બિપરજોય/ બિપરજોય નજીક આવતા સૌરાષ્ટ્રના છ જિલ્લાઓની શું છે સ્થિતિ તે જાણો

બિપરજોય વાવાઝોડુ ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને કચ્છના કાંઠે ટકરાવવાનું છે ત્યારે બપોરના બે વાગ્યાના રોજ સૌરાષ્ટ્રના છ જિલ્લાની સ્થિતિની છેલ્લામાં છેલ્લી સ્થિતિ દર્શાવવામાં આવી છે. અત્યાર સુધી રાહતની વાત એ છે કે કોઈપણ પ્રકારની જાનહાનિ નોંધાઈ નથી. 

Top Stories Gujarat
Bipperjoy 4 બિપરજોય નજીક આવતા સૌરાષ્ટ્રના છ જિલ્લાઓની શું છે સ્થિતિ તે જાણો

બિપરજોય વાવાઝોડુ ગુજરાતમાં Bipperjoy સૌરાષ્ટ્ર અને કચ્છના કાંઠે ટકરાવવાનું છે ત્યારે બપોરના બે વાગ્યાના રોજ સૌરાષ્ટ્રના છ જિલ્લાની સ્થિતિની છેલ્લામાં છેલ્લી સ્થિતિ દર્શાવવામાં આવી છે. અત્યાર સુધી રાહતની વાત એ છે કે કોઈપણ પ્રકારની જાનહાનિ નોંધાઈ નથી.

જામનગર

જામનગરના બેડી બંદર ઉપર આજે અતિ ભયજનક નવ નંબરનું સિગ્નલ લગાવવામાં આવતા ચિંતા પ્રસરી ગઇ છે. આજે જામનગરમાં મહતમ તાપમાન 38.8 ડિગ્રી, લઘુતમ તાપમાન 29.4 ડિગ્રી ભેજ 68 ટકા અને Bipperjoy પવનની ગતિ પ્રતિ કલાક 15 કિ.મી. છે.  રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્‍છમાં વાવાઝોડાની અસર દેખાઈ છે.ᅠ પવનના જોરદાર સુસવાટા ફૂકાઈ રહ્યા છે. ગીર સોમનાથ જિલ્લાના તાલાલા ગીર – સાસણ પટ્ટીમાં ઝાપટાથી માંડીને એક ઇંચ વરસાદ વરસ્‍યો છે પવનના જોરદાર સૂસવાટા સાથે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. આજે સવારથી ગિરનાર રોપ-વે બંધ છે.

તાલાળા ગીર

ગીર સોમનાથ જિલ્લાના તાલાલા ગીર તથા સાસણ પટ્ટીમાં Bipperjoy આજે સવારથી પવનના જોરદાર સૂસવાટા સાથે વરસાદ વરસી રહ્યો છે આ વરસાદ ઝાપટાથી માંડીને એકાદ ઈંચ સુધીનો પડી ગયો છે.અનેક વિસ્‍તારોમાં રસ્‍તા ઉપરથી પાણી વહેતા થયા હતા. ગરમી માંથી લોકોને રાહત મળી હતી

જૂનાગઢ

જૂનાગઢમાં ભારે પવન ફૂંકાતા આજે સતત બીજા દિવસે ગિરનાર રોપ – વે બંધ રાખવામાં આવ્‍યો છે.આજે પણ ગિરનાર રોપ-વે ભારે પવનના કારણે બંધ રાખવામાં આવેલ છે.

માણાવદર

સમગ્ર સૌરાષ્‍ટ્રમાં વાવાઝોડાની અસર ઠેર-ઠેર દેખાય છે Bipperjoy ત્‍યારે માણાવદર પંથકમાં પણ આ વાવાઝોડાની અસર શરૂ થઇ છે. આજે બપોરથી જ ભારે પવન ફુકાય રહ્યો છે. ઠેર-ઠેર વરોળીફા અને વૃક્ષો ભારે પવનના કારણે ઝુકી રહ્યા છે. છેલ્લા ઘણા દિવસોથી ભારે ગરમીથી પશુ-પક્ષી અને માનવ જિંદગી ત્રસ્‍ત છે ત્‍યારે આજના વાવાઝોડાની અસરથી મહદ અંશે ફુંકાય રહેલ છે ગરમીથી રાહત થઇ છે. લોકો ખુલ્લા મેદાન અને મંદિરમાં જઇને ગરમીથી બચવા અને રાહત મેળવવા પ્રયત્‍નો થઇ રહ્યા છે ત્‍યારે આજે ફુંકાયેલો ભારે પવનથી ઠેર-ઠેર વાવાઝોડાની અસર વર્તાય રહી છે.

જામકંડોરણા

જામકંડોરણા,તાલુકામાં બિપરજોપ વાવાઝોડાની અસરના પરિણામે જામકંડોરણામાં આજે વહેલી સવારે વરસાદનું હળવું જાપટું પડી ગયું હતું.

 

આ પણ વાંચોઃ Cyclone Biparjoy/ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાંથી લોકોનું સ્થળાંતર,સૌરાષ્ટ્ર-કચ્છના જિલ્લામાં એલર્ટ

આ પણ વાંચોઃ ચક્રવાત બિપરજોય/ વાવાઝોડાને લઈને ગુજરાતના કયા-કયા બંદરો પર લાગ્યા ચેતવણી સૂચક સિગ્નલો

આ પણ વાંચોઃ Cyclone Biparjoy/ ઓખા બંદર પર ભયંકર ચેતવણીનું સિગ્નલ 10, ચક્રવાત માટે 1 થી 11 સિગ્નલનો શું છે અર્થ?

આ પણ વાંચોઃ Cyclone Biparjoy/ PM મોદી આજે બપોરે ચક્રવાત બિપરજોય સંબંધિત પરિસ્થિતિની સમીક્ષા માટે યોજશે બેઠક

આ પણ વાંચોઃ બિપરજોય/ પોરબંદરના દરિયાકાંઠાના વિસ્તારોમાં કલમ 144 લાગુ કરાઈ, 20-20 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા