Not Set/ સોનિયા ગાંધીની અધ્યક્ષતામાં આજે વિપક્ષી દળોની યોજાશે બેઠક, બંગાળમાં ‘Amphan’ નું તાંડવ વચ્ચે મમતા બેનર્જી લેશે ભાગ

આજે કોંગ્રેસનાં વચગાળાનાં અધ્યક્ષ સોનિયા ગાંધીનાં નેતૃત્વ હેઠળનાં 17 વિરોધી પક્ષોની બેઠક મળશે, જેમાં મજૂરોનાં પલાયન અને રાહત પેકેજ મુખ્ય મુદ્દા હશે. બપોરે 3:00 કલાકે વીડિયો કોન્ફરન્સ દ્વારા બેઠક યોજાશે. શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે મહારાષ્ટ્રની કમાન સંભાળ્યા બાદ પહેલીવાર વિરોધી પક્ષોની બેઠકમાં ભાગ લેવા જઈ રહ્યા છે. ઉદ્ધવ ઠાકરેએ કોંગ્રેસ અને એનસીપીનાં સમર્થનથી મહારાષ્ટ્રમાં સરકાર […]

India
79fea61743550a5cc2e146867d478086 1 સોનિયા ગાંધીની અધ્યક્ષતામાં આજે વિપક્ષી દળોની યોજાશે બેઠક, બંગાળમાં 'Amphan' નું તાંડવ વચ્ચે મમતા બેનર્જી લેશે ભાગ

આજે કોંગ્રેસનાં વચગાળાનાં અધ્યક્ષ સોનિયા ગાંધીનાં નેતૃત્વ હેઠળનાં 17 વિરોધી પક્ષોની બેઠક મળશે, જેમાં મજૂરોનાં પલાયન અને રાહત પેકેજ મુખ્ય મુદ્દા હશે. બપોરે 3:00 કલાકે વીડિયો કોન્ફરન્સ દ્વારા બેઠક યોજાશે. શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે મહારાષ્ટ્રની કમાન સંભાળ્યા બાદ પહેલીવાર વિરોધી પક્ષોની બેઠકમાં ભાગ લેવા જઈ રહ્યા છે. ઉદ્ધવ ઠાકરેએ કોંગ્રેસ અને એનસીપીનાં સમર્થનથી મહારાષ્ટ્રમાં સરકાર બનાવી છે. દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આ બેઠકમાં ભાગ નહીં લે.

પશ્ચિમ બંગાળમાં તોફાનથી સર્જા‍યેલા વિનાશ થયુ હોવા છતાં, પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનર્જી વિરોધી પક્ષોની બેઠકમાં ભાગ લેશે. લોકડાઉન દરમિયાન મમતા બેનર્જી સતત કેન્દ્ર સરકારનાં આર્થિક પેકેજ પર સવાલ ઉભા કરી રહ્યા છે, પરંતુ હજી સુધી સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીએ બેઠકમાં ભાગ લેવા માટે પોતાનું કાર્ડ ખોલ્યું નથી. સુત્રોનાં જણાવ્યા અનુસાર કોંગ્રેસનાં વરિષ્ઠ નેતાએ બંને પક્ષનાં નેતાઓ સાથે બેઠકમાં ભાગ લેવા વાત કરી છે, પરંતુ બંને પક્ષનાં નેતાઓ આ બેઠકમાં જોડાશે કે નહીં તે સ્પષ્ટ થઈ શક્યું નથી. સુત્રો પાસેથી જાણવા મળ્યું છે કે સોનિયા ગાંધીએ પરપ્રાંતિય મજૂરોનાં મુદ્દે વ્યૂહરચના ઘડવા માટે વિપક્ષી પાર્ટીઓનાં નેતાઓનો ટેકો માંગ્યો છે. આ બેઠકમાં સોનિયા ગાંધી વિરોધી પક્ષો સાથે મજૂર કાયદામાં ફેરફાર અંગે ચર્ચા કરશે.

વિપક્ષ કેન્દ્ર સરકાર પાસેથી સતત માંગ કરી રહ્યું છે કે તાત્કાલિક અસરથી મજૂરોને આર્થિક પેકેજ આપવામાં આવે. હાલમાં વિપક્ષી પાર્ટીઓ કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલા આર્થિક પેકેજ અંગે સવાલો ઉભા કરી રહી છે. કોગ્રેંસનું માનવું છે કે કોરોના વાયરસને કારણે મજૂરોનું કામકાજ પહેલેથી જ છીનવાઈ ગયું છે, તેથી તેમને તાત્કાલિક આર્થિક પેકેજ પ્રદાન કરવું જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.