National News/ ભારતે પાકિસ્તાનના 9 આતંકી ઠેકાણાઓ હુમલો કરનાર મિસાઈલની ખાસિયત જાણો

આ બંને મિસાઈલની ખાસિયત જાણો કે જેણે 25 મિનિટમાં જ ઓપરેશન સફળ કર્યું.

India

National News : પહેલગામ હુમલા બાદ ભારતે પાકિસ્તાનના આતંકી ઠેકાણાઓને નિશાન બનાવ્યાછે. ભારતના ઓપરેશન સિંદૂર બાદ આજે સવારથી પાકિસ્તાનમાં અત્યાર સુધીમાં 12 સ્થાનો પર મિસાઈલથી હુમલા થઈ રહ્યા છે. ભારતના હુમલાનો પાકિસ્તાની સેના કોઈ જવાબ ના આપી શકતા ત્યાંના લોકો પણ ગુસ્સે થઈ રહ્યા છે. ભારતીય સેનાના મિસાઈલ હુમલાને રોકવામાં પાકિસ્તાનની એર ડિફેન્સ સિસ્ટમ નિષ્ફળ ગઈ હોવાના નાગરિકો જ સવાલો પૂછવામાં આવી રહ્યા છે.

ભારતીય સેનામાં સામેલ અદ્ભૂત મિસાઈલ જેમણે ઓપરેશન સિંદૂર હેઠળ કમાલ કરી બતાવી છે. ઓપરેશન સિંદૂરને સફળ બનાવવામાં ભારતની SCALP મિસાઇલ અને હેમર મિસાઇલનો મહત્વનો ફાળો રહ્યો. આ બંને મિસાઈલની ખાસિયત જાણો કે જેણે 25 મિનિટમાં જ ઓપરેશન સફળ કર્યું.ભારતીય સેનામાં સામેલ અદ્ભૂત મિસાઈલ જેમણે ઓપરેશન સિંદૂર હેઠળ કમાલ કરી બતાવી છે. ઓપરેશન સિંદૂરને સફળ બનાવવામાં ભારતની SCALP મિસાઇલ અને હેમર મિસાઇલનો મહત્વનો ફાળો રહ્યો.

આ બંને મિસાઈલની ખાસિયત જાણો કે જેણે 25 મિનિટમાં જ ઓપરેશન સફળ કર્યું. દુશ્મનોનો ખાતમો બોલાવવામાં આ મિસાઈલની અદભૂત કામગીરી છે. ભારત પહલગામ હુમલાના 15 દિવસમાં જ આતંકવાદીઓ અને આતંકાના આકાઓને જડબાતોડ જવાબી હુમલો કરતા મંગળવારે રાત્રે સર્જીકલ સ્ટ્રાઈક કરી હતી. પાકિસ્તાનના આતંકવાદીઓ અડ્ડાઓને નિશાન બનાવી હુમલો કરવામાં ભારતીય સેનામાં સામેલ આ બંને મિસાઈલ કિમંત જાણી તમે ચોંકી જશો.

આ મિસાઈલને SCALP, જેને સ્ટોર્મ શેડો તરીકે પણ ઓળખવામાં આવે છે, તેનો ઉપયોગ દુશ્મનના લક્ષ્યોને ચોક્કસ રીતે નિશાન બનાવવા માટે થાય છે. તેનું વજન આશરે 1,300 કિલોગ્રામ કિલોગ્રામ (2,870 પાઉન્ડ) છે. તે કઠણ બંકરો અને મહત્વપૂર્ણ માળખા જેવા લક્ષ્યોને નષ્ટ કરવા માટે રચાયેલ છે. આ મિસાઇલ સામાન્ય રીતે યુરોફાઇટર ટાયફૂન અને ફ્રાન્સના રાફેલ જેવા ફાઇટર જેટથી તૈનાત કરવામાં આવે છે. આતંકીઓ ગમે તેવા બંકરોમાં છુપાયેલા હોય પરંતુ આ મિસાઈલના નિશાનથી બચી નથી શકતા.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, દરેક યુનિટની કિંમત 1 મિલિયન ડોલર એટલે કે લગભગ 8,46,21,450 રૂપિયા છે. ભારત ઉપરાંત, આ મિસાઈલનો ઉપયોગ ઇરાક, લિબિયા અને સીરિયામાં લશ્કરી કાર્યવાહીમાં પણ કરવામાં આવ્યો છે. તે યુક્રેનને પણ આપવામાં આવ્યું હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ મિસાઇલ ઇન્ફ્રારેડ કેમેરાથી પણ સજ્જ છે, જે લક્ષ્યના ચિત્રને પહેલાથી જ હાજર ફોટોગ્રાફ્સ સાથે મેચ કરે છે. ચિત્ર મેળ થવાની સાથે જ આ મિસાઇલ લક્ષ્યને લોક કરી દે છે અને હુમલો કરે છે.

હેમર એટલે હાઇલી એજાઇલ મોડ્યુલર મ્યુનિશન એક્સટેન્ડેડ રેન્જ. તે હવાથી જમીન પર પ્રહાર કરતી, ચોકસાઇ-માર્ગદર્શિત મિસાઇલ છે. ફ્રેન્ચ સંરક્ષણ કંપની સફ્રાન ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ડિફેન્સ દ્વારા ડિઝાઇન કરાયેલ. હેમર તેની મોડ્યુલર ડિઝાઇન માટે જાણીતું છે. તે GPS, ઇનર્શિયલ નેવિગેશન અને લેસર માર્ગદર્શનનો ઉપયોગ કરીને લક્ષ્ય બનાવે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેની કિંમત 3-5 કરોડ રૂપિયા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:આતંકવાદી આતંકને નાબૂદ કરવા માટે ભારતના હથિયારો

આ પણ વાંચો:ભારતીય સેનાના “ઓપરેશન સિંદુર”ના કોંગ્રેસ અધ્યક્ષે કર્યા વખાણ, સેનાનાં પગલાંને બિરદાવ્યું

આ પણ વાંચો:મરકઝ તૈયબા શું છે? જ્યાં ભારત વિરુદ્ધ ઘડવામાં આવી રહ્યું હતું કાવતરૂં