dictator/ ઉત્તર કોરિયાના તાનાશાહ ‘કિમ જોંગ ઉન’ દુશ્મનને આપે છે ખોફનાક મોત!

ઉત્તર કોરિયાના તાનાશાહ ‘કિમ જોંગ ઉને’ તેના દુશ્મનોને ખોફનાક મોત આપવા માટે ‘મોતનો કૂવો’ બનાવ્યો છે.

Top Stories World
YouTube Thumbnail 2023 10 16T113227.377 ઉત્તર કોરિયાના તાનાશાહ 'કિમ જોંગ ઉન' દુશ્મનને આપે છે ખોફનાક મોત!

ઉત્તર કોરિયાના તાનાશાહ ‘કિમ જોંગ ઉને’ તેના દુશ્મનોને ખોફનાક મોત આપવા માટે ‘મોતનો કૂવો’ બનાવ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેણે 1977માં આવેલી જેમ્સ બોન્ડની ફિલ્મ ‘ધ સ્પાય હૂ લવ્ડ મી’થી પ્રેરિત એક ખાસ કૂવો તૈયાર કર્યો છે. તાનાશાહ તાજેતરમાં જ તેના સેનાના જનરલને આ કૂવામાં ફેંકીને ભયાનક મૃત્યુ આપ્યું હતું.

રિપોર્ટ અનુસાર જનરલને કૂવામાં ફેંકતા પહેલા તેના હાથ, પગ અને ધડને ચાકુથી કાપી નાખવામાં આવ્યા હતા. જે જનરલને તાનાશાહ દ્વારા ભયાનક મોતની સજા આપવામાં આવી છે તેનું નામ જાહેર કરવામાં આવ્યું નથી. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે જનરલ પર તખ્તાપલટની યોજનાનો આરોપ છે.

આખરે ‘કિમ જોંગ ઉન’નો મોતનો કૂવો કેવો છે?

એવુ કહેવામાં આવે છે કે, કિમ જોંગ ઉને પોતાના આવાસ ‘ર્યોંગસોંગ’ની અંદર એક વિશાળ ફિશ ટેન્ક બનાવી છે. આ કુંડમાં તેણે પિરાન્હા માછલીઓ પાળી છે, જે ખૂબ જ ખતરનાક માનવામાં આવે છે. અહેવાલો અનુસાર, તાનાશાહ તેના દુશ્મનને પિરાન્હા માછલીથી ભરેલી ટાંકીમાં ફેંકી દે છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ઉત્તર કોરિયાના નેતાએ 1977માં આવેલી જેમ્સ બોન્ડની ફિલ્મ ‘ધ સ્પાય હૂ લવ્ડ મી’માંથી પ્રેરણા લીધી હતી. આ ફિલ્મમાં વિલન કાર્લ સ્ટ્રોમબર્ગને તેના દુશ્મનોને શાર્કથી ભરેલા એક્વેરિયમમાં ફેંકીને મારી નાખવામાં આવ્યો હતો.


whatsapp ad White Font big size 2 4 ઉત્તર કોરિયાના તાનાશાહ 'કિમ જોંગ ઉન' દુશ્મનને આપે છે ખોફનાક મોત!


આ પણ વાંચો: Navratri/ નવરાત્રીમાં ગુજરાત સહિત દેશના અનેક સ્થાનો પર વરસાદ રહેશે

આ પણ વાંચો: Rajkot-Death/ રાજકોટમાં હાર્ટએટેકથી એક યુવાનનું મોત

આ પણ વાંચો: Israel/ ઈઝરાયલ-હમાસ યુદ્ધ વચ્ચે આ ભારતીયની કેમ થઈ રહી છે ચર્ચા? જુઓ વીડિયો