Uttarayan/ પતંગરસિયાઓ…આ વર્ષે અમદાવાદની પોળની ઉતરાયણ બની મોંઘી…

આ વર્ષે ખાડિયામાં આવેલ પોળના ધાબાનું  રેન્ટ ₹8 હજાર થી લઈને 75 હજાર રૂપિયા સુધીનું વસૂલવામાં આવી રહ્યું છે…

Top Stories Gujarat
YouTube Thumbnail 2024 01 12T190340.567 પતંગરસિયાઓ...આ વર્ષે અમદાવાદની પોળની ઉતરાયણ બની મોંઘી...

@Anita Parmar

Gujarat News : 14 મી જાન્યુઆરીએ મકરસંક્રાંતિનું પર્વ છે અને આ પર્વ ગુજરાતમાં ધામધૂમથી ઉજવાય છે. પરંતુ અમદાવાદની પોળોની ઉતરાયણની વાત જ નિરાળી છે.. અહીંયા દેશ અને વિદેશથી ફોરેનર પોળમાં ઉત્તરાયણ મનાવવા ખાસ આવે છે… ત્યારે આ ઉતરાયણમાં ‘ટેરેસ ટુરિઝમ ‘ વિકસાવવા માટે થઈને ખાડિયામાં પોળમાં રહેનાર મકાન માલિકો ઘણા લોકો પોતાના ધાબાને રેન્ટ ઉપર આપતા હોય છે. જેના થી  તેમની ઈન્ક્મ પણ થાય અને પોળનું ટેરેસ  ટુરિઝમ પણ વિકસશે.

WhatsApp Image 2024 01 12 at 6.54.56 PM પતંગરસિયાઓ...આ વર્ષે અમદાવાદની પોળની ઉતરાયણ બની મોંઘી...

આ વર્ષે ખાડિયામાં આવેલ પોળના ધાબાનું  રેન્ટ ₹8 હજાર થી લઈને 75 હજાર રૂપિયા સુધીનું વસૂલવામાં આવી રહ્યું છે… જેમાં અહીંયા આવનાર ફોરેનર ને વિથ ફૂડ અને વિધાઉટ ફૂડના પેકેજ આપવામાં આવે છે ..તેઓ ઉતરાયણનું પર્વ એન્જોય કરી શકે તે માટે પોળના ધાબાઓને ખાસ આકર્ષવા સરસ રંગવામાં આવી રહ્યા છે.

અહીંયા ધાબા પર રેન્ટ પર  લેનારૃ 1 વ્યક્તિ દીઠ 5000 ચાર્જ લેવામાં આવે  છે. ધાબા ઉપર નાસ્તા પાણી, વેલકમ ડ્રિંક્સ, સ્વાતંત્ર રંગીલું ધાબુ, ડાન્સ ધમાલ અને મ્યુઝિક તેમજ ફૂડ સહિતની સુવિધાઓ પણ આપવામાં આવે છે. સાથે બેસવા માટે ખુરશી તેમજ 2 ગાદલાની સુવિધા પણ આપવામાં આવે છે.

WhatsApp Image 2024 01 12 at 6.57.13 PM પતંગરસિયાઓ...આ વર્ષે અમદાવાદની પોળની ઉતરાયણ બની મોંઘી...

વર્તમાન સમયે અમદાવાદના કોટ વિસ્તારમાં રહેતા લોકો કોટ વિસ્તારની બહાર રહેવા જઈ રહ્યા છે. પરંતુ ઉત્તરાયણ માટે તો કોટ વિસ્તાર હજુ પણ ડિમાન્ડમાં છે. ઉત્તરાયણ માટે કોટ વિસ્તાર જાણીતો છે. ત્યારે ઉતરાયણના પર્વ માટે લોકો પોળના ધાબા ભાડે લઈ રહ્યા છે. પતંગરસિકો પતંગ ચગાવવા માટે પોળમાં આવેલા મકાનના ટેરેસને ભાડે રાખે છે. ટેરેસ ભાડે લઇને પતંગ રસિકો પતંગની મજા માણે છે. તો બીજી તરફ મકાનધારકો ધાબુ ભાડે આપીને આર્થિક ફાયદો મેળવે છે.

WhatsApp Image 2024 01 12 at 6.59.14 PM પતંગરસિયાઓ...આ વર્ષે અમદાવાદની પોળની ઉતરાયણ બની મોંઘી...

ધાબાનો રેટ પેકેજ પ્રમાણે અલગ અલગ હોય છે. ધાબે ભાડુ રાખનારા વ્યક્તિઓને લંચ-ડીનર-બ્રેકફાસ્ટ, મોટી છત્રીઓ, સ્પીકર વગેરે જેવી સુવિધાઓ આપવામા આવે છે. એક દિવસના 20 હજારથી ૫0 હજાર સુધીનું ભાડુ રાખવામાં આવે છે.. અમદાવાદના લોકો ઉપરાંત રાજ્યના અન્ય શહેરમાંથી આવતા લોકો મુંબઈથી આવતા લોકો ધાબે ભાડે રાખી ઉતરાયણની મજા માણતા હોય છે.


આ પણ વાંચો: કેપ્ટન શાહીન શાહે ઓસ્ટ્રેલિયા પર મૂક્યો ગજબનો આરોપ