Not Set/ જાણો PM મોદી કોનાથી થયા આટલા પ્રભાવીત કે ટ્વીટ કરીને તેમને બિરદાવ્યા !!!

PM મોદી આમતો બહુ કોઇનાં વખાણ કરતા હોય તેવું વ્યક્તિત્વ નથી. પોતાની કડક કર્મઠ છાપ અને અભિભૂત કરી દેતા વ્યક્તિત્વને લઇને PM મોદી દ્રારા કોઇના વખાણ કરવામાં આવે તે ખુબ મોટી વાત છે. ત્યારે આજે PMએ દરેકને અચંબામાં મુકી દીધા હતા. PM દ્રારા પોતાના ટ્વિટર હેન્ડલ પર અમરેલીના ભીખુભાઈનો ફોટો કરવાની સાથે સાથે ભીખુભાઈની અદભૂત […]

Top Stories Gujarat India Others
pm modi bhikhubhai જાણો PM મોદી કોનાથી થયા આટલા પ્રભાવીત કે ટ્વીટ કરીને તેમને બિરદાવ્યા !!!

PM મોદી આમતો બહુ કોઇનાં વખાણ કરતા હોય તેવું વ્યક્તિત્વ નથી. પોતાની કડક કર્મઠ છાપ અને અભિભૂત કરી દેતા વ્યક્તિત્વને લઇને PM મોદી દ્રારા કોઇના વખાણ કરવામાં આવે તે ખુબ મોટી વાત છે. ત્યારે આજે PMએ દરેકને અચંબામાં મુકી દીધા હતા. PM દ્રારા પોતાના ટ્વિટર હેન્ડલ પર અમરેલીના ભીખુભાઈનો ફોટો કરવાની સાથે સાથે ભીખુભાઈની અદભૂત સંકલ્પશક્તિને પણ બિરદાવી હતી.

1562146066277 જાણો PM મોદી કોનાથી થયા આટલા પ્રભાવીત કે ટ્વીટ કરીને તેમને બિરદાવ્યા !!!

PM મોદી જ્યારે ગુજરાતનાં ચૂંટણી પ્રવાસે હતા અને ગુજરાત વિરોધપક્ષનાં નેતા પરેશ ઘાનાણીનાં કર્મક્ષેત્ર અમરેલીમાં ચૂંટણી સભા સંબોધવા આવ્યા હતા, ત્યારે અમરેલીનાં ભીખુભાઈએ કે લોકસભામાં જો ફરીથી PM મોદી અને ભાજપ જીતશે અને 300થી વધુ બેઠકો મળશે, તો તે અમરેલીથી દિલ્હી સુધી સાઈકલ પર પ્રવાસ ખેડશે. અને થયું પણ કઇક આવુ જ મોદીની આગાવાનીમાં ભાજપે 300+ બેઠકો મેળવી લીધી. બસ આજ સંકલ્પ પૂર્તી માટે ભીખુભાઇ અમરેલીથી દિલ્હીનો 1100 કિલોમીટરથી પણ વધુનો પ્રવાસ ખેડ્યો હતો અને તે સંકલ્પ પૂર્તિ બાદ PM મોદીને પણ મળ્યા હતા.

1562146056797 જાણો PM મોદી કોનાથી થયા આટલા પ્રભાવીત કે ટ્વીટ કરીને તેમને બિરદાવ્યા !!!

PM મોદી દ્રારા પણ અદભૂત સિદ્ધીને બિરદાવવામાં  આવી હતા અને કોઈ પણ કચાસ છોડી વિના  PM મોદીએ અમરેલીના ભીખુભાઈ સાથે મુલાકાત કરી અને તેમની વિનમ્રતા અને જોશથી PM પણ પ્રભાવિત થઇ ગયા હોવાનું ટ્વીટનાં માધ્યમથી  જણાવ્યું હતું. PMએ ટ્વીટ કરીને કહ્યું કે, ‘અમરેલી ગુજરાતથી આવેલા અસાધારણ એવા ભીખુભાઈને મળ્યો. ભીખુભાઈએ સંકલ્પ લીધો હતો કે ભાજપ 300થી વધુ બેઠકો પર જીતશે તો તેઓ અમરેલીથી દિલ્હી સુધી સાઈકલ પ્રવાસ કરશે. તેમણે પોતાના શબ્દોને સાર્થક કરી બતાવ્યા અને મને જણાવ્યું કે તેમની આ યાત્રામાં તેમને ઘણા પ્રશંસકો પણ મળ્યા. હું તેમની નમ્રતા અને જુસ્સાથી ગદગદીત થઈ ગયો.’

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.