Not Set/ બેરોજગાર થઇ રહેલ મનરેગા મજુરોથી ખેડૂતો સુધી બધા બેહાલ: મોદી સરકારના 4 વર્ષ

નવી દિલ્હી, પીએમ મોદીએ સંસદમાં એમના પહેલા ભાષણમાં ફક્ત ગરીબ, ખેડૂત, ગામ, મજુર અને હાશીયામાં રહેલા લોકો માટે વિકાસની વાત કરતા વિશ્વાસ જગાવ્યો હતો કે, દેશમાં ખેડૂતો અને ગરીબો માટે સારા દિવસો આવવાના છે. પહેલી વખત લાગ્યું હતું કે, ગરીબી હટાઓનો નારો એક જુમલાથી આગળ જશે. પીએમ મોદીએ ખેડૂતો-ગરીબો માટે ઘણી યોજનાઓ આપી હતી. સોઇલ […]

Top Stories Trending
http 2F2Fi.huffpost.com2Fgen2F44589162Fimages2Fn NARENDRA MODI બેરોજગાર થઇ રહેલ મનરેગા મજુરોથી ખેડૂતો સુધી બધા બેહાલ: મોદી સરકારના 4 વર્ષ

નવી દિલ્હી,

પીએમ મોદીએ સંસદમાં એમના પહેલા ભાષણમાં ફક્ત ગરીબ, ખેડૂત, ગામ, મજુર અને હાશીયામાં રહેલા લોકો માટે વિકાસની વાત કરતા વિશ્વાસ જગાવ્યો હતો કે, દેશમાં ખેડૂતો અને ગરીબો માટે સારા દિવસો આવવાના છે. પહેલી વખત લાગ્યું હતું કે, ગરીબી હટાઓનો નારો એક જુમલાથી આગળ જશે. પીએમ મોદીએ ખેડૂતો-ગરીબો માટે ઘણી યોજનાઓ આપી હતી.

સોઇલ હેલ્થ કાર્ડનું નામ પણ નથી સાંભળ્યું.

હાલ ૪ વર્ષ પછી મોદી સરકાર તેમની ઉપલબ્ધિઓ ગણાવી રહી છે તો પહેલો સવાલ કે શું હકીકતમાં ખેડૂતો-ગરીબોના દિવસો બદલાઈ ગયા? સોઇલ હેલ્થ કાર્ડનો મોદી સરકાર જોર-શોરથી પ્રચાર કરે છે. પરંતુ બીજેપી શાસિત રાજસ્થાનના શ્રીગંગાનગરના ખેડૂતો, યુપીના મેરઠના ખેડૂતો, છતીસગઢની ધુસેરા ગામના ખેડૂતો એવા છે.

જેમણે આજ સુધી સોઇલ હેલ્થ કાર્ડનું નામ પણ નથી સાંભળ્યું. સમસ્યા કોઈ એક યોજનાની નથી જે સફળ નથી થઇ. ફસલ વીમા યોજના વિશે પણ સરકાર ખુબ પ્રચાર કરી રહી છે પરંતુ સત્ય એ છે કે થોડા રૂપિયા સુધી વળતર આપવીને આ યોજના અટકી ગઈ.

મોદી સરકારનો દાવો ખેડૂતોની આવક બે-ગણી.

પીએમ મોદી સરકારનો દાવો ખેડૂતોની આવક બે-ગણી કરવાનો હતો પરંતુ ખેડૂતોને તેમના પાકની પૂરી કિંમત પણ નથી મળતી. મધ્યપ્રદેશમાં જ્યાં ન્યુનતમ સમર્થન ભાવ પર પાકની ખરીદી થઇ રહ્યાનો વિરોધ છે અને ખેડૂતોને પાંચ-પાંચ દિવસ લાઈનમાં ઉભું રહેવું પડે છે.

ખેડૂતોની આવક બે-ગણી કરવાનું વચન કઈ રીતે સાચું થયું એ મોટી વાત છે. એક બીજો પણ સવાલ છે કે હાલત બદલાયા તો ક્યાં બદલાયા કારણકે ખેડૂતોની આત્મહત્યા મોદી રાજમાં બંધ નથી થઇ પરંતુ વધી ગઈ છે.

વર્ષ ૨૦૧૪-૧૫માં ૦.૨ ટકા કૃષિ દર.

કૃષિ વિકાસદરના આંકડા જોઇને પણ એવું નથી લાગતું જેને કઈ ક્રાંતિકારી માની શકાય. વર્ષ ૨૦૧૪-૧૫માં ૦.૨ ટકા કૃષિ દર છે જયારે ૨૦૧૫-૧૬માં ૧.૨ ટકા કૃષિ વિકાસદર થયો હતો. વર્ષ ૨૦૧૬-૧૭માં ૪.૯ ટકા કૃષિ વિકાસદર રહ્યો અને ૨૦૧૭-૧૮માં ૨.૧ ટકાનો કૃષિ વિકાસદર સંભાવના છે.

૧૦૦ દિવસનું કામ પણ એક સપનું જ રહ્યું.

મજુરો અને ગરીબોનો પણ આ જ હાલ છે કારણકે મજુરો માટેની મનરેગા સ્કીમમાં પણ ઐતિહાસિક બજેટ આપીને બતાવ્યું હતું કે એમનો હાલ બદલાઈ જશે. પરંતુ સત્ય એ છે કે ૧૦૦ દિવસનું કામ પણ એક સપનું જ રહ્યું.

૧૦ ટકા મજુરોને પણ ૧૦૦ દિવસ કામ મળ્યું નથી, અને જેમને કામ મળ્યું એમને પેમેન્ટ નથી મળતું. ઘણાં રાજ્યો પર મનરેગા મજુરોના કરોડો બાકી છે. ઘોષણાઓનું સત્ય એની જગ્યાએ છે પરંતુ જમીની સત્ય એટલું સોનેરી નથી જેટલો સરકાર દાવો કરે છે, કારણકે  જો આ દાવો સાચો હોતો તો ખેડૂતોએ વારે વારે આંદોલન કરવું ન પડતું.