કરિના કપૂર અને સૈફ અલી ખાન આ દિવસોમાં પર્સનલ લાઈફ અને ફેમિલી ટાઈમ એન્જોય કરી રહ્યા છે. હાલમાં જ સૈફ- કરિનાના કેટલાક ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા, જેમાં બંને જાહેરમાં એકબીજાને કિસ કરતા જોવા મળ્યા હતા. ફોટામાં જોઈ શકાય છે કે કપલ ચાલતી વખતે અચાનક એકબીજાને કિસ કરે છે અને પછી આગળ વધે છે. આ તસવીરોમાં જ જોઈ શકાય છે કે સૈફે પુત્ર તૈમુર અલી ખાનને પોતાના ખભા પર બોરીની જેમ ઉપાડ્યો છે, જેને જોઈને લોકો હેરાન થઈ ગયા છે. વાયરલ ફોટા પર ફેન્સ જોરદાર કોમેન્ટ કરી રહ્યા છે. નીચે જુઓ કરિના-સૈફના ચુંબનનો ફોટો અને સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી કોમેન્ટ્સ…
સૈફ અલી ખાન અને કરિના કપૂર બંને પાસે અત્યારે કોઈ ફિલ્મની ઑફર નથી. આ જ કારણ છે કે બંને પારિવારિક જીવનમાં વ્યસ્ત જોવા મળે છે. હાલમાં જ આ કપલે શર્મિલા ટાગોરનો જન્મદિવસ પણ સેલિબ્રેટ કર્યો હતો.
સૈફ અલી ખાન અને કરિના કપૂર તેમના બાંદ્રા એપાર્ટમેન્ટની બહાર જોવા મળ્યા હતા. આ દરમિયાન બંને ફોર્મલ ડ્રેસમાં જોવા મળ્યા હતા.
ફોટામાં જોઈ શકાય છે કે સૈફે તૈમુરને ખભા પર ઊંધો લટકાવી રાખ્યો છે, જ્યારે કરિના ફોન પર કોઈની સાથે વાત કરવામાં વ્યસ્ત હતી.
તૈમૂરની હાલત જોઈને લોકો સોશિયલ મીડિયા પર ઉગ્ર કમેન્ટ કરી રહ્યા છે. એકે લખ્યું- કોના ચુંબનથી બાળકની હાલત ખરાબ થઈ. બીજાએ લખ્યું- તૈમૂર કંઈ જોઈ શક્યો નહીં, તેને ઊંધો લટકાવી દીધો.
સૈફ- કરિનાની કિસ પર કોમેન્ટ કરતાં એકે લખ્યું- શું આ બધું જાહેરમાં કરવું જરૂરી છે? એકે કહ્યું – કિસ કરવું વધુ મહત્વનું છે, જો બાળક પડે તો પડે પરંતુ કિસ તો કરવી.
ફોટામાં જોઈ શકાય છે કે કરિના કપૂર મેકઅપ વગર જોવા મળી રહી છે. તેણે લાલ ટોપી પહેરી છે અને કોઈની સાથે વાત કરવામાં વ્યસ્ત છે.
આ પણ વાંચો: વડોદરામાં કાર અને ટ્રક વચ્ચે અકસ્માત, ચાર લોકોના કરુણ મોત
આ પણ વાંચો:ભવિષ્યની આધ્યાત્મિક નગરીની ઝાંખી આપે છે પ્રમુખસ્વામી નગર