કોરોના સંક્રમણ/ કર્ણાટકના CM યેદુયુરપ્પાને ફરી એકવાર થયો કોરોના, કરાયા હોસ્પિટલમાં દાખલ

કર્ણાટકના મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પા ફરી એકવાર કોરોના પોઝિટિવ બન્યા છે. તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 

Top Stories India
A 232 કર્ણાટકના CM યેદુયુરપ્પાને ફરી એકવાર થયો કોરોના, કરાયા હોસ્પિટલમાં દાખલ

કર્ણાટકના મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પા ફરી એકવાર કોરોના પોઝિટિવ બન્યા છે. તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મુખ્યમંત્રીએ ટિ્‌વટ કરીને જણાવ્યું કે, હળવો તાવ આવ્યા બાદ મારો કોતોના ટેસ્ટ કરાવવામાં આવ્યો અને મારો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. જો કે, હું ઠીક છું, ડોકટરોની સલાહથી મને બેંગલુરુની મણિપાલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. હું તે બધાને વિનંતી કરું છું કે જેઓ થોડો દિવસથી મારા સાથે સંપર્કમાં આવ્યા છે. તેઓએ જાગ્રત રહેવું જોઈએ અને ક્વોરૅન્ટીન રહેવું જોઈએ. ”

આપને જણાવી દઈએ કે અગાઉ યેદિયુરપ્પાની કોરોના રિપોર્ટ ગયા વર્ષે 2 ઓગસ્ટે પોઝિટીવ આવ્યો હતો.

આ પણ વાંચો : આતંકીઓની પ્રશંસા કરવી આ મહિલા SPOને પડ્યું ભારે, અંતે કરાયા સસ્પેન્ડ

આપને જણાવી દઇએ કે આ પહેલા ગયા વર્ષે 2 ઓગસ્ટે 77 વર્ષીય યેદિયુરપ્પાનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. તે પછી પણ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પાછળથી કોરોના રિપોર્ટ નેગેટીવ આવ્યા બાદ તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.

આ પણ વાંચો : પાકિસ્તાનમાં સોશિયલ મીડિયા પર Ban, ગૃહયુદ્ધ તરફ વધી રહ્યો છે દેશ

જણાવીએ કે કર્ણાટકમાં કોરોનાના નવા કેસ સતત વધી રહ્યા છે. ગુરુવારે રાજ્યમાં 14,738 નવા કેસ નોંધાયા હતા અને 66 દર્દીઓનાં મોત નીપજ્યાં હતાં. આરોગ્ય વિભાગે કહ્યું કે કર્ણાટકમાં ચેપગ્રસ્ત લોકોની કુલ સંખ્યા 11.09 લાખ થઈ ગઈ છે અને અત્યાર સુધીમાં 13,112 લોકોનાં મોત નીપજ્યાં છે. બુધવારે રાજ્યમાં ચેપના 11,265 કેસ છે.

આ પણ વાંચો :મોનસૂનને લઈ મોસમ વિભાગે લગાવ્યું અનુમાન, જાણો, વરસાદનો કેવો રહેશે આસાર

આ પણ વાંચો :મિઝોરમમાં કોરોના સંક્રમણના કેસોમાં સતત થઇ રહ્યો છે વધારો