Not Set/ KKR નો જિઓ પ્લેટફોર્મ્સમાં 2.32 ટકાનો હિસ્સો, 11,367 કરોડ રૂપિયાનું કરશે રોકાણ

મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ અને જિઓ પ્લેટફોર્મ લિમિટેડે જાહેરાત કરી છે કે, KKR જિઓ પ્લેટફોર્મ્સમાં 11,367 કરોડ રૂપિયાનું રોકાણ કરશે. આ લેવડદેવડ પછી, જિઓ પ્લેટફોર્મ્સ ઇક્વિટી વેલ્યૂ રૂ. 4.91 લાખ કરોડ અને એન્ટરપ્રાઇઝ વેલ્યૂ 5.16 લાખ કરોડ રૂપિયા થશે. એશિયામાં જિઓ પ્લેટફોર્મ પર કેકેઆરનું સૌથી મોટું રોકાણ છે. KKR નું આ રોકાણ જિઓ […]

Business
ad4e9388dae42c8f554c49b4535f0360 KKR નો જિઓ પ્લેટફોર્મ્સમાં 2.32 ટકાનો હિસ્સો, 11,367 કરોડ રૂપિયાનું કરશે રોકાણ

મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ અને જિઓ પ્લેટફોર્મ લિમિટેડે જાહેરાત કરી છે કે, KKR જિઓ પ્લેટફોર્મ્સમાં 11,367 કરોડ રૂપિયાનું રોકાણ કરશે. આ લેવડદેવડ પછી, જિઓ પ્લેટફોર્મ્સ ઇક્વિટી વેલ્યૂ રૂ. 4.91 લાખ કરોડ અને એન્ટરપ્રાઇઝ વેલ્યૂ 5.16 લાખ કરોડ રૂપિયા થશે. એશિયામાં જિઓ પ્લેટફોર્મ પર કેકેઆરનું સૌથી મોટું રોકાણ છે.

KKR નું આ રોકાણ જિઓ પ્લેટફોર્મ્સનાં 2.32 ટકા ઇક્વિટી હિસ્સામાં ફેરવાશે. ગયા મહિનાથી, પ્રમુખ ટેક્નોલોજી રોકાણકારો જેવા કે ફેસબુક, સિલ્વર લેક, વિસ્ટા, જનરલ એટલાન્ટિક અને કેકેઆર એ જિઓ પ્લેટફોર્મ્સ પર કુલ 78,562 કરોડ રૂપિયાનાં રોકાણની જાહેરાત કરી છે.

જણાવી દઈએ કે, તાજેતરમાં જ અમેરિકાની અગ્રણી રોકાણ કંપની જનરલ એટલાન્ટિકએ પણ અબજોપતિ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની રિલાયન્સ જિઓ પ્લેટફોર્મ કંપનીમાં લઘુમતી હિસ્સા માટે આશરે 6,600 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે રવિવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે જનરલ એટલાન્ટિકએ તેની ડિજિટલ એન્ટિટી જિઓ પ્લેટફોર્મ્સનાં 1.34 ટકા હિસ્સેદારીનાં બદલામાં 6,598.38 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.