RIP/ કેશુભાઇ પટેલનો પાર્થિવ દેહ પહોંચ્યો તેમના નિવાસસ્થાને

ગુજરાતમાં ભાજપનાં દિગ્ગજ નેતા તરીકે ઓળખાતા કેશુભાઈ પટેલનું આજે અવસાન થયુ છે. ગુરુવારે સવારે શ્વાસ લેવામાં તકલીફ થતાં કેશુભાઇ પટેલને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા

Top Stories Gujarat
db 33 કેશુભાઇ પટેલનો પાર્થિવ દેહ પહોંચ્યો તેમના નિવાસસ્થાને

ગુજરાતમાં ભાજપનાં દિગ્ગજ નેતા તરીકે ઓળખાતા કેશુભાઈ પટેલનું આજે અવસાન થયુ છે. ગુરુવારે સવારે શ્વાસ લેવામાં તકલીફ થતાં કેશુભાઇ પટેલને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધો હતો, કેશુભાઇ પટેલ 92 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધો હતો, તેઓ 1995 અને 1998 માં રાજ્યનાં મુખ્યમંત્રી તરીકે સેવા આપી રહ્યા હતા. તેમના દીકરાએ તેમના મોતની પુષ્ટિ કરતા કહ્યું કે, કોરોના વાયરસને પરાજિત કર્યા પછી પણ તેમની તબિયતમાં સુધારો થયો નહતો.

કેશુભાઈ પટેલનો પાર્થિવદેહ તેમના નિવાસસ્થાને પહોંચ્યો છે. ઉલ્લેખનીય છે કે, આજે સવારે તેમને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી, ત્યારબાદ તેમને હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા પરંતુ તેમને બચાવી શકાયા નહીં. આપને જણાવી દઈએ કે, કેશુભાઈ પટેલ સપ્ટેમ્બર મહિનામાં કોરોનાથી સંક્રમિત થયા હતા, જોકે તેઓ કોરોનાથી ઠીક થઇ ગયા હતા. રાજ્યનાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કેશુભાઇ પટેલનાં પરિવાર સાથે વાત કરી હતી અને દુઃખ વ્યક્ત કર્યું હતું.