Junagadh News/ ખેતરમાં કામ કરતા ખેડૂત પર દીપડાનો હુમલો, કોયલાણા ગામમાં ભયનો માહોલ

Keshod Leopard Attack: કોયલાણા ગામે ખેતરમાં કામ કરતા ખેડૂત પર દીપડાએ હુમલો કરતાં તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. ગ્રામજનોએ 24 કલાકમાં દીપડાને પકડવાની માગ કરી છે.

Top Stories Gujarat Others
Keshod Leopard Attack: કોયલાણા ગામમાં ખેડૂત પર દીપડાનો હુમલો, 24 કલાકનું અલ્ટિમેટમ

Junagadh News: જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના કોયલાણા ગામમાં દીપડાના હુમલાની ઘટના (Keshod Leopard Attack) સામે આવી છે. ખેતરમાં કામ કરી રહેલા ખેડૂત ગંભીર સિંહ રાયજાદા પર દીપડાએ અચાનક હુમલો કરતાં તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. ઘટનાને પગલે ખેડૂતો અને ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો છે. ઈજાગ્રસ્ત ખેડૂતને પ્રથમ કેશોદ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. ત્યારબાદ વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

Keshod Leopard Attack: રસ્તા પરથી આવીને દીપડાએ કર્યો હુમલો

હુમલામાં ઈજાગ્રસ્ત થયેલા ગંભીર સિંહ રાયજાદાએ જણાવ્યું હતું કે, તેઓ વાડીમાં ખેતીનું કામ કરી રહ્યા હતા ત્યારે અચાનક દીપડો રસ્તા પરથી આવીને તેમના પર તૂટી પડ્યો હતો. તેમની વાડી રસ્તાની બાજુમાં આવેલી છે. અગાઉ પણ આ વિસ્તારમાં દીપડો આવતો હોવાની ચર્ચા હતી, પરંતુ રાત્રિના સમયે આવતો હોવાથી તેનો સામનો થયો નહોતો.

ખેડૂતના જણાવ્યા મુજબ, હુમલો કર્યા બાદ દીપડો ગેલાણા-રેવદ્રાણી રસ્તા નજીક આવેલી નદી તરફ જતો રહ્યો હતો. અગાઉ પણ એક-બે વખત રાત્રિના સમયે દીપડો જોવા મળ્યો હતો.

24 કલાકમાં દીપડાને પાંજરે પૂરવાની માગ

સ્થાનિક રહેવાસી ખુમાણસિંહ રાયજાદાએ જણાવ્યું હતું કે, સવારે વાડીમાં અચાનક દીપડો આવી ચડ્યો હતો અને તેમના ભાઈ પર હુમલો કર્યો (Wildlife Attack) હતો. અગાઉ પણ દીપડો આ વિસ્તારમાં આવતો હતો, પરંતુ રાત્રિના સમયે હોવાથી તેની જાણ થઈ નહોતી.

તેમણે વન વિભાગના કર્મચારીઓને તાત્કાલિક પાંજરું મૂકીને દીપડાને પકડવાની વિનંતી કરી હતી. તેમના જણાવ્યા મુજબ, છેલ્લા 15થી 20 દિવસથી આ સમસ્યા ચાલી રહી છે. દીપડાના ભયને કારણે ખેડૂતો ખેતરે જતાં ડરી રહ્યા છે અને ખેતરમાં કામ ન થઈ શકતાં પાક સુકાઈ જવાની સ્થિતિ સર્જાઈ છે.

ખેતરમાં જતાં પણ ખેડૂતોમાં ડર

ઈજાગ્રસ્ત ખેડૂતના સગા બળભદ્રસિંહ રાયજાદાએ જણાવ્યું હતું કે, તેમના કાકા ગંભીર સિંહ વાડીમાં કામ કરી રહ્યા હતા ત્યારે દીપડાએ અચાનક હુમલો કર્યો હતો. આ હુમલામાં તેમના મોઢાના ભાગે ઈજા થઈ (Farmer Injured) હતી.

તેમણે જણાવ્યું કે, છેલ્લા 15થી 20 દિવસથી આ વિસ્તારમાં દીપડાની અવરજવર હોવાની આશંકા હતી. અગાઉ પાણખાણની સીમમાં પણ દીપડાની હાજરી જોવા મળી હતી. આજે સવારે આશરે 9 વાગ્યે હુમલાની ઘટના બની હતી.

બળભદ્રસિંહે વન વિભાગ (Gujarat Forest Department) સમક્ષ આગામી 24 કલાકમાં દીપડાને પકડી પાડવાની માગ કરી છે, જેથી અન્ય કોઈ વ્યક્તિ પર હુમલો ન થાય. હાલ દીપડાના ભયને કારણે ખેડૂતોને ખેતરે જવામાં મુશ્કેલી પડી રહી છે.


આ પણ વાંચો: ઉનાના નાદણમાં વાડીમાં રમતા 9 વર્ષના બાળક પર દીપડાનો હુમલો

આ પણ વાંચો: બોડેલીના વાજપુરમાં દીપડાનો હુમલો, 100 મીટર ઢસડ્યા બાદ બાળકીનું મોત

આ પણ વાંચો: વિસાવદરના જાંબુડી ગામે વૃદ્ધા પર દીપડાનો હુમલો: 18 ફૂટની દીવાલ કૂદી ઘરમાં ઘૂસ્યો, ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાયા