Gujarat/ હેપ્પી બર્થડે અમદાવાદ, જાણો કઈ રીતે થઈ આ શહેરની ઉત્પત્તિ અને તેના રસપ્રદ તથ્યો વિશે

તહેવારોની વાત કરીએ તો અમદાવાદની ઊત્તરાયણ અને નવરાત્રિની વાત જ કંઈક અનોખી હોય છે. તથા સ્વાદના શોખીનો માટે અમદાવાદ સ્વર્ગ સમાન છે. અમદાવાદના રિયલ ખાણીપીણીના બજારો તો માણેકચોક…

Top Stories Ahmedabad Gujarat
Ahmedabad Birthday 2023

Ahmedabad Birthday 2023: અમદાવાદની તો વાત જ નિરાળી છે. અમદાવાદનો ઇતિહાસએ આજકાલનો નથી, તેની સ્થાપનાને આજે (26/02/2023) 612 વર્ષ પૂર્ણ થયા છે. અમદાવાદનો ઈતિહાસ જાણવો હોય તો આજથી હજારો વર્ષ જૂના ઈતિહાસમાં ઝાંકવું પડે તેમ છે. આજનું અમદાવાદ પહેલા ‘આશાવલ’, ‘અહમદાબાદ’ અને ‘કર્ણાવતી’ તરીકે ઓળખાતું હતુ.

અમદાવાદમાં હિન્દુ, મુસ્લિમ, મુગલ, મરાઠા સહિતના અનેક રાજાઓએ વહીવટ કર્યો હતો અને છેલ્લે આવ્યું અંગ્રેજ શાસન. શાસન અને શોષણ વચ્ચે 1915માં ગાંધીજીએ અમદાવાદમાં કોચરબ આશ્રમની સ્થાપના કરી અને દેશમાં આઝાદીની ચળવળ પણ ચાલી હતી. અંતમાં 1947માં દેશ આઝાદ થયો અને 1960માં પરમપૂજ્ય રવિશંકર મહારાજના વરદ હસ્તે મહાગુજરાતની રચના થઈ ત્યારે અમદાવાદ ગુજરાતનું પ્રથમ પાટનગર બન્યું હતું.

અમદાવાદના વિકાસની વાત આવે એટલે બધાના મોઢે એક જ વાક્ય રમતુ હોય છે. ‘જબ કુત્તે પે સસ્સા આયા, તબ બાદશાહને યે શહેર બસાયા…’ અહેમદશાહ બાદશાહ જ્યારે રાજ્ય માટે રાજધાનીના શોધમાં હતા ત્યારે તેમણે અહીં કૂતરા પર ભારે પડેલો સસલો જોયો હતો. જે બાદ તેમણે આ જગ્યાને રાજ્યની રાજધાની બનાવવાનું નક્કી કર્યું હતું. બહારનો વ્યક્તિ ગુજરાતમાં ફરવા આવે તો તેની સૌથી પહેલી ચોઈસ અમદાવાદ હોય છે. અહીં ઘણા બધા ફરવા અને જોવા લાયક સ્થળો છે, પરંતુ તમે અમદાવાદની પોળો ન ફર્યાં, તો આ બધુ નકામું છે. અમદાવાદની પોળો જોવા માટે અહીં ખાસ હેરિટેજ વોક યોજાય છે.

તહેવારોની વાત કરીએ તો અમદાવાદની ઊત્તરાયણ અને નવરાત્રિની વાત જ કંઈક અનોખી હોય છે. તથા સ્વાદના શોખીનો માટે અમદાવાદ સ્વર્ગ સમાન છે. અમદાવાદના રિયલ ખાણીપીણીના બજારો તો માણેકચોક અને લો ગાર્ડનમાં જ છે. માણેકચોક બજાર અમદાવાદની ઓળખ કહેવાય છે. અહીં પ્રવેશો એટલે બટરથી તરબોતર પાવભાજી અને ચોકલેટ સેન્ડવીચની સુગંધ તમને ઘેરી વળશે. અમદાવાદની અન્ય એક ઓળખ અહીંની ગુજરાતી થાળી છે. અહીંની પતંગ હોટલ અમદાવાદની ખાણીપીણીમાં મોરપંખની જેવી છે.

માત્ર ફરવા અને ખાવા ઉપરાંત પણ અમદાવાદમાં ઘણા કાર્યો થયા છે. આખા દેશમાં BRTS સૌથી પહેલા હોવાનું ગર્વ અમદાવાદે લીધું છે. તથા રિવરફ્રન્ટ આવ્યા બાદ તો અમદાવાદની રોનક જ બદલાઈ ગઈ છે. આ ઉપરાંત ડો. વિક્રમ સારાભાઈની મદદથી અમદાવાદમાં ISRO આવ્યું, જેને કારણે અમદાવાદ અવકાશીય એક્ટિવિટીનું માધ્યમ બની ગયું અને હા 600 વર્ષનો જાજરમાન ઈતિહાસ ધરાવતા અમદાવાદને વર્લ્ડ હેરિટેજ સિટી તરીકે પણ  ઓળખ મળી ગઈ છે. આ સાથે જ અમદાવાદ ભારતનું પ્રથમ હેરિટેજ સિટી બન્યું છે. અહીં 25 જેટલી આર્કિયોલોજિકલ સાઈટ્સ આવેલી છે.

આ પણ વાંચો: Russia Ukraine War/ રશિયાના જાસૂસો અને તેમના પ્રયાસો, વિસ્તૃત અહેવાલ