Not Set/ અચાનક દરિયાની વચ્ચે પાણીમાં ભભૂકી આગ, ઉમટ્યા આગના ગોળેગોળા

મેક્સિકોના યુકાટનમાં પીગળેલા લાવા સમુદ્રની ઉપર તરતા જોવા મળ્યા હતા. આ ઘટના એટલી બધી તો ચોંકાવનારી હતી કે તેનો ફુટેજ સોશિયલ મીડિયા પર મૂકતાની સાથે જ તે વાયરલ થઈ ગયો હતો. દૂર-દૂર ફેલાયેલા બ્લુ સમુદ્રની વચ્ચે નારંગી રંગની જ્વાળાઓ જોવામાં ખૂબ જ વિચિત્ર લાગી રહી હતી.

World Trending
divorce 8 અચાનક દરિયાની વચ્ચે પાણીમાં ભભૂકી આગ, ઉમટ્યા આગના ગોળેગોળા

અગ્નિ અને પાણી એકબીજાથી સંપૂર્ણ વિરુદ્ધ પ્રકૃતિ ધરાવે છે. આવી સ્થિતિમાં, જો પાણીમાં આગ લાગે તે તો માત્ર હિન્દી ફિલ્મના ગીતોમાં જ સાંભળવા મળે. પરંતુ હકીકતમાં આ વાત પર વિશ્વાસ કરવો થોડો અઘરું છે. અને જો પાછી વાત દરિયાના પાણીમાં લાગી હોય તો થોડી વધુ અવાસ્તવિક લાગે છે. સાથે તે આશ્ચર્યજનક છે. મેક્સિકોના યુકાટન પેનિનસુલામાં સમુદ્રની અંદર ફાયરબોલ સળગતો જોવા મળ્યો હતો. જેણે પણ આ દ્રશ્ય જોયું પોતાની આંખો પર જ વિશ્વાસ ના કરી શક્યું.

 

મેક્સિકોના યુકાટનમાં પીગળેલા લાવા સમુદ્રની ઉપર તરતા જોવા મળ્યા હતા. આ ઘટના એટલી બધી તો ચોંકાવનારી હતી કે તેનો ફુટેજ સોશિયલ મીડિયા પર મૂકતાની સાથે જ તે વાયરલ થઈ ગયો હતો. દૂર-દૂર ફેલાયેલા બ્લુ સમુદ્રની વચ્ચે નારંગી રંગની જ્વાળાઓ જોવામાં ખૂબ જ વિચિત્ર લાગી રહી હતી. ખરેખર આ આગ દરિયાની મધ્યમાં પાણીની પાઇપલાઇનમાંથી ગેસ ગળતરને કારણે લાગી હતી.

લાવા પાણીમાં વહેતો

આ દૃશ્ય જોઈને લાગે છે કે સમુદ્રમાં વહેતા લાવા આગ પકડે છે. યુકાટન દ્વીપકલ્પ પર આ નજારો જોવા મળ્યો હતો. મેક્સિકોની સરકારી પેટ્રોલિયમ કંપની પેમેક્સની પાઇપલાઇનમાંથી ગેસ લિકેજ થયો હતો, ત્યારબાદ અહીં આગ ભભૂકી ઉઠી હતી. સવારે 5: 15 વાગ્યે ગેસ નીકળવાનું શરૂ થયું અને 12 ઇંચની વ્યાસની પાઇપલાઇનમાં આગ લાગી. મેક્સિકોમાં આવી ઘટના 5 વર્ષ પહેલા પણ બની હતી. જેને નિયંત્રિત કરવામાં આવી હતી અને કોઈને ઈજા થઈ નહોતી.

 

 

ખરું કારણ ખબર નથી

પેમેક્સ કંપની વતી કહેવામાં આવ્યું છે કે આ ઘટનાનું અસલી કારણ જાણી શકાયું નથી. જો કે, આ અકસ્માતમાં તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવામાં આવી હતી અને ફાયર ફાઇટરોએ કોઈ જાનહાની થવા દીધી ન હતી. મેક્સિકોના ઓઇલ સેફ્ટી રેગ્યુલેટર એન્જલ કારિઝાલ્સ દ્વારા આ ઘટનાનો વીડિયો ટ્વિટર પર શેર કરવામાં આવ્યો છે. આ ઘટના પછી, એવી માહિતી આપવામાં આવી છે કે તેમાં તેલ લીક થતું નથી, પરંતુ સમુદ્રની સપાટી આગ કેમ ભભૂકી ઉઠી હતી, તે જણાવવામાં આવ્યું નથી. વીડિયો જોઇને સોશ્યલ મીડિયા પર લોકો એટલા ઉત્સુક બન્યા છે કે તેઓ કહે છે કે તે કોઈ હોલીવુડ ફિલ્મના કોઈ સીન જેવું લાગે છે.