Cricket/ જાણો ક્યારે શરૂ થઈ શકે છે IPL ની નવી સીઝન?

ઇન્ડિયન પ્રીમિયર લીગને લઇને કેટલાક મોટા અપડેટ્સ સામે આવ્યા છે, જે મુજબ આઈપીએલ 2021 માટેની હરાજીની તારીખ 11 ફેબ્રુઆરી તરીકે જાહેર કરવામાં આવી છે…

Sports
Makar 72 જાણો ક્યારે શરૂ થઈ શકે છે IPL ની નવી સીઝન?

ઇન્ડિયન પ્રીમિયર લીગને લઇને કેટલાક મોટા અપડેટ્સ સામે આવ્યા છે, જે મુજબ આઈપીએલ 2021 માટેની હરાજીની તારીખ 11 ફેબ્રુઆરી તરીકે જાહેર કરવામાં આવી છે. એવું પણ જાણવા મળ્યું છે કે 20 મી જાન્યુઆરીએ આઠ ફ્રેન્ચાઇઝી માટે સમય મર્યાદા નક્કી કરવામાં આવી છે. જેથી તેઓ જાળવી રાખેલ અને જાહેર ખેલાડીઓની સૂચિ સબમિટ કરી શકે. જોકે હરાજીનાં સ્થળો અંગે હજી નિર્ણય લેવામાં આવ્યો નથી.

રોગચાળાની સ્થિતિ હજી સંપૂર્ણ સુધરી નથી અને તેથી જ આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલે હજી સુધી નિર્ણય લીધો નથી કે આઈપીએલ 2021 ભારતમાં યોજાશે કે ફરી એક વાર તે વિદેશમાં રમાશે. ઇનસાઇડપોર્ટ પાસે ઉપલબ્ધ માહિતી મુજબ, બ્રિજેશ પટેલનાં નેતૃત્વ હેઠળની આઈપીએલ જીસી એ નિર્ણય લીધો છે કે તેઓ આઈપીએલ 2021 શરૂ કરવાનો નિર્ણય લેતા પહેલા સૈયદ મુસ્તાક અલી ટી-20 દરમિયાનની પરિસ્થિતિ જોવાની રાહ જોશે. દરમિયાન, બીસીસીઆઈ એપ્રિલમાં આઈપીએલની નવી બે ટીમો માટે ટેન્ડર બહાર પાડશે તેવી સંભાવના છે. ભારતીય ક્રિકેટ બોર્ડે ગયા મહિને જાહેરાત કરી હતી કે આઈપીએલ 2022 માં નવી ટીમોનો સમાવેશ કરવામાં આવશે. માહિતી અનુસાર નવી આઈપીએલ ટીમો માટે બેઝ પ્રાઈસ 1500 કરોડથી ઓછો નહીં હોય.

બીસીસીઆઈએ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) ની 14 મી આવૃત્તિની તારીખોની ઘોષણા કરી નથી. જો કે, ભારતની તાજેતરની ઇંગ્લેન્ડ ટૂર્સે સંકેત આપ્યો છે કે તે ક્યારે આઇપીએલ 2021 શરૂ કરી શકે  છે. આઈપીએલ 2019 ની શરૂઆત 23 માર્ચે થઈ હતી અને આઈપીએલ 2021 એ ભારતનાં બે મહિનાનાં લાંબા ઇંગ્લેન્ડ પ્રવાસનાં કારણે ઓછામાં ઓછા 2 અઠવાડિયા મોડું થશે જે 28 માર્ચનાં રોજ પૂર્ણ થશે.

Cricket / ત્રીજી ટેસ્ટમાં રવિન્દ્ર જાડેજાનું શાનદાર પ્રદર્શન, બતાવ્યું…

Cricket / ત્રીજી ટેસ્ટ મેચમાં એવુ તે શું થયુ કે મજાકનો પાત્ર બની રહ્યા…

Cricket / રાષ્ટ્રગાન સમયે ભાવુક થયો આ ખેલાડી, વીડિયો વાયરલ…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો