કાર્યવાહી/ ખંભાત રૂરલ પોલીસે ત્રણ વાહનચોરની કરી ધરપકડ

વડોદરા શહેર અને વડોદરા ગ્રામ્યમાં ચોરી કરેલ મોટરસાઇકલ ચોર ખંભાત રૂલર પોલીસના હાથે ઝડપાયા છે. મળતી માહિતી પ્રમાણે, ઉંદેલ ગામમાં ચોરીના મોટરસાઇકલ વેચાણ માટે મૂકવામાં આવ્યા હોવાની બાતમી  ખંભાત રૂલર પોલીસસ્ટેશનને મળતા ચેકિંગ હાથ ધરાયું હતું. જેમાં જીલુભા પ્રતાપસિંહ ચાવડાના ઘરે થી પાંચ  મોટરસાઇકલ, સોહીલ ઉર્ફે બાટલી અમીરભાઈ મલેકના ઘરેથી ચાર  મોટરસાઇકલ, ગજેન્દ્ર ઉર્ફે જગદીશભાઈ […]

Gujarat
IMG 20210520 204000 ખંભાત રૂરલ પોલીસે ત્રણ વાહનચોરની કરી ધરપકડ

વડોદરા શહેર અને વડોદરા ગ્રામ્યમાં ચોરી કરેલ મોટરસાઇકલ ચોર ખંભાત રૂલર પોલીસના હાથે ઝડપાયા છે. મળતી માહિતી પ્રમાણે, ઉંદેલ ગામમાં ચોરીના મોટરસાઇકલ વેચાણ માટે મૂકવામાં આવ્યા હોવાની બાતમી  ખંભાત રૂલર પોલીસસ્ટેશનને મળતા ચેકિંગ હાથ ધરાયું હતું. જેમાં જીલુભા પ્રતાપસિંહ ચાવડાના ઘરે થી પાંચ  મોટરસાઇકલ, સોહીલ ઉર્ફે બાટલી અમીરભાઈ મલેકના ઘરેથી ચાર  મોટરસાઇકલ, ગજેન્દ્ર ઉર્ફે જગદીશભાઈ ગેલમસિંહ ચાવડાના ઘરેથી ત્રણ  મોટરસાઇકલ કુલ મળીને 12 મોટરસાઇકલ પોલીસને મળી આવી હતી. મળી આવેલ  મોટરસાઇકલની તપાસ  કરતાં ચોરીનું હોવાનું સામે આવ્યું હતું. ત્રણે ચોરની પૂછપરછ કરતાં વધુ 20  મોટરસાઇકલ મળી આવ્યા હતા.

જે વડોદરા ગ્રામ્ય અને શહેરના ફતેગંજ, ગોરવા, સમા, માંજલપુર, મક્કમપુરા, જે.પી રોડ, હરણી વિસ્તાર તેમજ ગ્રામ્યના પાદરા અને કરજણ વિસ્તાર માથી ચોરી કર્યા હોવાનું સામે આવ્યું છે. પોલીસ દ્વારા 32  મોટરસાઇકલ કબજે કર્યા છે જેની કિંમત 8,86,000 છે. આરોપીઓની વધુ તપાસ માટે વડોદરા શહેર જે.પી. પોલીસ સ્ટેશનમાં સોંપવામા આવ્યા છે