અડચણ/ ક્લ્યાણપુરમાં ‘આપ’ના નેતાએ એવું કાર્ય કર્યું કે ૯ લોકોની થઇ ધરપકડ

કલ્યાણપુર તાલુકાના ધુમથર વિસ્તારમાં જેટકો કંપની દ્વારા ચાલી રહેલી વીજપોલ અંગેની કામગીરીમાં અડચણરૂપ બની અને નિયમ કરતા વધુ વળતરની માંગણી કરી, કંપનીના સ્ટાફ સાથે અશોભનીય વર્તન કરવા તથા ફરજમાં રૂકાવટ આપના નેતાઓ કરી રહ્યા હતા.

Top Stories Gujarat Others
આપ

એક તરફ ગુજરાત વિધાનસભાની ચૂંટણી માથા પર છે. દરેક પક્ષ જીતવા માટે કમરકસી રહ્યો છે ત્યારે આમ આદમી પાર્ટી (આપ) ના કાર્યકર્તાઓની હરકત પાર્ટીને માથે પડી શકે છે. બનાવાની વિગત એવી છે કે, કલ્યાણપુર તાલુકાના ધુમથર વિસ્તારમાં જેટકો કંપની દ્વારા ચાલી રહેલી વીજપોલ અંગેની કામગીરીમાં અડચણરૂપ બની અને નિયમ કરતા વધુ વળતરની માંગણી કરી, કંપનીના સ્ટાફ સાથે અશોભનીય વર્તન કરવા તથા ફરજમાં રૂકાવટ આપના નેતાઓ કરી રહ્યા હતા. આ અંગે ફરિયાદ નોંધાવાતા આપના ૯ લોકોની ધરપકડ કરવામાં આવી છે. આપ ની હરકતો ક્યાંક તેને ભારી પડી શકે છે.

વધુ વિગત અનુસાર કલ્યાણપુર તાલુકાના ધુમથર વિસ્તારમાં જેટકો કંપની દ્વારા ચાલી રહેલી વીજપોલ અંગેની કામગીરીમાં અડચણરૂપ બની અને નિયમ કરતા વધુ વળતરની માંગણી કરી, કંપનીના સ્ટાફ સાથે અશોભનીય વર્તન કરવા તથા ફરજમાં રૂકાવટ કરવા અંગે કંપનીના કર્મચારી કૌશિક ભટ્ટાચાર્યની ફરિયાદનાં આધારે કલ્યાણપુર પોલીસ મથકમાં આમ આદમી પાર્ટીના કાર્યકર એવા નિન્દ્રેશ માંડણભાઈ ભોચીયા, તેના પિતા માંડણ રામા ભોચીયા સહિત કુલ એક ડઝન જેટલા શખ્સો સામે વિવિધ કલમ હેઠળ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

ફરજમાં રૂકાવટ તથા ચોરીની ફરિયાદ સંદર્ભેના આ સમગ્ર પ્રકરણમાં અહીંના આઈ.પી.એસ. નિધિ ઠાકુર તથા કલ્યાણપુરના પી.એસ.આઈ. એફ.બી. ગગનીયા દ્વારા ઉડાણપુર્વકની તપાસ હાથ ધરીને આમ આદમી પાર્ટીના કલ્યાણપુર પંથકના યુવા નેતા નિન્દ્રેશ માંડણ ભોચીયા સાથે માંડણ રામા રામ ભોચીયા, મેરામણ માંડણ ભોચીયા, ગોવિંદ નગા લગારીયા, મુકેશ ભાયા ભોચીયા, ભરત ભાયા ભોચીયા, આલા ભીમા ગોજિયા, નગા સામત ભોચીયા, અને કાના કુંભા કંડોરિયા નામના કુલ ૯ શખ્સોની વિવિધ કલમ હેઠળ ધરપકડ કરી હતી.

Above ક્લ્યાણપુરમાં ‘આપ’ના નેતાએ એવું કાર્ય કર્યું કે ૯ લોકોની થઇ ધરપકડ

આ પણ વાંચો : કાશ્મીરના કુપવાડામાં ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ, સેનાએ એક આતંકીને ઠાર કર્યો