Covid-19/ તો શું ખરેખર કોરોના સામે જંગ જીતી રહ્યુ છે ભારત? જાણો 24 કલાકનાં આંક

આજે ભારતમાં ફરીથી કોરોના વાયરસનાં કેસમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. લગભગ 6 મહિના પછી, કોરોના વાયરસનાં નવા કેસોનો આંક 20 હજારથી નીચે નોંધાયો છે….

Top Stories India
zzas 87 તો શું ખરેખર કોરોના સામે જંગ જીતી રહ્યુ છે ભારત? જાણો 24 કલાકનાં આંક

આજે ભારતમાં ફરીથી કોરોના વાયરસનાં કેસમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. લગભગ 6 મહિના પછી, કોરોના વાયરસનાં નવા કેસોનો આંક 20 હજારથી નીચે નોંધાયો છે, જે ભારત માટે કોવિડ-19 સાથે લડતા સારા સમાચાર છે.

India issues visa travel ban amid global coronavirus pandemic | I Am Birmingham

આરોગ્ય મંત્રાલયનાં આંકડા મુજબ, ભારતમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોરોના વાયરસનાં 19,556 નવા કેસ નોંધાયા છે, જ્યારે તે જ સમયગાળામાં 301 લોકોનાં મોત નીપજ્યાં છે. મૃત્યુ અને નવા કેસોના મામલામાં આજે એટલે કે મંગળવારે મોટો ઘટાડો નોંધાયો છે. 2 જુલાઈ પછી, એટલે કે 6 મહિનામાં, આજે સૌથી મોટો ઘટાડો નોંધાયો છે. સોમવારે, જ્યાં એક દિવસમાં કોરોના વાયરસનાં 24337 નવા કેસ નોંધાયા હતા, આજે આ આંકડો સાડા ચાર હજાર કરતા પણ ઓછો છે. મૃત્યુની બાબતમાં પણ સોમવારની તુલનામાં આજે 32 મોત થયા ઓછા થયા છે. ભારતમાં, કોવિડ-19 સંક્રમણ, એટલે કે સક્રિય કિસ્સાઓમાં સારવાર લેતા દર્દીઓની સંખ્યા 3 લાખથી ઓછી થઈ ગઈ છે, જે લગભગ 160 દિવસમાં સૌથી ઓછી છે. આ સંખ્યા કુલ કેસનાં માત્ર 3 ટકા છે.

India second peak coronavirus unlikely not strong experts covid vaccine | India News – India TV

આરોગ્ય મંત્રાલયનાં જણાવ્યા અનુસાર ભારતમાં કોરોના વાયરસથી ઠીક થનારા લોકોની સંખ્યા 30,376 છે. નવા કેસ કરતા આ આશરે 10 હજાર વધુ છે. હાલમાં ભારતમાં સક્રિય કેસની સંખ્યા 2,92,518 છે જે ત્રણ લાખથી નીચે છે, તેમ જ આ રોગચાળામાંથી બહાર નીકળેલા દર્દીઓની સંખ્યા 96,36,487 પર પહોંચી ચુકી છે. ભારતમાં કોરોના વાયરસનાં કુલ 1,00,75,116 કેસ છે, જેમાંથી 1,46,111 લોકો મૃત્યુ પામ્યા છે. મંત્રાલયનાં જણાવ્યા અનુસાર, સંક્રમણ મુક્ત થયેલા 71.61 ટકા નવા લોકો 10 રાજ્યો/કેન્દ્ર શાસિત પ્રદેશોનાં છે, જેમા કેરળ, પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, દિલ્હી, મધ્યપ્રદેશ, તમિલનાડુ અને ગુજરાત સામેલ છે.

Corona Virus / છેલ્લાં સપ્તાહમાં અમેરિકામાં પ્રતિ 33 સેકન્ડે 1 નાગરિકનો કોર…

Covid19 / કોરોના વાયરસનો નવો સ્ટ્રેન હવે આ દેશોમાં પણ ફેલાયો…

Corona Vaccine / નવા પ્રકારનાં કોરોનાનું આક્રમણ ભારતમાં રસીકરણની તૈયારીઓને અસ…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો