હિંસા ભડકી/ ખેડા જિલ્લાના કપડવંજમાં પોલીસ- ટોળા વચ્ચે થયું ધીંગાણું, પાંચ ટીયરગેસના સેલ છોડાયા

રાજ્યમાં નાઈટ કફયૂનું પાલન કરાવવા માટે દરેક જિલ્લા અને તાલુકાની પોલીસ દ્વારા સઘન પોલીસ ચેકીંગ અને નાઈટ પેટ્રોલિંગ કરવામાં આવી રહી છે. પોલીસ દ્વારા કરાઈ રહેલી ચુસ્ત કામગીરીને કારણે રાજ્યની અંદરથી ઘણી જગ્યાએ લોકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થઇ રહ્યું છે. તાજેતરની જો વાત કરીએ તો , ખેડા જિલ્લાના કપડવંજમાં ગઈ કાલે મોડી સાંજે પોલીસ […]

Gujarat
kheda ખેડા જિલ્લાના કપડવંજમાં પોલીસ- ટોળા વચ્ચે થયું ધીંગાણું, પાંચ ટીયરગેસના સેલ છોડાયા

રાજ્યમાં નાઈટ કફયૂનું પાલન કરાવવા માટે દરેક જિલ્લા અને તાલુકાની પોલીસ દ્વારા સઘન પોલીસ ચેકીંગ અને નાઈટ પેટ્રોલિંગ કરવામાં આવી રહી છે. પોલીસ દ્વારા કરાઈ રહેલી ચુસ્ત કામગીરીને કારણે રાજ્યની અંદરથી ઘણી જગ્યાએ લોકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થઇ રહ્યું છે.

kheda 2 ખેડા જિલ્લાના કપડવંજમાં પોલીસ- ટોળા વચ્ચે થયું ધીંગાણું, પાંચ ટીયરગેસના સેલ છોડાયા

તાજેતરની જો વાત કરીએ તો , ખેડા જિલ્લાના કપડવંજમાં ગઈ કાલે મોડી સાંજે પોલીસ અને પબ્લિક વચ્ચે નજીવી બાબતને લઈને માથાકૂટ સર્જાઈ હતી. જેમાં અસામાજિક તત્વોએ કપડવંજ ટાઉન પોલીસ મથક અને કુંડાવાવ પોલીસચોકીમાં તોડફોડ કરી હતી. એકાએક કરાયેલા હુમલાને કાબુમાં લેવા માટે સ્થાનિક પોલીસે ટોળાની ઉપર પાંચ થી છ જેટલા ટીયરગેસના સેલ પણ છોડયા હતા.

એટલુંજ નહિ, કપડવંજમાં પરિસ્થતિ વધુ વણસે નહિ તે માટે આસપાસના પોલીસ સ્ટેશનમાંથી વધારાનો પોલીસ ફોર્સ બોલાવામાં આવ્યું હતું. હુમલો ક્યાં કારણસર થયું તે અંગે હાલ પોલીસ દ્વારા સત્તાવાર માહિતી જાહેર કરાઈ નથી જોકે, હુમલાને લીધે સમગ્ર કપડવંજમાં ભારે ગરમાવો ફેલાઈ ગયો છે. સ્થાનિક પોલીસે આ અંગે અસામાજિક તત્વોની સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.