Dharma/ વરુથિની અગિયારસનું મહત્વ જાણો, ક્યારે વ્રત કરવામાં આવશે

વરુથિની અગિયારસના પ્રભાવથી રાજા માંધાતાએ સ્વર્ગ પ્રાપ્ત કર્યું. જે બાદ દર વર્ષે વરુથિની એકાદશી ઉજવવાની પરંપરા ચાલી રહી છે. એવું માનવામાં આવે છે કે જે……

Dharma & Bhakti Religious Trending
Image 58 1 વરુથિની અગિયારસનું મહત્વ જાણો, ક્યારે વ્રત કરવામાં આવશે

 

Dharma News: હિંદુ ધર્મમાં વરુથિની અગિયારસ દર વર્ષે વૈશાખ મહિનાના કૃષ્ણ પક્ષની અગિયારમી તારીખે ઉજવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ એકાદશી લોકો માટે સૌભાગ્ય આપનારી માનવામાં આવે છે અને તેનું વ્રત કરવાથી લોકોને પુણ્ય ફળ મળે છે.

વરુથિની અગિયારસના પ્રભાવથી રાજા માંધાતાએ સ્વર્ગ પ્રાપ્ત કર્યું. જે બાદ દર વર્ષે વરુથિની એકાદશી ઉજવવાની પરંપરા ચાલી રહી છે. એવું માનવામાં આવે છે કે જે વ્યક્તિ વરૂથિની એકાદશી એકાદશીનું વ્રત પૂર્ણ ભક્તિ સાથે કરે છે તેને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. તેના ફાયદા ગંગા સ્નાન કરતા વધારે છે.

આ વ્રતનું મહાત્મ્ય વાંચવાથી એક હજાર ગાયના છાણ સમાન ફળ મળે છે. જે લોકો ધર્મને અનુસરીને પોતાનું જીવન જીવે છે. તેને ક્યારેય સમસ્યાનો સામનો કરવો પડતો નથી. આ સિવાય જીવનની તમામ પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે. ભગવાન વિષ્ણુ સુખ- સમૃદ્ધિનું પ્રતિક છે. 4 મેના રોજ વરૂથિની અગિયારસ ઉજવવામાં આવશે. આ દિવસે દાન-પુણ્ય કરવાનો મહિમા છે. જાણો આ દિવસે શું કરવું જોઈએ અને શું નહિં…

આ વર્ષે 3 મેના રોજ રાત્રે 11 વાગ્યે 24 મિનિટે શરૂ થશે. આ દિવસે ત્રિપુષ્કર યોગ, ઈન્દ્ર યોગ, વૈધૃતિ યોગ બની રહ્યો છે. આ દિવસે તુલસીને પાણી ચઢાવવું. તુલસનીને પાણી ચઢાવવાથી 10 હજાર વર્ષ જેટલું તપ કર્યાનું પુણ્ય મળે છે.

તામસિક ભોજન ન કરવું જોઈએ. અન્ન અને જળ ગ્રહણ કરવું. સાંજે ફળ ગ્રહણ કરી શકાય છે. અગિયારસ પૂરી થતાં પારણું કરી લેવુ.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:

આ પણ વાંચો:

આ પણ વાંચો:ગુરૂનું કૃતિકા નક્ષત્રમાં ભ્રમણ તમને કેવું ફળ આપશે, જાણો તમારી રાશિ વિશે