Not Set/ #Karnataka/ દારૂ પાછળ લોકો કેટલા પાગલ થઇ ગયા છે અને કેવી-કેવી યુક્તિ ચલાવી રહ્યા છે, આ Photos માં જુઓ

દેશમાં કોરોના વાયરસને રોકવા માટે લોકડાઉનને આગળ 17 મે સુધી ચાલુ રાખવામાં આવ્યુ છે. પરંતુ લોકડાઉનનો ત્રીજો તબક્કો શરૂ થાય તે પહેલા સરકાર દ્વારા કેટલીક રાહત કેટલી છૂટ આપવામાં આવી છે. સોમવારે દેશનાં અલગ-અલગ રાજ્યોમાં દારૂની દુકાનોને ખોલવાની પરવાનગી આપવામાં આવી હતી. જે સાંભળ્યા બાદ લોકો મધમાખીનાં ટોળાની જેમ ઘરની બહાર નીકળવા લાગ્યા હતા અને […]

India
f88618e92cd660a923a08fa0320a80e7 1 #Karnataka/ દારૂ પાછળ લોકો કેટલા પાગલ થઇ ગયા છે અને કેવી-કેવી યુક્તિ ચલાવી રહ્યા છે, આ Photos માં જુઓ

દેશમાં કોરોના વાયરસને રોકવા માટે લોકડાઉનને આગળ 17 મે સુધી ચાલુ રાખવામાં આવ્યુ છે. પરંતુ લોકડાઉનનો ત્રીજો તબક્કો શરૂ થાય તે પહેલા સરકાર દ્વારા કેટલીક રાહત કેટલી છૂટ આપવામાં આવી છે. સોમવારે દેશનાં અલગ-અલગ રાજ્યોમાં દારૂની દુકાનોને ખોલવાની પરવાનગી આપવામાં આવી હતી. જે સાંભળ્યા બાદ લોકો મધમાખીનાં ટોળાની જેમ ઘરની બહાર નીકળવા લાગ્યા હતા અને થોડા જ કલાકોમાં દેશનાં અલગ-અળગ રાજ્યોથી સમાચાર સામે આવ્યા કે લોકો મોટી સંખ્યામાં દારૂની દુકાને દારૂ લેવા માટે આવી રહ્યા છે, જ્યા તેઓ સોશિયલ ડિસ્ટેંસિંગનું પાલન કરી રહ્યા નથી. તે બાદ ઘણી જગ્યાએ પોલીસને સોશિયલ ડિસ્ટેંસિંગનું પાલન કરવા કડક થવુ પડ્યું હતુ. આજે સવારે કર્ણાટકમાંથી દારૂની દુકાની બહાર કઇક એવા દ્રશ્યો જોવા મળ્યા જે જોઇને તમને નવાઇ લાગશે.

સમાચાર સામે આવ્યા છે કે, અહી ઘણા લોકોએ દારૂની દુકાન ખુલે તે પહેલા લાઈનમાં ઉભા રહેવા માટેનાં ચોરસ બોક્સમાં પોતાની બોટલ, હેલ્મેટ, સ્લીપર અને બેગ્સ જેવી અલગ-અલગ વસ્તુઓને મૂકી દીધી છે. જેથી તેમને આ લાઇનમાં ઉભા રહેવાની જરૂર ન પડે અને તેમનો નંબર જલ્દી આવે. તમે દ્રશ્ય જોઇ શકો છો કે દુકાન હજુ ખુલી નથી અને દુકાનની બહાર લાઇનમાં ઉઊભા રહેવા માટેનાં ચોરસ બોક્સ બનાવવામાણ આવ્યા છે, જેમા લોકોએ પોતાની બુદ્ધિનો પૂરો ઉપયોગ કરતા અલગ-અલગ વસ્તુઓ મૂકી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.