ગુજરાત/ કેવડિયા રેલવે સ્ટેશન હવે જાણો ક્યાં નામથી ઓળખાશે…..

પરવાસીઓ અને મુલાકાતીઓની પહેલી પસંદ પૂછવામાં આવે તો હવે કેવડીયા નામ લેવાઈ રહ્યું છે. અહીં અનેક ફરવા, માણવા અને જોવા લાયક સ્થળો ઉભા કરાયા છે

Gujarat
Untitled 20 કેવડિયા રેલવે સ્ટેશન હવે જાણો ક્યાં નામથી ઓળખાશે.....

વિશ્વસ્તરે ખ્યાતિ મળ્યા બાદ કેવડિયાની ઓળખ બદલાઈ છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યા બાદ કેવડિયા વિશ્વ ફલક પર ચમક્યું છે. ત્યારે કેવડિયાના રેલવે સ્ટેશનને નવુ નામ મળ્યું છે. નર્મદા કેવડિયા રેલવે સ્ટેશનનું નવું નામ એકતાનગર કરવામાં આવ્યું છે. રેલવે સ્ટેશન પર એકતાનગરનું બોર્ડ ભરાવવામાં આવ્યું. નામ બદલવા માટે જિલ્લા કલેકટર કચેરીથી સંપૂર્ણ પ્રક્રિયા કરવામાં આવી હતી. કેવડિયા ગ્રામ પંચાયતમાં ઠરાવ બાદ નામ બદલવામાં આવ્યું છે. ત્યારે કેવડિયામાં રેલવે સ્ટેશન પર એકતા નગરના બોર્ડ લગાવી દેવામાં આવ્યા છે.

પ્રવાસીઓ અને મુલાકાતીઓની પહેલી પસંદ પૂછવામાં આવે તો હવે કેવડીયા નામ લેવાઈ રહ્યું છે. અહીં અનેક ફરવા, માણવા અને જોવા લાયક સ્થળો ઉભા કરાયા છે. જેને કારણે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર રેલવે સેવા ઉભી કરવામાં આવી છે, જેથી મુસાફરો રેલવે દ્વારા કેવડિયા સુધી પહોંચી શકે. પ્રધાનમંત્રી મોદી નવી કેવડિયા-વડોદરા રેલવે લાઇન અને કેવડિયા રેલવે સ્ટેશનનું ઇ-લોકાર્પણ કરાયુ હતું.

આ પણ વાંચો:આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ / કેવડીયા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 10મી એ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાશે

કેવડિયા દેશનું પ્રથમ ઈકો ફ્રેન્ડલી રેલવે સ્ટેશન છે. જ્યાં દેશના પ્રથમ ઇકો ફ્રેન્ડલી રેલવે સ્ટેશનમાં વીજ લાઇન સાથે સોલાર સિસ્ટમ લગાડવામાં આવી છે, જેના થકી આખું રેલવે સ્ટેશન સોલાર પાવરથી ચાલશે. સોલાર પાવરથી 200 કિલો વોટનું વીજ ઉત્પાદન કરી શકાય છે.

રેલવે સ્ટેશન પર એકતાનગર નું બોર્ડ ગુજરાતી, અંગ્રેજી અને હિન્દીમાં લગાવી દેવામાં આવ્યું છે. જોકે સ્ટેશનની ત્રણ માળની ગ્રીન બિલ્ડીંગ ઉપર હજી કેવડિયા જ નામકરણ જોવા મળી રહ્યું છે. માત્ર સ્ટેશનના તમામ પ્લેટફોર્મના બન્ને છેડા એકતા નગરના બોર્ડ લગાવી દેવાયા છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારમાં અત્યાર સુધી દેશમાં અલ્હાબાદ રેલવે સ્ટેશનનું પ્રયાગરાજ, હબીબગંજનું રાણી કમલાપતિ, ફૈઝાબાદનું અયોધ્યા કેન્ટ રેલવે સ્ટેશન નામ કરવામાં આવ્યું હતું. હવે દેશના પેહલા ગ્રીન અને ફાસ્ટેટ નિર્માણ પામેલા કેવડિયા રેલવે સ્ટેશનનું નામ એકતા નગર કરી દેવાયું છે.સ્ટેચ્યુ ઓફ યુનિટી અને ત્યારબાદ કેવડિયા રેલવે સ્ટેશન સમયે જ રાષ્ટ્રપતિ રામનાથ કોવિદ, PM નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી, ગૃહમંત્રી સહિતે ભવિષ્યના ભારતનું કેવડિયા SOU એકતા નગર બની રેહશેનું ભવિષ્ય આંકવામાં આવ્યું હતું. જે આજે સાચું પડ્યું છે.

આ પણ  વાંચો:આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ / કેવડીયા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 10મી એ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાશે