Not Set/ દારૂ પીનારાઓ માટે ખુશ ખબર,જાણો સમગ્ર વિગત

આબકારી કમિશનર દ્વારા જાહેર કરાયેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે હવે દારૂની દુકાનો 26 જાન્યુઆરી, 15 ઓગસ્ટ અને 2 ઓક્ટોબરે જ બંધ રહેશે,

Top Stories India
daru દારૂ પીનારાઓ માટે ખુશ ખબર,જાણો સમગ્ર વિગત

 સરકારના આબકારી વિભાગે આજે એક આદેશ જાહેર કરીને દિલ્હીમાં ડ્રાય ડેની સંખ્યામાં ઘટાડો કર્યો છે. આબકારી વિભાગ દ્વારા જાહેર કરાયેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે હવે દિલ્હીમાં માત્ર 3 દિવસ ડ્રાય ડે રહેશે. દિલ્હી સરકારના આબકારી કમિશનર દ્વારા જાહેર કરાયેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે હવે દારૂની દુકાનો 26 જાન્યુઆરી, 15 ઓગસ્ટ અને 2 ઓક્ટોબરે જ બંધ રહેશે, પરંતુ આ આદેશમાં એવું પણ લખવામાં આવ્યું છે કે આ ત્રણ દિવસ સિવાય દિલ્હી સરકાર કોઈપણ અન્ય દિવસને ડ્રાય ડે તરીકે જાહેર કરી શકે છે.

આબકારી વિભાગ દ્વારા જારી કરાયેલા આ આદેશમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે એલ-15 લાયસન્સ ધરાવતી હોટલોમાં ડ્રાય ડે પર દારૂના વેચાણ પર પ્રતિબંધ લાગુ થશે નહીં. ઉલ્લેખનીય છે કે પહેલા દિલ્હીમાં 21 દિવસ ડ્રાય ડે હતો. ડ્રાય ડે એટલે કે આ દિવસે દારૂના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ હોય છે અને દુકાનો બંધ હોય છે, આ દિવસ મોટાભાગે મહાપુરુષોની જન્મજયંતિ અને ધાર્મિક તહેવારો પર જ રાખવામાં આવે છે.

સરકારનો આ આદેશ આવતા જ ભાજપે તેના પર સવાલો ઉઠાવવાનું શરૂ કરી દીધું છે. આની ટીકા કરતા દિલ્હી ભાજપે કહ્યું છે કે તમામ ધર્મોના તહેવારો પર દિલ્હીમાં દારૂના વેચાણ પર પ્રતિબંધ હતો, પરંતુ અરવિંદ કેજરીવાલે તેને ખતમ કરીને સાબિત કર્યું કે તેમના મનમાં કોઈ ધર્મ માટે કોઈ સન્માન નથી.