PM Modi/ પીએમ મોદીને અને કેબિનેટ મંત્રીઓને વેતન કેટલું મળે છે તે જાણો

ભારતના વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી સળંગ ત્રીજા કાર્યકાળમાં શરૂ કરવાના છે ત્યારે કોઈને પણ આ સમયે જાણવાની ઇચ્છા થાય કે પીએમ તરીકે વડાપ્રધાન દર મહિને કેટલું વેતન લેશે. વડાપ્રધાન બન્યા પછી નરેન્દ્ર મોદીને દર મહિને 1.66 લાખ રૂપિયાનું વેતન મળશે.

Top Stories India Breaking News
Beginners guide to 2024 06 09T173808.275 પીએમ મોદીને અને કેબિનેટ મંત્રીઓને વેતન કેટલું મળે છે તે જાણો

નવી દિલ્હીઃ ભારતના વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી સળંગ ત્રીજા કાર્યકાળમાં શરૂ કરવાના છે ત્યારે કોઈને પણ આ સમયે જાણવાની ઇચ્છા થાય કે પીએમ તરીકે વડાપ્રધાન દર મહિને કેટલું વેતન લેશે. વડાપ્રધાન બન્યા પછી નરેન્દ્ર મોદીને દર મહિને 1.66 લાખ રૂપિયાનું વેતન મળશે. તેમને દર મહિને 50 હજાર રૂપિયાના મૂળ પગારની સાથે ત્રણ હજાર રૂપિયાનું ખર્ચ ભથ્થું, 45,000 રૂપિયાનું વિભાગીય ભથ્થું અને બે હજાર રૂપિયાનું દૈનિક ભથ્થુ મળશે. ભારતના વડાપ્રધાનને અનેક પ્રકારની સગવડો પણ મળે છે. તેમા સરકારી મકાન, એસપીજી સુરક્ષા, સરકારી વાહનો અને વિમાનમાં મુસાફરીની સગવડ, ભોજન ખર્ચ, ટેલિફોન જોડાણ, આંતરરાષ્ટ્રીય પ્રવાસો પર સ્ટાફની સગવડ હાજર છે.

આ સિવાય પીએમને દૈનિક બે હજાર રૂપિયાનું ભથ્થું પણ મળે છે. આંતરરાષ્ટ્રીય પ્રવાસો માટે ભાડું, રહેઠાણ અને ભોજનખર્ચ પણ સરકાર દ્વારા આવરી લેવામાં આવે છે. નિવૃત્તિ પછી પણ તેમને પાંચ વર્ષ સુધી આવાસ વીજળી, પાણી અને એસપીજી સુરક્ષા મળતી રહે છે. આ ઉપરાંત તેઓને ઘણા કરમુક્ત ભથ્થાં પણ મળે છે. તેમા ટ્રેન અને પ્લેન દ્વારા મફત મુસાફરી, મફત ઘર, તબીબી સંભાળ અને ઓફિસ ખર્ચ માટે વાર્ષિક એક લાખ રૂપિયાનો સમાવેશ થાય છે.

કેબિનેટ મંત્રીને મળતો પગાર

પીએમ મોદી ઉપરાંત કેબિનેટ મંત્રીઓને પણ ભથ્થાં અને સરકારી સગવડો મળે છે. કેબિનેટ મંત્રીઓને એક લાખ રૂપિયાનો પગાર,ભથ્થાં અને અન્ય સગવડો મળે છે. સરકારી મકાન, સરકારી વાહન, ઓફિસ સ્ટાફની સગવડો મળે છે.

કેબિનેટ મંત્રીઓને પગાર ઉપરાંત દિલ્હીમાં સરકારી આવાસ, મુસાફરી ભથ્થું, કાર, ડ્રાઇવર, આરોગ્ય સગવડો અને સલામતી મળે છે. સ્ટેશનરી અને ટપાલ માટે 15,000 રૂપિયા ઉપલબ્ધછે. સાંસદ સિવાય તેમના કુટુંબને મફત તબીબી સગવડ, ટ્રેન અને ફ્લાઇટ્સની મફત ટિકિટ મળે છે.

લોકસભામાં ચૂંટણી જીતીને સાંસદ બનેલોને દર પાંચ વર્ષ એક લાખ રૂપિયાનો પગારવધારો આપવામાં આવે છે. તેમને પગાર ઉપરાંત દૈનિક ભથ્થું પણ આપવામાં આવે છે, જે દર પાંચ વર્ષે વધે છે. સાંસદોને સંસદના સત્રો અને સમિતિની બેઠકોમાં હાજરી આપવા માટે બે હજાર રૂપિયાનું દૈનિક ભથ્થું અને માર્ગ પ્રવાસ માટે પ્રતિ કિ.મી. 16 રૂપિયાનું મુસાફરી ભથ્થું પણ મળે છે.

સાંસદોને તેમના સંસદીય ક્ષેત્ર માટે 45,000 રૂપિયા અને ફિસ ખર્ચ માટે દર મહિને 45 હજાર રૂપિયાનું ભથ્થું મળે છે. નિવૃત્તિ પછી શાંસદોને પેન્શન તરીકે દર મહિને 25 હજાર રૂપિયા મળે છે. તેમા દર વર્ષે બે હજારનું ઇન્ક્રીમેન્ટ મળે છે. આ ઉપરાંત સરકારી મકાનો અને રહેઠાણો પણ ઉપલબ્ધ છે. વીજળી અને ટેલિફોન ખર્ચ પણ આવરી લેવાયા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સ્વામીનારાયણ સંપ્રદાયના સાધુનો વધુ એક વીડિયો વાયરલ

આ પણ વાંચો: રાજકોટ અગ્નિકાંડ મામલે TPO સાગઠિયાએ ખોટી મિનિટ્સ બૂક બનાવતાં ભાંડો ફૂટ્યો

આ પણ વાંચો: ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દિલ્હી જવાના રવાના

આ પણ વાંચો: ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, ક્યારે આવશે મેઘો?