Not Set/ Asian Games : ૮૦૦ મીટરમાં ગોલ્ડ બાદ ૪૦૦ મીટર રિલે દોડમાં પણ ભારતને મળ્યો વધુ એક સિલ્વર મેડલ

જકાર્તા, ઇન્ડોનેશિયામાં રમાઈ રહેલા ૧૮માં એશિયન ગેમ્સમાં ભારતના ખાતામાં વધુ એક ગોલ્ડ મેડલની વધારો થયો છે. ભારતીય ખેલાડી મનજીત સિંહે ગેમ્સના ૧૦માં દિવસે મેન્સની ૮૦૦ મીટર દોડમાં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો છે. આ સાથે જ ભારતના ખાતામાં ૯મો ગોલ્ડ મેડલ આવ્યો છે. India's Manjit Singh wins gold medal, and Jinson Johnson wins silver medal in men's […]

Top Stories Trending Sports
Asian Games : ૮૦૦ મીટરમાં ગોલ્ડ બાદ ૪૦૦ મીટર રિલે દોડમાં પણ ભારતને મળ્યો વધુ એક સિલ્વર મેડલ

જકાર્તા,

ઇન્ડોનેશિયામાં રમાઈ રહેલા ૧૮માં એશિયન ગેમ્સમાં ભારતના ખાતામાં વધુ એક ગોલ્ડ મેડલની વધારો થયો છે. ભારતીય ખેલાડી મનજીત સિંહે ગેમ્સના ૧૦માં દિવસે મેન્સની ૮૦૦ મીટર દોડમાં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો છે. આ સાથે જ ભારતના ખાતામાં ૯મો ગોલ્ડ મેડલ આવ્યો છે.

મનજીત સિંહ ઉપરાંત જિનસન જોનસને આ જ સ્પર્ધામાં સિલ્વર મેડલ પર કબ્જો કર્યો છે.

ભારતને આ સ્પર્ધામાં ૫૬ વર્ષના લાંબા સમયગાળા બાદ ગોલ્ડ મેડલ જીતવામાં સફળતા મળી છે. આ પહેલા વર્ષ ૧૯૬૨માં ભારતના ખેલાડીઓએ આ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ અને સિલ્વર મેડલ પોતાના નામે કર્યા હતા.

મનજીત સિંહે ૮૦૦ મીટર દોડના મુકાબલામાં ૧ મિનિટ ૪૬.૧૫ સેકન્ડમાં પૂર્ણ કરીને ગોલ્ડ મેડલ જીત્યો હતો, જયારે જોનસને એક મિનિટ ૪૬.૩૫ સેકન્ડમાં દોડ પૂર્ણ કરી હતી.

આ ઉપરાંત એશિયન ગેમ્સની ૫૨ kg કુરશ સ્પર્ધામાં ભારતની પિનકી બલહારા અને મલાપ્રભા યલપ્પા જાધવે અનુક્રમે સિલ્વર મેડલ અને બ્રોન્ઝ મેડલ જીતવામાં સફળતા મળી છે.

આ પહેલા એશિયન ગેમ્સના ગ્રુપ-Aના લીગ મુકાબલામાં ભારતીય હોકી ટીમે શ્રીલંકા સામે ૨૦ ગોલ કરીને શાનદાર વિજય મેળવ્યો હતો. આ સાથે જ ભારતે ગ્રુપ-Aની તમામ મેચમાં વિજય પ્રાપ્ત કર્યો છે. આ મેચોમાં ભારતીય હોકી ટીમે રેકોર્ડ કુલ ૭૬ ગોલ કર્યા છે. ત્યારે હવે ભારતનો મુકાબલો મલેશિયા સામે થશે.

૧૮માં એશિયાઈ ગેમ્સમાં અત્યારસુધીમાં ભારતના ખાતામાં કુલ ૪૮ મેડલ આવ્યા છે, જેમાં ૯ ગોલ્ડ, ૧૮ સિલ્વર અને ૨૧ બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે.