બેંગ્લોર/ વેલેન્ટાઇન ડે પર ભાજપ-કોંગ્રેસ વચ્ચે ગઠબંધન…

વેલેન્ટાઇન ડે પર ભાજપ-કોંગ્રેસ વચ્ચે ગઠબંધન…

India Trending
લગ્ન વેલેન્ટાઇન ડે પર ભાજપ-કોંગ્રેસ વચ્ચે ગઠબંધન...

ભાજપ નેતાના પૌત્ર સાથે કોંગ્રેસ નેતાની પુત્રીનું ‘ગઠબંધન’

બંને લગ્ન બંધનમાં જોડાયા

ચૂંટણી ક્ષેત્રે ભાજપ અને કોંગ્રેસ વચ્ચેના જોડાણ વિશે તમે ભાગ્યે જ સાંભળ્યું હશે, પરંતુ અંગત જીવનમાં આ શક્ય બન્યું છે. હા, કોંગ્રેસ નેતાની પુત્રી અને ભાજપ નેતાના પૌત્રએ પ્રેમનું ગઠબંધન રચ્યું છે. વેલેન્ટાઇન ડે નિમિત્તે બંને લગ્ન બંધનમાં બંધાઈ ગયા છે. કર્ણાટક કોંગ્રેસના નેતા અને પ્રદેશ અધ્યક્ષ ડી.કે.શિવકુમાર અને ભાજપના નેતા એસ.એમ. કૃષ્ણા બંને પરિવારો એક બન્યા છે. ગઈકાલે એક બીજાના સબંધી બન્યા હતા.

કોંગ્રેસ નેતા અને કર્ણાટક પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ ડી.કે.શિવકુમારની પુત્રીના લગ્ન વેલેન્ટાઇન ડે પર થયા હતા. જાણીતા કોફી ચેન સીસીડીના દિવંગત સ્થાપક વીજી સિદ્ધાર્થના પુત્ર અમૃત હેગડે સાથે તેમની પુત્રી ઐશ્વર્યા ના લગ્ન થયા છે. અમૃત હેગડે ભાજપના વરિષ્ઠ નેતા એસ.એમ. કૃષ્ણાના પૌત્ર છે.

લગ્ન સમારોહ કર્ણાટકના બેંગલુરુમાં એક ખાનગી હોટલમાં યોજાયો હતો. કર્ણાટકના મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પા અને પૂર્વ મુખ્યમંત્રી એચડી કુમારસ્વામી પણ સમારોહમાં પહોંચ્યા હતા. મળતી માહિતી મુજબ બંનેના લગ્ન પરંપરાગત રીતે થયા છે. આ કાર્યક્રમમાં ઘણા કોંગ્રેસ અને ભાજપના નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા, જેમણે વરવધુને આશીર્વાદ આપ્યા હતા.

Jammu / પુલવામા હુમલાની વરસી પર ટળ્યો મોટો આતંકી હુમલો, બસ સ્ટેન્ડમાંથી મળ્યો 7 કિલો lED

Political / એકવાર ફરી નજરકેદ કરવામાં આવ્યા ઉમર અબ્દુલ્લા, ટ્વીટ કરી આપી જાણકારી

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ 

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ