Not Set/ #કાલે_ભારતબંધ_રહેશે/ શું તમે જાણો છો, 29 જાન્યુઆરીએ છે “ભારત બંધ”નું એલાન

દેશભરમાં નાગરિકતા સુધારો કાયદા (સીએએ) સામે અવારનવાર વિરોધ થઈ રહ્યા છે. સુપ્રીમ કોર્ટે પણ સરકારની તરફેણ સાંભળ્યા વિના પ્રતિબંધ રોકવાની ના પાડી દીધી હતી. અને કહ્યું હતું કે દેશ સેકટમાં જણાઇ રહ્યો છે. સીએએનો વિરોધ કરી રહેલા વિવિધ સંગઠનોએ 29 જાન્યુઆરીએ ભારત બંધનું એલાન આપ્યું છે. આપને જણાવી દઇએ કે, આ બંધને સમર્થન આપવા શાહીન બાગ […]

Gujarat Others
bandh 1 #કાલે_ભારતબંધ_રહેશે/ શું તમે જાણો છો, 29 જાન્યુઆરીએ છે "ભારત બંધ"નું એલાન

દેશભરમાં નાગરિકતા સુધારો કાયદા (સીએએ) સામે અવારનવાર વિરોધ થઈ રહ્યા છે. સુપ્રીમ કોર્ટે પણ સરકારની તરફેણ સાંભળ્યા વિના પ્રતિબંધ રોકવાની ના પાડી દીધી હતી. અને કહ્યું હતું કે દેશ સેકટમાં જણાઇ રહ્યો છે. સીએએનો વિરોધ કરી રહેલા વિવિધ સંગઠનોએ 29 જાન્યુઆરીએ ભારત બંધનું એલાન આપ્યું છે.

આપને જણાવી દઇએ કે, આ બંધને સમર્થન આપવા શાહીન બાગ ખાતે વિરોધ પ્રદર્શન કરતી મહિલાઓએ પણ રસ્તાઓ પર ઉતરવાનું નક્કી કર્યું છે. અહેવાલ મુજબ, બહુજન ક્રાંતિ મોરચાએ સીએએ, એનઆરસી અને એનપીઆરના વિરોધમાં 29 મીએ ભારત બંધની હાકલ કરી છે. આ બંધને અનેક મુસ્લિમ સંગઠનો દ્વારા પણ સમર્થન આપવામાં આવ્યું છે.

#કાલે_ભારતબંધ_રહેશે, હેશટેગ આજે ટ્વિટર પર ટોપ ટ્રેન્ડ કરી રહ્યું છે. રિપોર્ટ મુજબ બંધને સફળ બનાવવા અનેક સંસ્થાઓ, વિવિધ સંગઠનો અને વેપારીઓએ પોતાનો ટેકો આપ્યો હતો. મુસ્લિમ સમાજે પણ તેના પૂરા સમર્થનની જાહેરાત કરી છે.

ગુજરાતમાં તમામ શહેરોમાં પણ #CAAનાં વિરોધમાં કાલે ભારત બંધની અશરો જોવામાં આવશે, ગુજરાતમાં ખાસ કરીને અમદાવાદમાં બંધને લઇને ખાસ તકેદારી જોવામાં આવશે. આપને જણાવી દઇએ કે, પૂર્વે #CAAનાં વિરોધમાં ભારત બંધનાં એલાન સમયે અમદાવાદનાં શાહઆલમ વિસ્તારમાં ભારે હોબાળો થયો હતો અને વિરોધ કરતાઓ દ્વારા હિંસા પર ઉતરી આવી પોલીસને નિશાન બનાવી ભારે પથ્થરમારો પણ કરવામાં આવ્યો હતો. ત્યારે કાલે ફરી આપવામાં આવેલા ભારત બંધનાં એલાનથી ફરી શહેરમાં અજંપા જેવી સ્થિતિ જોવામાં આવી રહી છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન