Not Set/ કાશ્મીર મુદ્દે મુસ્લિમ રાષ્ટ્રોની ગર્ભિત હિલચાલ, કઇંક ખિચડી પાકી રહી છે !!

સાઉદી અરબ કાશ્મીર મુદ્દા પર મુસ્લિમ દેશોનાં સૌથી મોટા સંગઠન ઇસ્લામિક સહયોગ સંગઠન (OIC)નાં સભ્યોની બેઠક બોલાવવાની યોજના બનાવી રહ્યું છે. પાકિસ્તાની મીડિયા રિપોર્ટ્સ રાજનૈતિક સૂત્રો દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે સાઉદી અરબ કાશ્મીર મુદ્દા પર ચર્ચા માટે ઓઆઈસી દેશોનાં વિદેશ મંત્રીઓની બેઠક બોલાવી શકે છે. સમાચાર પત્ર ડોનનાં રિપોર્ટ પ્રમાણે પાકિસ્તાનનાં વિદેશ મંત્રી […]

Top Stories World
saudi pak કાશ્મીર મુદ્દે મુસ્લિમ રાષ્ટ્રોની ગર્ભિત હિલચાલ, કઇંક ખિચડી પાકી રહી છે !!

સાઉદી અરબ કાશ્મીર મુદ્દા પર મુસ્લિમ દેશોનાં સૌથી મોટા સંગઠન ઇસ્લામિક સહયોગ સંગઠન (OIC)નાં સભ્યોની બેઠક બોલાવવાની યોજના બનાવી રહ્યું છે. પાકિસ્તાની મીડિયા રિપોર્ટ્સ રાજનૈતિક સૂત્રો દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે સાઉદી અરબ કાશ્મીર મુદ્દા પર ચર્ચા માટે ઓઆઈસી દેશોનાં વિદેશ મંત્રીઓની બેઠક બોલાવી શકે છે. સમાચાર પત્ર ડોનનાં રિપોર્ટ પ્રમાણે પાકિસ્તાનનાં વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરૈશીની સાથે મુલાકાત દરમિયાન સાઉદી વિદેશ મંત્રી પ્રિન્સ ફૈઝલ બિન ફરહાન અલ સઉદે કાશ્મીર મુદ્દા પર ચર્ચા કરાવવાનું આશ્વાસન આપ્યું છે.

સંબંધોને રણનૈતિક અને ભાઈચારાવાળા ગણાવ્યા
પ્રિન્સ ફૈઝલે ગુરૂવારનાં પાકિસ્તાનનાં પ્રધાનમંત્રી ઇમરાન ખાનની સાથે પણ મુલાકાત કરી. આ બેઠકમાં પાકિસ્તાનનાં વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરૈશી, વિદેશ સચિવ સોહેલ મહેમૂદ, આઈએસઆઈ ડાયરેક્ટર ફૈઝ હમીદ તેમજ અન્ય વરિષ્ઠ અધિકારી પણ સામેલ થયા. સાઉદીનાં વિદેશ મંત્રીએ મુલાકાત બાદ પાકિસ્તાનની સાથે સંબંધોને રણનીતિ અને ભાઈચારાવાળા ગણાવ્યા.
ક્ષેત્રમાં ભાગેદારીને મજબૂત બનાવશે

વિદેશ મંત્રાયલયે કહ્યું કે, સાઉદી અને પાકનાં વિદેશ મંત્રીઓએ કાશ્મીરનાં મુદ્દા પર ઓઆઈસીની ભૂમિકાને લઇને ઊંડી ચર્ચા કરી. વિદેશ મંત્રી કુરૈશીએ સાઉદીનાં વિદેશ મંત્રી સઉદ સાથે નાગરિકતા કાયદા અને એનઆરસીને લઇને પણ ચર્ચા કરી. સાઉદીનાં વિદેશ મંત્રીએ એ વાતનું પુનરાવર્તન કર્યું કે પાકિસ્તાનનાં હિતો સાથે જોડાયેલા મુદ્દાઓ પર સાઉદી સમર્થન કરશે અને પાકિસ્તાનની સાથે દરેક ક્ષેત્રમાં ભાગેદારીને મજબૂત કરશે.

સાઉદીનાં કહ્યું, ઇમરાન ખાને તુરંત માની પણ લીધું 

સાઉદીનાં પ્રિન્સ ફૈઝલ કુઆલાલંપુર સમિટમાં સામેલ ના થવા માટે પાકિસ્તાનનો આભાર માનવા માટે એકદિવસનાં પ્રવાસે ગયા હતા. ઉલ્લેખનીય છે કે કેટલાક દિવસો પહેલા જ મુસ્લિમ દેશોની આગેવાનીને લઇને સાઉદી અરબ અને મલેશિયા – તુર્કી – પાકિસ્તાનની વચ્ચે ખેંચતાણ જોવા મળી હતી. મલેશિયાનાં કુઆલાલંપુરમાં મુસ્લિમોની સમસ્યાઓ પર ચર્ચાને લઇને એક સમિટનું આયોજન થયું હતુ, જેમાં પાકિસ્તાનનાં પીએમ ઇમરાન પણ હાજરી આપવાના હતા. જો કે સાઉદીએ આનો વિરોધ કર્યો અને પાકિસ્તાનાં પીએમ ઇમરાન ખાને આ સમિટમાં જવાનું ટાળ્યું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.