Politics/ કેજરીવાલ અમદાવાદની મુલાકાતે, શું ઈશુદાન ગઢવી જોડાશે AAP માં? ચર્ચાનો દૌર શરૂ

આજે દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અમદાવાદની મુલાકાતે પધાર્યા છે. આજે સવારે અમદાવાદનાં એરપોર્ટ પર અરવિંદ કેજરીવાલનું આગમન થતા આપ નાં કાર્યકર્તાઓ અને અગ્રણીઓએ તેમનુ સ્વાગતુ કર્યુ હતુ. 

Ahmedabad Top Stories Gujarat
1 418 કેજરીવાલ અમદાવાદની મુલાકાતે, શું ઈશુદાન ગઢવી જોડાશે AAP માં? ચર્ચાનો દૌર શરૂ

આજે દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અમદાવાદની મુલાકાતે પધાર્યા છે. આજે સવારે અમદાવાદનાં એરપોર્ટ પર અરવિંદ કેજરીવાલનું આગમન થતા આપ નાં કાર્યકર્તાઓ અને અગ્રણીઓએ તેમનુ સ્વાગતુ કર્યુ હતુ.

અમદાવાદ / CM અરવિંદ કેજરીવાલ આજે અમદાવાદની મુલાકાતે, 2022 વિધાનસભાની ચૂંટણી અંગે નેતાઓ સાથે કરશે ચર્ચા

આપને જણાવી દઇએ કે, ગુજરાતમાં 2022 માં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જેને લઇને AAP એ પોતાની તૈયારીઓ અત્યારથી જ શરૂ કરી દીધી છે. જણાવી દઇએ કે, આ પહેલા રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કેજરીવાલની આમ આદમી પાર્ટીએ સરપ્રાઇઝ પ્રદર્શન કર્યુ હતુ. જે બાદ એવી ચર્ચાઓ તેજ થઇ હતી કે ગુજરાતમાં લોકો હવે ભાજપની સત્તાથી ઉબી ગયા છે. અને હવે લોકો આમ આદમી પાર્ટીને તેના વિકલ્પ તરીકે માની રહ્યા છે. જણાવી દઇએ કે, સુરત મનપામાં જે રીતે આમ આદમી પાર્ટીએ પ્રદર્શન કર્યુ છે તેણે રાજનીતિક પંડિતોને પણ વિચારવા મજબૂર કરી દીધા છે. જે બાદ હવે આમ આદમી પાર્ટીની નજર આગામી વિધાનસભા ચૂંટણી 2022 પર રહે તે સ્વાભાવિક છે. સુત્રોનાં જણાવ્યા અનુસાર 2022 ની તૈયારીઓની શરૂઆત માટે દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અમદાવાદમાં આવ્યા છે. આજ કારણ છે કે તેમનો આ ગુજરાત પ્રવાસ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. વળી બીજી તરફ એવુ પણ કહેવામાં આવી રહ્યુ છે કે મીડિયા જગતનો એક પ્રખ્યાત ચહેરો રહી ચુકેલા ઈશુદાન ગઢવી આજે સત્તાવાર રીતે આમ આદમી પાર્ટીને જોઇન કરી શકે છે. જણાવી દઇએ કે, અરવિંદ કેજરીવાલ સરકીટ હાઉસ ખાતે આપનાં અગ્રણીઓ સાથે મુલાકાત કરશે ત્યારબાદ પત્રકાર પરિષદ યોજશે. વળી પત્રકાર પરિષદ બાદ તેઓ નવ નિર્મિત આપ નાં પ્રદેશ કાર્યાલયનું ઉદ્ધાટન પણ કરશે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…

પરિણામોનો રોડ મેપ / CBSE ધોરણ 10, 11 અને 12 માં પૂર્વબોર્ડના પરિણામો થશે નિર્ધારિત, સુપ્રીમમાં રોડ મેપ સોંપસે સમિતિ

આપને જણાવી દઇએ કે, છેલ્લા 16 વર્ષનાં પત્રકારત્વને અલવિદા કહ્યા બાદ ઈશુદાન ગઢવીએ આખરે રાજનીતિમાં આવવાનો નિર્ણય કર્યો છે. ત્યારે આ પહેલા મંતવ્ય ન્યૂઝને આપેલા ઈન્ટરવ્યુમાં ઈશુદાને રાજનીતિમાં રહેલી ગંદકીને દૂર કરી જનતાનો અવાજ બનવાની વાતને સ્વીકારી હતી. આ ઈન્ટરવ્યુમાં તેમના દ્વારા કયા પક્ષમાં તે જોડાવાનાં છે તે વિશે તો તેમણે જણાવ્યુ નહોતુ પરંતુ જે પ્રકારે તેમના શબ્દો હતા તે જોતા ચર્ચાઇ રહ્યુ છે કે તેઓ આજે આમ આદમી પાર્ટીમાં જોડાઇ શકે છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…

kalmukho str 8 કેજરીવાલ અમદાવાદની મુલાકાતે, શું ઈશુદાન ગઢવી જોડાશે AAP માં? ચર્ચાનો દૌર શરૂ