આરજેડીના સ્થાપના દિવસ પર જેડીયુએ કટાક્ષ કર્યો છે. જેડીયુએ કહ્યું કે આરજેડીના 22માં સ્થાપના દિવસ અવસર પર ધ ગ્રેટ ફેમીલી ડ્રામા ભજવવા બદલ તેજસ્વી યાદવને અભિનંદન. જેડીયુના મુખ્ય પ્રવક્તા સંજય સિંહે કહ્યું કે આ ડ્રામામાં મોટા ભાઈએ ખુબ તાળીઓ મેળવી હતી. તેજસ્વી યાદવની ભૂમિકા તો સાઈડ રોલ વાળી જ નજર આવી હતી.
સંજય સિંહે કહ્યું કે તેજસ્વી યાદવજી રાજનીતિ કોઈ ડ્રામાં નથી. કોઈ ફિલ્મ નથી કે અંતમાં બધું ઠીક-ઠાક દેખાડવામાં આવે. આપના પરિવારમાં હજુ સુધી હેપ્પી એન્ડીંગ થયું નથી. હજુ આપણા પરિવારમાં કલેશ બાકી છે. ફક્ત દેખાડો કરવા માટે બંને ભાઈઓ મંચ પર હાથ માં હાથ નાખીને દેખાયા, પરતું દિલ મળ્યા નથી. લાલુ ફેમીલી ડ્રામાનો હેપ્પી એન્ડીંગ થઇ જ ના શકે. હજુ આખો ડ્રામાં બાકી છે. જેમાં ખુરસીની ખેંચ-તાણ, મારપીટ, કલેશ બધું થવાનું બાકી છે. રાહ જુઓ, આપના ફેમીલીમાં ઘણું બધું જોવા મળશે.
જેડીયુ પ્રવક્તાએ કહ્યું કે માતા-પિતાની ગેરહાજરીમાં બંને ભાઈઓએ સ્થાપના દિવસ સમારોહને જે રીતે વર્ચસ્વની લડાઈનો મંચ બનાવ્યો, એના પરથી નક્કી કરી શકાય છે કે આરજેડીમાં ખૂબ ઝડપથી તૂટ જોવા મળશે. એમણે કહ્ય કે હેરાની છે કે પોતાના ઘરમાં મહાભારત હોવા છતાં તેજસ્વી યાદવ જેડીયુમાં ટકરાવની આશા રાખીને બેઠા છે.
સંજય સિંહે જણાવ્યું કે મોટો પુત્ર તેજ પ્રતાપ હોવા છતાં પણ નાના પુત્ર તેજસ્વીને ઉપ-મુખ્યમંત્રી બનવવામાં આવ્યા હતા. આવી હાલતમાં ઘરમાં અસંતોષ તો હોય જ. આ કલેશને લાલુ યાદવે હવા આપી છે કારણ કે એમણે સામાજિક વ્યવસ્થાને તોડી છે. અને આજે આ કલેશને ધ્રુતરાષ્ટ્રની જેમ જોઈ રહ્યા છે. એમણે કહ્યું કે સહયોગી દળો પણ તેજસ્વીને પસંદ કરતા નથી.