Not Set/ રાજકોટમાં નવનિયુક્ત મેયર ડો. પ્રદીપ ‌ડવે લીધી સીટી બસની સરપ્રાઈઝ મુલાકાત, મુસાફરોને આપ્યો આ સંદેશ

રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી તાજેતરમાં જ પૂર્ણ થઈ છે. તેમજ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક અંતર્ગત મેયર તરીકે સર્વાનુમતે ડો.પ્રદીપ ડવની નિયુક્તિ કરવામાં આવી છે ત્યારે રાજકોટના મેયર પહેલેથી સામાજિક સેવા માટે પંકાયેલા છે. ત્યારે આજે તેમણે

Gujarat Rajkot
rajkot city bus with dr pradip dau રાજકોટમાં નવનિયુક્ત મેયર ડો. પ્રદીપ ‌ડવે લીધી સીટી બસની સરપ્રાઈઝ મુલાકાત, મુસાફરોને આપ્યો આ સંદેશ

રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી તાજેતરમાં જ પૂર્ણ થઈ છે. તેમજ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક અંતર્ગત મેયર તરીકે સર્વાનુમતે ડો.પ્રદીપ ડવની નિયુક્તિ કરવામાં આવી છે ત્યારે રાજકોટના મેયર પહેલેથી સામાજિક સેવા માટે પંકાયેલા છે. ત્યારે આજે તેમણે સીટી બસની સરપ્રાઈઝ મુલાકાત લઇ અને લોકોને ચોંકાવી દીધા હતા.કોરોના ની કપરી પરિસ્થિતિમાં તેમને રાજકોટવાસીઓને સાચી સમજણ આપી અને ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

દેશમાં તેમજ રાજ્યમાં કોરોના ના આંકડા વધી રહ્યા છે ત્યારે રાજકોટવાસીઓને જાગૃત કરવા માટે રાજકોટના નવનિયુક્ત મેયર ડૉ.પ્રદીપ ડવએ સીટી બસની સરપ્રાઈઝ મુલાકાત લીધી હતી,રાજ્યમાં તથા રાજકોટ શહેરમાં પણ ફરી કોરોનાના કેસો વધી રહેલ છે.  સિટી બસમાં માસ્ક પહેર્યા વગરના મુસાફરોને માસ્ક વિતરણ કર્યા હતા તેમજ  સોશ્યલ ડિસ્ટન્સ સાથે મુસાફરી કરવા અને ઘરની બહાર જતા કાયમી માસ્ક પહેરવા તેમણે વિનંતી કરી હતી.

 આ ઉપરાંત રોડ પર ફૂટપાથ પર ફુગ્ગા વિગેરેના ધંધાર્થીઓ તેમજ તેમના બાળકોને માસ્ક વિતરણ કર્યા હતા.વધુમાં તેમણેશહેરના સિનિયર સીટીઝનો અને બાળકોને બહાર ન લઇ જવા તેમજ ચા-પાણીના સ્ટોલ તથા પાનના ગલ્લાઓએ ટોળે નહી વળવા તેમણે અપીલ   કરી હતી,તેમણે રાજકોટવાસીઓને સંદેશ આપ્યો હતો કે આપણે સૌ જાગૃત રહેશું તો વહેલામાં વહેલા તકે સંક્રમિતની ચેઇનને અટકાવી શકીશું અને આપણા પરિવારના આરોગ્યની જાળવણી કરી શકીશું.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…