Not Set/ કાલોલ તાલુકાના કંડાચ ગામમાં કપિરાજનો આતંક : વનવિભાગે કાબૂમાં લેવા ગોઠવ્યા પાંજરા

કાલોલ તાલુકાના કંડાચ ગામમાં કપિરાજ ના આતંકથી વનવિભાગે તોફાની કપિરાજ ને કાબુમાં લેવા પાંજરા ગોઠવ્યા છે. કાલોલ તાલુકાના કંડાચગામમાં કપિરાજના આતંકથી ગ્રામ જનોમાં ભયનો

Gujarat
kapiraj 3 કાલોલ તાલુકાના કંડાચ ગામમાં કપિરાજનો આતંક : વનવિભાગે કાબૂમાં લેવા ગોઠવ્યા પાંજરા

રાહુલ ભાવસાર, પંચમહાલ@મંતવ્ય ન્યૂઝ

કાલોલ તાલુકાના કંડાચ ગામમાં કપિરાજ ના આતંકથી વનવિભાગે તોફાની કપિરાજ ને કાબુમાં લેવા પાંજરા ગોઠવ્યા છે. કાલોલ તાલુકાના કંડાચગામમાં કપિરાજના આતંકથી ગ્રામ જનોમાં ભયનો માહોલ છે.છેલ્લા ઘણાં વષૉ થી કાલોલ તાલુકાના કંડાચ ગામમાં માનવ વસ્તી સાથે સાથે કપિરાજની વસ્તી પણ જોવા મળી રહી છે.કંડાચગામના મોટાં ભાગના લોકો ખેડુત છે.

kapiraj કાલોલ તાલુકાના કંડાચ ગામમાં કપિરાજનો આતંક : વનવિભાગે કાબૂમાં લેવા ગોઠવ્યા પાંજરા

તે પોતાના ખેતરમાં રીંગન,કોબીચ,ગિલોડા,જેવી ખેતી કરવાં ખેતરમાં માંડવા નાખતાં હોય છે.જ્યારે ખેડુત ખાતેદાર દ્વારા કરવામાં આવતી ખેતીને જંગલી ભૂંડ, કપિરાજ દ્વારા ખેડુત ને દર વષૅ ખેતીમાં ઘણું નુકસાન પહોંચતું હોય છે.તદુઉપરાંત ખેતરો તરફથી રહેઠાણ વિસ્તારમાં પણ ધમાચકડી મચાવીને છતના પતરાંને પણ નુકસાન પહોંચાડતા હોય છે.તો ઘણીવાર ઘરની ગૃહિણી ઓ દ્વારા રસોઈ બનાવતી વખતે રસોડામાં ઘુસીને રોટલા-રોટલી લેવા દોડી આવી વાસણમાં થી રોટલા-રોટલી લઈ નાશી છુટતા હોય છે.

kapiraj 2 1 કાલોલ તાલુકાના કંડાચ ગામમાં કપિરાજનો આતંક : વનવિભાગે કાબૂમાં લેવા ગોઠવ્યા પાંજરા

ક્યારેક મસ્તીમાં આવેલાં કે ધમાચકડી મચાવી દેતાં કેટલાક કપિરાજ માનવ લોહી ચાખી લેતા અનેકને બચકાં પણ ભરી લેતા હોય છે.એવુજ કાંઈક કંડાચગામમા છેલ્લા બે દિવસથી એક કપિરાજ એ ધમાચકડી મચાવીને અંદાજીત ત્રણથી ચાર વ્યકિતઓ ને બચકાં ભરી લેતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાઇ ગયો છે.જોકે ગામનાં નાગરિકો દ્વારા વનવિભાગની ટીમ ને જાણ કરતા વનવિભાગ દ્વારા તાત્કાલીક પોતાની ટીમ સાથે કંડાચગામે પીંજરા ગોઠવી તોફાની કપિરાજ ને પકડવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.

sago str 19 કાલોલ તાલુકાના કંડાચ ગામમાં કપિરાજનો આતંક : વનવિભાગે કાબૂમાં લેવા ગોઠવ્યા પાંજરા