પશ્ચિમ બંગાળમાં TMC ની જીત બાદ ભડકેલી કંગના રનૌતે ટ્વિટર પર એવી ભાષાનો પ્રયોગ કર્યો કે તેનુ એકાઉન્ટ જ ટ્વિટરે સસ્પેન્ડ કરી દીધુ. પોતાનુ ટ્વિટર એકાઉન્ટ સસ્પેન્ડ થયા બાદ પણ કંગના રનૌત શાંત ન રહી અને તેણે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, તેની પાસે અન્ય મંચ છે જ્યાં તે પોતાનો અભિપ્રાય આપી શકે છે.
દીદી સામે ટિપ્પણી પડી ભારે / કંગના રનૌતનું ટ્વિટર અકાઉંટ સસ્પેંડ, સોશિયલ મીડિયાના નિયમોનું ઉલ્લંઘન કરવાનો આરોપ
બોલિવૂડ / સેક્સ રેકેટમાં પકડાઇ ચુકી છે આ અભિનેત્રીઓ, દેહવ્યાપારે કર્યુ કેરિયર ખરાબ-Photos
કંગના રનૌતે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ‘ટ્વિટર દ્વારા હંમેશાં સાબિત થયું છે અને આજે એકવાર ફરી પણ તેણે સાબિત કર્યુ છે કે તેનો જન્મથી અમેરિકી છે. તેમને લાગે છે કે એક સફેદ વ્યક્તિ ભારતમાં રહેતા વ્યક્તિ (કાળા રંગ) ને ગુલામ બનાવવાનાં હકદાર છે. તેઓ તમને કહેવા માંગે છે કે તમારે શું બોલવાનું છે, વિચારવાનું છે અને શું કરવાનું છે? જો કે મારી પાસે ઘણા મંચ છે જેનો ઉપયોગ હું મારો અવાજ ઉઠાવવા માટે કરી શકું છું.’ આપને જણાવી દઈએ કે, કંગના રનૌત પહેલા જ ઘણી બધી બાબતોને લઈને ચર્ચામાં છે. પરંતુ પશ્ચિમ બંગાળમાં ચૂંટણીનાં પરિણામો બાદ કંગના વધુ આક્રમક બની હતી. ચૂંટણી પરિણામો બાદ પશ્ચિમ બંગાળમાં હિંસાનાં સમાચારો અંગે તેણે તાજેતરનાં એક ટ્વિટમાં ટ્વીટ કર્યું હતું. જેમાં તેણે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની માંગ ઉપરાંત મમતા બેનર્જી વિશે અનેકો ટ્વીટ્સ કર્યા હતા.
બોલિવૂડ / 90 નાં દાયકાની જાણીતી અભિનેત્રી મીનાક્ષી શેષાદ્રીનું મોત, જાણો શું છે હકીકત?
સોશિયલ મીડિયા પર અભિનેત્રીનું ટ્વીટ વાયરલ થયા બાદ તે યુઝર્સનાં નિશાના હેઠળ આવી હતી. આ પછી તેનું એકાઉન્ટ સસ્પેન્ડ કરવાની માંગ કરવામાં આવી હતી. આટલું જ નહીં એક અહેવાલ મુજબ અભિનેત્રી સામે તેના ટ્વીટ્સ માટે ફરિયાદ પણ કરવામાં આવી હતી. આ કેસમાં કંગના પર બંગાળમાં કાયદો અને વ્યવસ્થાને ખલેલ પહોંચાડવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. આ બધા કિસ્સાઓને ધ્યાનમાં રાખીને, ટ્વિટર પર કાર્યવાહી કરવામાં આવી હતી અને કંગનાનું એકાઉન્ટ સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું.