Not Set/ કર્ણાટકથી નિકળેલી હવા પહોચી ગોવા, કોંગ્રેસનાં 10 ઘારાસભ્યોએ હાથ છોડી કમલનો ખેસ કર્યો ધારણ

કહેવાય છે કે ઘરકા ભેદી લંકા ઢાએ, કઇક આવી જ ઘટના છેલ્લા ઘણાન દિવસોથી કર્ણાટકમાં જોવા મળી રહી છે. જ્યા જંગ હજુ પૂરી રીતે પૂર્ણ થઇ નથી ત્યારે હવે ગોવામાં પણ તે જ પુનરાવર્તન શરૂ થઇ રહ્યુ છે. કોંગ્રેસનો હાથ છોડી 10 ધારાસભ્યોએ ભાજપનો ખેસ ધારણ કરી દીધો છે. ગુરુવારે કોંગ્રેસનાં 10 ધારાસભ્ય દિલ્હીમાં ભાજપનાં […]

Top Stories India
jp nadda 33 5 1 કર્ણાટકથી નિકળેલી હવા પહોચી ગોવા, કોંગ્રેસનાં 10 ઘારાસભ્યોએ હાથ છોડી કમલનો ખેસ કર્યો ધારણ

કહેવાય છે કે ઘરકા ભેદી લંકા ઢાએ, કઇક આવી જ ઘટના છેલ્લા ઘણાન દિવસોથી કર્ણાટકમાં જોવા મળી રહી છે. જ્યા જંગ હજુ પૂરી રીતે પૂર્ણ થઇ નથી ત્યારે હવે ગોવામાં પણ તે જ પુનરાવર્તન શરૂ થઇ રહ્યુ છે. કોંગ્રેસનો હાથ છોડી 10 ધારાસભ્યોએ ભાજપનો ખેસ ધારણ કરી દીધો છે. ગુરુવારે કોંગ્રેસનાં 10 ધારાસભ્ય દિલ્હીમાં ભાજપનાં કાર્યકારી અધ્યક્ષ જે.પી.નડ્ડા અને ગોવાનાં મુખ્યમંત્રી પ્રમોદ સાવંતની હાજરીમાં ભાજપમાં જોડાઇ ગયા છે.

કોંગ્રેસનાં ધારાસભ્યોનાં ભાજપમાં જોડાવવા પર ગોવાનાં મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે કહ્યુ, કોંગ્રેસનાં ઘણા ધારાસભ્ય ભાજપમાં જોડાઇ ગયા છે. જેમણે ભાજપમાં બિનશરતી જોડાવવાનો નિર્ણય કર્યો છે. અહી કોઇ જ પ્રકારની હોર્સ ટ્રેડિંગ કરવામાં આવી નથી. ગોવા વિધાનસભામાં કોંગ્રેસનાં 15 ધારાસભ્ય હતા જેમા 10 ભાજપમાં જોડાઇ જવાથી હવે 5 ધારાસભ્યો રહી ગયા છે.

દસ ધારાસભ્ય કોંગ્રેસમાં જોડાયા છે તેમના નામ

ફિલિપ નેરી રોડ્રિગેજ, ઇસીડોર ફર્નાડિસ, એનિફર એવં અતાનાસિયો મોનસેરાતે, નીલકંઠ હાલારંકર, વિલ્ફ્રેડ ડી સા, ચંદ્રકાંત કાવલેકર, ફ્રાંસિસ સિલવેરા, અંતોનિયો ફર્નાડિસ અને કલાફાસિયો ડોયસનો સમાવેશ થાય છે.

કોંગ્રેસમાં રહ્યા આ પાંચ ધારાસભ્ય

ગોવામાં કોંગ્રેસની પાસે હવે માત્ર પાંચ જ ધારાસભ્યો રહ્યા છે. જેમા દિગંબર કામત, રવિ નાઇક, અલેક્સો રેજિનાલ્ડો, લુજિન્હો ફલેરિયો અને પ્રતાપ સિંહ રાણે (આ બધા રાજ્યનાં મુખ્યમંત્રી રહી ચૂક્યા છે) નો સમાવેશ થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન