Bollywood/ કટપ્પાની દીકરી છે એટલી સુંદર કે તમે પણ દેખતા રહી જશો, જુઓ Photos

હિન્દી સિનેમાએ અત્યાર સુધીમાં ઘણી યાદગાર ફિલ્મો દર્શકોને આપી છે. કેટલીક એવી ફિલ્મો છે જે તમારા માટે હંમેશા યાદગાર બની જાય છે.

Entertainment
કટપ્પાની દિકરી

હિન્દી સિનેમાએ અત્યાર સુધીમાં ઘણી યાદગાર ફિલ્મો દર્શકોને આપી છે. કેટલીક એવી ફિલ્મો છે જે તમારા માટે હંમેશા યાદગાર બની જાય છે. વળી, આમાંથી એક ફિલ્મ બાહુબલી છે. આ ફિલ્મ બ્લોકબસ્ટર સાબિત થઈ અને આ ફિલ્મે ઘણા રેકોર્ડ પણ બનાવ્યા.

કટપ્પાની દિકરી

આ પણ વાંચો – Wedding / બે રીતિ-રિવાજ પ્રમાણે થશે વિકી કૌશલ-કેટરિના કૈફના લગ્ન! જાણો શું છે તૈયારીઓ

વળી, આ ફિલ્મમાં પ્રભાસનાં પાત્રનાં ખૂબ વખાણ થયા હતા, આ સાથે, કટપ્પાની ભૂમિકા ભજવનાર અભિનેતા સત્યરાજ પણ રાતો-રાત બધાનાં પ્રિય બની ગયા હતા. જો કે, આજની પોસ્ટમાં અમે તમને તેમના વિશે નહીં પરંતુ તેમની પુત્રી વિશે જણાવવાનાં છીએ. બાહુબલી ફિલ્મને ભાગ્યે જ કોઈ ભૂલી શકે છે. બાહુબલી જેવી ફિલ્મો ખૂબ આગળ વધે છે. પ્રભાસ સ્ટારર આ ફિલ્મની સ્ટોરીથી લઈને તેના કેરેક્ટર સુધી લોકોને ખૂબ જ પસંદ આવ્યા છે. બાહુબલી ફિલ્મને સફળ બનાવવામાં કટપ્પાનું બહુ મોટું યોગદાન હતું. આજે ફિલ્મમાં કટપ્પાની ભૂમિકા ભજવનાર અભિનેતા સત્યરાજની દીકરી પણ સુંદરતામાં ઓછી નથી. ચાલો તમને તેમની પુત્રી વિશે જણાવીએ.

કટપ્પાની દિકરી

કટપ્પા ઉર્ફે સત્યરાજની દીકરીનું નામ દિવ્યા સત્યરાજ છે અને તે રિયલ લાઈફમાં ખૂબ સારી વ્યક્તિ છે. દિવ્યા ફિલ્મી દુનિયાથી દૂર રહીને સામાજિક કાર્યો દ્વારા લોકોને મદદ કરે છે. દિવ્યા તેના ઉમદા કાર્યોને કારણે વિશ્વભરમાં પ્રખ્યાત છે. આપને જણાવી દઈએ કે, સ્વાસ્થ્ય જાગૃતિનાં ક્ષેત્રમાં તેમના કામ માટે તેમને ઘણા મોટા પુરસ્કારોથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે.

કટપ્પાની દિકરી

આ પણ વાંચો – Wedding / વિકી કૌશલના ઘરે સફેદ સાડીમાં સજી ધજી પહોંચી કેટરીના કૈફ, પરિવારના સભ્યો પણ સાથે જોવા મળ્યા

દિવ્યા વ્યવસાયે ન્યુટ્રિશનિસ્ટ છે અને તે એક NGO પણ ચલાવે છે, જેના દ્વારા તે ગરીબ અને લાચાર લોકોની મદદ કરે છે. આટલું જ નહીં, દિવ્યાએ સ્વાસ્થ્ય સમસ્યાઓને ધ્યાનમાં રાખીને PM મોદીને પત્ર પણ લખ્યો છે.

કટપ્પાની દિકરી

આપને જણાવી દઈએ કે, કટપ્પાની દીકરી સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ છે અને પોતાની ગ્લેમરસ તસવીરો પણ શેર કરે છે. તેની સુંદરતા અને તેની શૈલી સામે ફિલ્મી સુંદરીઓ પણ નિષ્ફળ જાય છે. તેને ઈન્સ્ટાગ્રામ પર 92 હજારથી વધુ લોકો ફોલો કરે છે.