ્તારમાં તે સમયે ફસાયા હતા  જ્યારે તેઓ તિબેટમાં કૈલાશ માનસરોવરની યાત્રાએથી પરત આવી રહ્યા હતા, જો કે તેમને સઘન બચાવ અભિયાન બાદ વિમાનમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. ખરાબ હવામાનના કારણે ગુંજી આધાર શિબિરના માર્ગમાં છેલ્લા કેટલાક સમયથી ફસાયેલા કૈલાશ માનસરોવર યાત્રાના ચારધામની યાત્રાની નોડલ એજન્સીએ કેન્દ્ર સરકારને અપીલ કરી છે કે જ્યાં સુધી ભાવિકોનો પ્રવાહ આગળ વધે નહીં થાય ત્યાં સુધી નવા ગ્રુપને આગળ જવા દેવામાં ન આવે.