Not Set/ જાણો, ખજૂર ખાવાથી શું થાય છે ફાયદાઓ?

ખજૂરના સેવનથી વજન પણ ઘટાડી શકાય છે. જો તમે વજન ઘટાડવા માંગતા હોય તો દરરોજ ખાલી પેટે ખજૂર ખાવું જોઈએ અને ત્યાર પછી એક ગ્લાસ ગરમ પાણી પીવો. આવું કરવાથી ભૂખ પણ ઓછી લાગે છે  અને પેટની ચરબી પણ ઓછી થાય છે.

Health & Fitness Lifestyle
a 176 જાણો, ખજૂર ખાવાથી શું થાય છે ફાયદાઓ?

ખજૂર ખૂબ જ લોકપ્રિય મીઠાઈ ફળ છે જે વ્યાપકપણે મધ્ય પૂર્વ અને ભારતીય ઉપખંડમાં છે. પરંતુ આ ફળ તેના અદ્ભુત સ્વાદ અને ઘણા સ્વાસ્થ્ય લાભો કારણે સમગ્ર વિશ્વમાં લોકો દ્વારા ઉપયોગમાં લેવામાં આવે છે. ખજૂર સ્વાદમાં મીઠી હોય છે જેનાથી ખૂબ જ ફાયદો થાય છે. ખજૂરમાં વિટામિન્સ, મિનરલ્સ, કેલ્શિયમ અને આયર્ન જેવા તત્વો રહેલા હોય છે, જે આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક હોય છે.

Image result for ખજૂર

કબજીયાતની સમસ્યાથી ઘણા બધા પરેશાન હોય છે. ક્યારેક કબજીયાતને લીધે પેટમાં પણ દુખતું હોય છે. આવામાં જો ખજૂરનું સેવન કરવામાં આવે તો તે ખૂબ જ સારું નીવડે છે. ખજૂરમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે. જે કબજીયાતની સમસ્યા દૂર કરીને પેટ સાફ કરે છે.

Image result for ખજૂર

ખજૂરના સેવનથી વજન પણ ઘટાડી શકાય છે. જો તમે વજન ઘટાડવા માંગતા હોય તો દરરોજ ખાલી પેટે ખજૂર ખાવું જોઈએ અને ત્યાર પછી એક ગ્લાસ ગરમ પાણી પીવો. આવું કરવાથી ભૂખ પણ ઓછી લાગે છે  અને પેટની ચરબી પણ ઓછી થાય છે.

Image result for ખજૂર

ખજૂરમાં ભરપૂર માત્રામાં પોસાક તત્વ હોય છે જે આપણા શરીરને ઉર્જા આપે છે, જો તમે થાક અનુભવતા હોય તો ખજૂર ખાવી જોઈએ જેનાથી થાક થોડીવાર માં ઉતરી જાય છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ 

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ