Bollywood/ કિંગ અંકલ (કંગના)નો કાતિલ અંદાજ,લોકો બાંધ્યા પ્રશંસાના પુલ

કંગના પોતાના સ્પષ્ટવક્તા શૈલી માટે પ્રચલિત છે,જેના કારણે ઘણી વાર વિવાદમાં પણ ફસાય છે. કંગના દરેક મુદા પર ખૂલીને વાત કરતી જોવા મળે છે જેના કારણે તેને ઘણી વાર ટ્રોલ પણ કરવામાં આવે છે.

Trending Entertainment
કંગના

સેલેબ્સ પોતાના  યુનિક અવતારોને લઈને ચર્ચામાં રહેતા હોય છે,તેમજ અવાર નવાર પોતાના ફોટો સોશિયલ મીડિયા પર શેર કરતાં હોય છે. ત્યારે કંગના રનૌતે પોતાના બોલ્ડ અંદાજમાં પોતાની  કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે, જે ખૂબ ઝડપથી વાયરલ થઈ રહી છે.જેને લઈને અનુપમ ખેરે તેની ખૂબ પ્રસંશા પણ કરી છે.

કંગના પોતાના સ્પષ્ટવક્તા શૈલી માટે પ્રચલિત છે,જેના કારણે ઘણી વાર વિવાદમાં પણ ફસાય છે. કંગના દરેક મુદા પર ખૂલીને વાત કરતી જોવા મળે છે જેના કારણે તેને ઘણી વાર ટ્રોલ પણ કરવામાં આવે છે.ત્યારે હાલમા જ કંગના રનૌતે સોશિયલ મીડિયા પર તેની કેટલીક તસવીરો શેર કરી છે. જેમાં તે એકદમ પરી જેવી દેખાઈ રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Kangana Ranaut (@kanganaranaut)

આપને જણાવી દઈએ કે કંગના ફોટોમાં સુંદર ગુલાબી સાડીમાં જોવા મળી રહી છે.જેના કારણે  લોકો તેના ખુબ વખાણ પણ કરી રહ્યા છે. કંગનાએ આ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. બોલિવૂડ એક્ટર અનુપમ ખેરે કોમેન્ટમાં લખ્યું, તમે ખૂબ જ સુંદર દેખાઈ રહ્યા છો,તો મૃણાલ ઠાકુરે પણ કમેન્ટ્સમાં લવ ઈમોજી – કર્લ્સનો ઉપયોગ કરીને કંગનાની પ્રશંસા કરી છે. તેમજ ઘણા ચાહકોએ ટિપ્પણી વિભાગમાં રેડ હાર્ટ ઇમોજીસ પણ મોકલ્યા હતા. આ ફોટોમાં કંગના રંગબેરંગી ફૂલોની વચ્ચે પોઝ આપતી જોવા મળી રહી છે. જેમાં તે સ્વર્ગની અપ્સરા જેવી લાગી રહી છે.આ ફોટો શેર કરતી વખતે, અભિનેત્રીએ કેપ્શનમાં લખ્યું કે મહત્વપૂર્ણ ઇન્ટરવ્યુ માટે તૈયાર.

જણાવી દઈએ કંગના અવનીત કૌર અને નવાઝુદ્દીન સિદ્દીકી અભિનીત આગામી ફિલ્મ ટીકુ વેડ્સ શેરુનું નિર્માણ પણ કરી રહી છે. આ સિવાય તે ‘ઇમરજન્સી’ અને ‘ચંદ્રમુખી 2’માં પણ જોવા મળશે. આ ફિલ્મમાં કંગના લીડ રોલમાં જોવા મળશે. આ ઉપરાંત અનુપમ ખેર, મહિમા ચૌધરી, વિશાલ નાયર અને શ્રેયસ તલપડે મહત્વના રોલમાં જોવા મળશે.કંગના પહેલેથી જ ચર્ચામાં રહેતી જોવા મળે છે તે કોઈ વિવાદિત ટીપ્પણી  હોય કે પછી તેનો દિલકસ અંદાજ.

આ પણ વાંચો:ફેન્સથી ગુસ્સે થયો સલમાન ખાન, બોડીગાર્ડે માર્યો માર!

આ પણ વાંચો: 10 એવોર્ડ્ઝ મેળવીને છવાઈ સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’

આ પણ વાંચો:ટીવી એક્ટ્રેસે કો-એક્ટર પર લગાવ્યો રેપનો આરોપ, કહ્યું- ‘લગ્નના બહાને ઘણી વખત કર્યું સેક્સ’

આ પણ વાંચો:અભિનેત્રી જિયા ખાન આત્મહત્યા કેસમાં સૂરજ પંચોલી નિર્દોષ, 10 વર્ષ બાદ આવ્યો ચુકાદો

આ પણ વાંચો:સ્ટેજ પર પરફોર્મ કરશે ગોવિંદા, કહ્યું- રવિના-કરિશ્મા જેવી અભિનેત્રીઓને કારણે ફિલ્મો બની હિટ