Kalyan Banerjee/ કલ્યાણ બેનર્જીએ ઉપરાષ્ટ્રપતિની ફરીથી કરી મિમીક્રી

તૃણમુલ કોગ્રેસના સાસંદ કલ્યાણ બેનરજીએ ઉપાધ્યક્ષ જગદીપ ધનખડની ફરીવાર મિમીક્રી કરતા વિવાદ વકર્યો છે.

Top Stories India
મિમીક્રી

@નિકુંજ પટેલ

તૃણમુલ કોગ્રેસના સાસંદ કલ્યાણ બેનરજીએ ઉપાધ્યક્ષ જગદીપ ધનખડની ફરીવાર મિમીક્રી કરતા વિવાદ વકર્યો છે. મિડીયાના અહેવાલો મુજબ કલ્યાણ બેનર્જીના સંસદીય વિસ્તાર શ્રીરામપુરમાં આયોજીત એક સભામાં આ ટીએમસી નેતાએ ધનખડ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર  મોદીની પણ મિમીક્રી કરી હતી. તેમણે પાર્લામેન્ટની બહાર મિમીક્રી કરી હોવાનું કહીને કહ્યું હતું કે મોદીએ તો સંસદની અંદર મિમિક્રી કરી હતી.

કલ્યાણ બેનર્જીએ ધનખડ પર આરોપ લગાવતા કહ્યું હતું કે તેમણે નજીવી બાબતે દેશથી લઈને વિદેશમાં બબાલ મચાવી છે. તેમણે બેનરજીની તુલના સ્કૂલના બાળકો સાથે કરી હતી. બંગાળી ભાષામાં બોલતા સાંસદે કહ્યું હતું કે તે મિમિક્રી કરતા રહેશે અને તે એક કળા છે. જો જરૂર પડશે તો હું આવુ હજાર વાર કરીશ. મારી પાસે મારા વિચારો વ્યક્ત કરવાના તમામ મુળભૂત અધિકારો છે. પીછેહઠ કર્યા વિના હું લડતો રહીશ,

પશ્ચિમ બંગાળમાં એક સભાને સંબોધિત કરાત બેનર્જીએ કહ્યું કે કોઈને દુખ પહોંચાડવાનો તેમનો ઈરાદો નથી. છતા એક પ્રશ્ન થાય છે કે જગદીશ ધનખડ ખરેખર રાજ્યસબામાં આવું વર્તન કરે છે ? મિમિક્રી એક કળા છે અને 2014થી 2019 દરમિયાન વડાપ્રધાન મોદી દ્વારા લોકસભામાં કરવામાં આવી હતી.

બીજીતરફ ઉપરાષ્ટ્રપતિએ પણ મિમિક્રી અંગે પોતાનું દર્દ વ્યક્ત કર્યું હતું. તે તેમના નિવાસસ્થાને ઈન્ડીયન સ્ટેટિકલ સર્વિસ(આઈએસએસ)પ્રોબેશનર્સની બેચને બંચને સંબોધિત કરી રહ્યા હતા. દરમિયાન ધનખડેએ કહ્યું હતું કે માત્ર પિડીત જ જાણે છે કે તણે શુ સહન કરવું પડશે. જોકે આપણે એ દિશામાં આગળ વધવાનું છે જે માર્ગ ભારત માતાની સેવા તરફ લઈ જાય છે. વ

ધુમાં તેમણે કહ્યું કે ભારત માતાની સેવા કરવા માટે તમારે લોકોની ટીકા સહન કરવાનું શીખવું પડશે. પોતે બંધારણીય પદ સંભાળે છે તેમછતા લોકો તેમને છોડતા નથી. શું મારે મારી આ માનસિકતા બદલવી જોઈએ ? તેના કારણે હું મારા માર્ગ પરથી ભટકી જઈશ, ના આપણે હંમેશા ધર્મના માર્ગે આગળ વધતા રહેવું જોઈએ જે અને પ્રશ્ન કરે છે તે જુના ટીકાકારો છે. જે લોકોનું પાચનતંત્ર આપણા વિકાસ માટે ખરાબ છે. તેમંનાથી આપણે ક્યારેય ડરવું જોઈએ નહી.

મિમિક્રીનો વિવાદ ક્યાંથી શરૂ થયો ?

31 ડિસેમ્બરે વિપેક્ષે માંગણી કરી હતી કે પીએમ મોદી અથવા ગૃહમંત્રી અમિત શાહ સંસદમાં વિરામ અંગે લોકસભામાં નિવેદન આપે. જેને લઈને વિપક્ષે 14 મી ડિસેમ્બરથી 21 ડિસેમ્બર સુધી ગૃહની અંદર હંગામો મચાવ્યો હતો. જેને કારણે 146 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. જેમાં લોકસભાના 100 અને 46 રાજ્યસબાના સાંસદોનો સમાવેશ થાય છે.

દરમિયાન 19 ડિસેમ્બરે કેટલાક સાંસદો સંસદના મકર ગેટ પર બેસીને વિરોધ કરી રહ્યા હતા. બાદમાં સાંસદ કલ્યાણ બેનરજી અભા થયા હતા અને ઉપાધ્યક્ષ જગદીશ ધનખડની નકલ કરવા લાગ્યા હતા. બાકીના સાંસદો હસતા હતા તથા રાહુલ ગાંધીનો વિડીયો બનાવી રહ્યા હતા.

ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના અધ્યક્ષ ધનખડે પણ આ મિમિક્રી કાંડ પર ગૃહની અંદર નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે મારી કેટલી પણ મજાક ઉડાવી લો હું હંમેશા પોતાના બંધારણીય પદની રક્ષા કરશે. ભાજપે પણ આ મુદ્દે વિપક્ષ પર જોરદાર નિશાન સાંધ્યું હતું.
તે સિવાય ધનખડેએ શનિવારે કોગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને પત્ર લખ્યો હતો જેમાં તેમણે ખડગેને 25 ડિસેમ્બરે સાંજે 4 વાગ્યે તેમના ઘરે મળવા બોલાવ્યા હતા. ધનખડેએ પત્રમાં લખ્યું છે કે જો તમે સમય કાઢીને આવો તો મને આનંદ થશે. આ દરમિયાન વિપક્ષના સાંસદોને સસ્પેન્ડ કરવાના મુદ્દા પર ચર્ચા થઈ શકે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:
આ પણ વાંચો:
આ પણ વાંચો: