અમદાવાદ સાયબર ક્રાઇમની ટીમે મોબાઈલનો વેપાર કરતાં આરોપીને ઝડપી પાડયો છે. Idfc bank ના કર્મચારીનું આઈડી તથા પાસવર્ડ જોઈને ઓનલાઇન મોબાઇલ ખરીદીની ચીટીંગ કરતાં આરોપીની પોલીસે ધરપકડ કરી છે આવો જોઈએ કેવી રીતે કરતો હતો ઓનલાઇન ચીટીંગ આ અહેવાલમાં.
મોહમ્મદ એઝાઝ શેખ idfc બેંક ના કર્મચારીઓના આઈડી-પાસવર્ડ મેળવીને લાખોની કિંમતના મોંઘાદાટ મોબાઇલ ખરીદી ચીટીંગ આચરતો હતો. બેંક કર્મચારીના યુઝર આઇડી વડે ગ્રાહકોના ડેટા મેળવી લોનના હપ્તા ચાલુ કરાવવા કે પછી લોન આપવા જેવા બહાના બતાવી ગ્રાહક પાસેથી ઓટીપી મેળવી લેતો હતો otp મેળવ્યા પછી ગ્રાહકના નામે અન્યને લોન કરી આપી ઓનલાઈન મોબાઈલ ખરીદી કરતો હતો. આરોપી મોહમ્મદ એઝાઝ જુહાપુરામાં વર્લ્ડ ઓફ મોબાઈલ નામની દુકાન ચલાવતો હતો
આરોપીની પૂછપરછ બાદ સામે આવ્યું કે કઇ બેંકમાં સરળતાથી લોન થાય તે સારી રીતે જાણતો હતો અને idfc બેંકમાં એક વાર લોન થઈ ગયા પછી બીજી વખત લોન કરવા માટે માત્ર otp ની જરૂર પડે તે પણ સારી રીતે જાણતો હતો. Idfc બેંક ના કર્મચારીઓ તેની દુકાનમાં લોન પ્રોસેસ માટે આવતા ત્યારે તેમના આઈડી પાસવર્ડ જાણી લેતો અને ત્યાર પછી આરોપી ગ્રાહકોના ડેટા મેળવી ઓનલાઇન વિજય સેલ્સ ની સાઇટ પરથી મોંઘાદાટ મોબાઈલ ખરીદતો હતો. વધુ પૈસા કમાવવાની લાલચમાં વેપારી ઓછા ભાવે બીજાને મોબાઈલ વેચી લેતો હતો પોલીસ તપાસમાં આરોપીએ અત્યાર સુધી સાત લાખ પચાસ હજાર થી પણ વધુ કિંમતના મોબાઇલ આજ મોડસ ઓપરેન્ડીથી ખરીદી ચીટીંગ ને અંજામ આપ્યો છે. આરોપી એટલો ચાલાક હતો કે તે મોબાઈલની ડીલેવરી જાહેર રસ્તા પર જ કરાવતો હતો.
હાલ તો સાયબર ક્રાઇમની ટીમે આરોપી મોહમ્મદ એઝાઝ શેખની ધરપકડ કરી મોબાઈલ રિકવર કરવા માટેની તજવીજ હાથ ધરી છે સાથે જ વધુ કેટલા આ જ પ્રકારના ઓનલાઇન મોબાઇલ ખરીદી ચીટીંગ ખાતરી છે તેની પણ પોલીસ તપાસ કરી રહી છે
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.