હરિયાણા/ કરનાલમાં આવતીકાલે કિસાન મહાપંચાયત, ઈન્ટરનેટ સેવાઓ સ્થગિત

ખેડૂતોની મહાપંચાયતને જોતા હરિયાણા સરકારે કરનાલમાં ઇન્ટરનેટ સેવાઓ સ્થગિત કરી દીધી છે. 6 સપ્ટેમ્બરે બપોરે 12.30 થી 7 સપ્ટેમ્બર રાત્રે 11.59 વાગ્યા સુધી કરનાલમાં ઇન્ટરનેટ સેવાઓ બંધ રહેશે.

Top Stories India
કરનાલમાં ઇન્ટરનેટ

કૃષિ કાયદાઓ સામે આંદોલન કરી રહેલા ખેડૂતો હવે ઠેરઠેર કિસાન મહાપંચાયતનું આયોજન કરી રહ્યા છે. હરિયાણાના કરનાલમાં ખેડૂતોએ 7 સપ્ટેમ્બરે મહાપંચાયતની જાહેરાત કરી છે. ખેડૂતોની મહાપંચાયતને જોતા હરિયાણા સરકારે કરનાલમાં ઇન્ટરનેટ સેવાઓ સ્થગિત કરી દીધી છે. 6 સપ્ટેમ્બરે બપોરે 12.30 થી 7 સપ્ટેમ્બર રાત્રે 11.59 વાગ્યા સુધી કરનાલમાં ઇન્ટરનેટ સેવાઓ બંધ રહેશે.

મળતી માહિતી મુજબ, મંગળવારે કરનાલ જિલ્લામાં કિસાન મહાપંચાયતને ધ્યાનમાં રાખીને, હરિયાણા સરકારે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે આગમચેતીરૂપે ઇન્ટરનેટ સેવાઓ સ્થગિત કરવાની સૂચના આપી છે. આ અંગે માહિતી આપતા એક સરકારી પ્રવક્તાએ જણાવ્યું હતું કે, કરનાલમાં આયોજિત કિસાન મહાપંચાયતને કારણે કાયદો અને વ્યવસ્થામાં અવરોધો આવી શકે છે. ઇન્ટરનેટ સેવાઓનો દુરુપયોગ થવાની સંભાવના છે.

તેમણે કહ્યું કે સોશિયલ મીડિયા દ્વારા મોબાઈલ ફોન દ્વારા અફવાઓ ફેલાવી શકાય છે જે જાહેર સંપત્તિ અને સુવિધાઓને નુકસાન પહોંચાડી શકે છે. કરનાલમાં સુરક્ષા અને કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે, રાજ્યના ગૃહ વિભાગના સચિવ, દ્વારા ઇન્ટરનેટ સેવાઓ બંધ કરવા સૂચના આપી છે.

રાજ્યના ગૃહ વિભાગ દ્વારા એસએમએસ સહિતની તમામ ડોંગલ સેવાઓ સ્થગિત કરવાની સૂચનાઓ પણ આપવામાં આવી છે. નોંધનીય છે કે, કરનાલની આ કિસાન મહાપંચાયત એવા સમયે યોજાવા જઈ રહી છે જ્યારે તાજેતરમાં એક સરકારી અધિકારીના નિવેદનને લઈને હંગામો થયો હતો. ખેડૂત નેતાઓએ અધિકારી સામે મોરચો ખોલ્યો હતો, જ્યારે સરકારે અધિકારીની બદલી કરી હતી.

Technology / ચંદ્રયાન -2 ના ડેટા ખૂબ જ ઉત્સાહક હતા, ચંદ્રની ભ્રમણકક્ષામાં બે વર્ષ પૂર્ણ કર્યા, 9,000 થી વધુ ભ્રમણકક્ષા પૂર્ણ કરી

વેક્સિનેશન / ભારતમાં 11 દિવસમાં ત્રીજીવાર એક કરોડ લોકોને રસી અપાઇ,અત્યાર સુધી કુલ 69.68 કરોડ લોકોને રસી આપવામાં આવી