Dharm & Bhakti : હિન્દુ ધર્મમાં પૂર્ણિમાના દિવસને ધાર્મિક અને આધ્યાત્મિક દ્રષ્ટિએ અત્યંત શુભ માનવામાં આવે છે. વર્ષ ભરમાં આવનારી તમામ 12 પૂનમની તિથિઓમાં કાર્તિક પૂર્ણિમા (Kartik Poornima 2026)નું સ્થાન અલગ છે કારણ કે, આ પૂનમના 4 દિવસ અગાઉ ભગવાન વિષ્ણુ (Lord Vishnu) યોગ નિંદ્રામાંથી જાગે છે. વર્ષ 2026માં 24 નવેમ્બરે કાર્તિક પૂર્ણિમા છે. આ દિવસે તુલસી પૂજન (Tulsi Poojan) પણ અત્યંત મહત્વનું હોય છે. આ કાર્તિક પૂર્ણિમાના શુભ દિવસે જ્યોતિષીય દ્રષ્ટિએ પણ શુભ ફળદાયક માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર (Astrology) અનુસાર, આ દિવસે શુભ દિવસ પર ચંદ્રમાને અર્ઘ્ય આપવાથી કુંડળીના અનેક દોષો દૂર થઈ શકે છે. તો ચાલો જાણીએ ચંદ્રને અર્ધ્ય આપવાનો શુભ સમય અને એના લાભ વિશે…

કાર્તિક પૂર્ણિમા 2026ના રોજ ચંદ્રોદય અને અર્ઘ્યનો શુભ સમય (Kartik Poornima 2026 Chandra Arghya)
ચંદ્રોદયનો સમય- 24 નવેમ્બર 2026, સાંજે 04:56 કલાકે
સૂર્યાસ્તનો સમય-24 નવેમ્બર 2026, સાંજે 05:24 કલાકે
ચંદ્રને અર્ઘ્ય આપવાનો શુભ સમય- સૂર્યાસ્ત પછી 05:25 કલાકથી લઈને રાત્રે 08:00 કલાક સુધીનો સમય અર્ઘ્ય આપવા માટે અત્યંત ઉત્તમ રહેશે.

ચંદ્રમાને અર્ઘ્ય આપવાથી આ દોષ થશે દૂર (Chandra Dosh Remedies)
1. ચંદ્ર દોષ
ચંદ્રમાને જ્યોતિષમાં મન, માતા વગેરેનો કારક ગ્રહ માનવામાં આવે છે. કુંડળીમાં ચંદ્રમા જો અનુકૂળ ન હોય તો ચંદ્ર દોષ ઉત્પન્ન થઈ શકે છે. ચંદ્રમા ત્રિક ભાવો 6, 8 અને 12 માં બેસીને દોષ ઉત્પન્ન કરી શકે છે. આ દોષને કારણે મન અશાંત થઈ શકે છે અને કુટુંબ જીવનમાં પણ મુશ્કેલીઓ આવી શકે છે. જો તમે કાર્તિક પૂર્ણિમાના દિવસે શુભ મુહૂર્તમાં ચંદ્રમાને અર્ઘ્ય આપશો તો ચંદ્ર દોષથી તમને મુક્તિ મળી શકે છે.
2. ચંદ્રમા સંલગ્ન ધન દોષ
ચંદ્રમાને આર્થિક ઉન્નતિ આપનાર ગ્રહ પણ માનવામાં આવે છે અને એની વિપરીત પરિસ્થિતિ ધન દોષ ઉત્પન્ન કરી શકે છે. ચંદ્રમા જો બીજા ભાવના સ્વામી બનીને ત્રિક ભાવમાં બેસે અથવા તો ક્રૂર ગ્રહોની સાથે હોય તો ધન સંબંધી સમસ્યાઓ આવી શકે છે. આ સંજોગોમાં તમે જો કાર્તિક પૂર્ણિમાના દિવસે શુભ મુહૂર્તમાં ચંદ્રમાને અર્ઘ્ય આપશો તો ધન દોષથી તમને મુક્તિ મળી શકે છે.
3. ચંદ્ર ગ્રહણ દોષ
ચંદ્ર ગ્રહણ દોષ ત્યારે રચાય છે જ્યારે કુંડળીમાં ચંદ્રમા રાહુ કે કેતુની સાથે બેઠા હોય. આ યોગના કારણે જીવનમાં વારંવાર સમસ્યાઓ આવી શકે છે. જો કે, કાર્તિક પૂર્ણિમા ઉપરાંત વર્ષભરમાં આવતી તમામ પૂર્ણિમાએ જો તમે ચંદ્રમાને અર્ઘ્ય આપશો તો ચંદ્ર ગ્રહણ દોષ દૂર થઇ શકે છે.
શી રીતે આપશો ચંદ્ર દેવને અર્ઘ્ય?
કાર્તિક પૂર્ણિમાની સાંજે લોટામાં શુદ્ધ જળ લો અને એમાં કાચું દૂધ, ફૂલ અને અક્ષત નાખો. શુભ મુહૂર્તમાં જળના આ પાત્રને “ઓમ્ સોં સોમાય નમ:” આ મંત્રનો 11 વાર જાપ કરતા-કરતા ચંદ્રમાને અર્ઘ્ય આપવો. ધ્યાન એ રાખવું કે અર્ઘ્ય આપતી વખતે જળના છાંટા તમારા પગ પર ન પડવા જોઇએ.
Disclaimer: અહિં આપેલી માહિતી ધાર્મિક આસ્થા, જ્યોતિષીય જાણકારી અને લોકમાન્યતાઓ પર આધારિત છે. એનો કોઈ પણ જાતનો વૈજ્ઞાનિક આધાર કે પ્રમાણ નથી.
આ પણ વાંચો:
આ પણ વાંચો:
આ પણ વાંચો:
