Hijab Controversy/ હિજાબ વિવાદ પર ઝાયરા વસીમે શું કહ્યું જાણો..

બોલિવૂડને અલવિદા કહી ચૂકેલી ઝાયરા વસીમે પણ હિજાબ વિવાદ પર પોતાનું મૌન તોડતાં દુનિયા સામે પોતાનો પક્ષ રાખ્યો છે

Top Stories Entertainment
8 20 હિજાબ વિવાદ પર ઝાયરા વસીમે શું કહ્યું જાણો..

મુસ્લિમ મહિલાઓ અને યુવતીઓ માટે હિજાબ પહેરવાને લઈને દેશભરમાં ચર્ચાઓ ચાલી રહી છે. આ પ્રશ્નની ચર્ચા વધી રહી છે.આ દિવસોમાં દેશભરમાં મુસ્લિમ મહિલાઓના પારંપરિક ડ્રેસનો મુદ્દો હોટ ટોપિક બન્યો છે. ઘણા સેલેબ્સ પણ ખુલ્લેઆમ હિજાબ પહેરવા પર પોતાનો અભિપ્રાય વ્યક્ત કરી રહ્યા છે. હવે બોલિવૂડને અલવિદા કહી ચૂકેલી ઝાયરા વસીમે પણ હિજાબ વિવાદ પર પોતાનું મૌન તોડતાં દુનિયા સામે પોતાનો પક્ષ રાખ્યો છે.

 

Instagram will load in the frontend.

 

તેણે સોશિયલ મીડિયા હેન્ડલ પર એક લાંબી પોસ્ટ શેર કરીને ઝાયરા વસીમે મુસ્લિમ મહિલાઓ દ્વારા હિજાબ પહેરવા અંગેના વિવાદ પર નિખાલસતાથી વાત કરી છે. મુસ્લિમ મહિલાઓને હિજાબ પહેરવાનું સમર્થન કરતા ઝાયરા વસીમે પોતાની પોસ્ટમાં લખ્યું- હિજાબ એક પસંદગી છે, આ ખોટી માહિતી છે. આ અનુમાન સગવડતાના આધારે કરવામાં આવી રહ્યું છે. ઝાયરાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે હિજાબ કોઈ પસંદગી નથી પરંતુ તે ઈસ્લામનો ઉત્તરદાયિત્વ છે

ઝાયરા વસીમે આગળ લખ્યું એક હિજાબ પહેરનારી મહિલા એ જવાબદારી નિભાવી રહી છે જે તેને ભગવાન તરફથી મળેલી છે જેને તે પ્રેમ કરે છે અને તેણે પોતાની જાતને ભગવાનને સોંપી દીધી છે.

ઝાયરાએ આગળ લખ્યું – હું પણ એક મહિલા છું અને હું સન્માન સાથે હિજાબ પહેરું છું. હું આ સમગ્ર પ્રણાલીનો વિરોધ કરું છું, જ્યાં મહિલાઓને ધાર્મિક પરંપરાઓનું પાલન કરતા અટકાવવામાં આવે છે અને હેરાન કરવામાં આવે છે.ઝાયરાએ આગળ લખ્યું  તમે તેમને ચોક્કસ વસ્તુઓ અપનાવવા માટે દબાણ કરી રહ્યા છો, જે તમારો એજન્ડા ચલાવે છે અને પછી તેમની ટીકા કરો કે તેઓ તમારા બનાવેલા નિયમોમાં કેદ છે.