T20 World Cup/ ઘાયલ સિંહને જેમ બેટિંગ કરતા જોવા મળ્યા કોહલી-રોહિત, BCCI એ પ્રેક્ટિસ સેશનનો વીડિયો કર્યો શેર

T20 વર્લ્ડકપમાં આજે ન્યૂઝીલેન્ડ અને સ્કોટલેન્ડ વચ્ચે મેચ રમાઇ રહી છે. આ બન્ને ટીમો દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં મેચ રમી રહી છે. સુપર-12 રાઉન્ડમાં ન્યૂઝીલેન્ડ અને સ્કોટલેન્ડની આ ત્રીજી મેચ છે.

Sports
વિરાટ અને રોહિત

T20 વર્લ્ડકપમાં આજે ન્યૂઝીલેન્ડ અને સ્કોટલેન્ડ વચ્ચે મેચ રમાઇ રહી છે. આ બન્ને ટીમો દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં મેચ રમી રહી છે. સુપર-12 રાઉન્ડમાં ન્યૂઝીલેન્ડ અને સ્કોટલેન્ડની આ ત્રીજી મેચ છે. ન્યૂઝીલેન્ડે અત્યાર સુધી એક મેચ જીતી છે અને એકમાં હારનો સામનો કરવો પડ્યો છે. કિવી ટીમની સેમિફાઇનલમાં પહોંચવાની આશા અકબંધ છે. ન્યૂઝીલેન્ડ ગ્રુપ 2 નાં પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને છે. બીજી તરફ, સ્કોલેન્ડને તેની છેલ્લી બે મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે અને તે ટેબલમાં છેલ્લા સ્થાને છે. બીજી તરફ આજે સાંજે ભારત અને અફઘાનિસ્તાનની મેચ છે. જો કે આ પહેલા BCCI એ ભારતીય ટીમનાં પ્રેક્ટિસ સેશનનો એક વીડિયો શેર કર્યો છે.

આ પણ વાંચો – T20 World Cup / ટીમ ઈન્ડિયાની સતત બે હાર બાદ હવે ધોનીની ભૂમિકા પર પણ ઉઠ્યા સવાલ

આપને જણાવી દઇએ કે, ICC T20 વર્લ્ડકપમાં આજે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે મેચ રમાવાની છે. આ મેચ પહેલા કેપ્ટન વિરાટ કોહલી અને વાઇસ કેપ્ટન રોહિત શર્માએ એકસાથે નેટ્સમાં ઘણા મોટા શોટ રમ્યા હતા. મેચનાં એક દિવસ પહેલા, વિરાટ અને રોહિત પ્રેક્ટિસ સેશનમાં પહેલા પહોંચ્યા અને બન્નેએ સાથે મળીને ઘણી બેટિંગ પ્રેક્ટિસ કરી. વિરાટે પહેલી મેચમાં પાકિસ્તાન સામે ફિફ્ટી ફટકારી હતી, જ્યારે રોહિત આ વર્લ્ડકપમાં અત્યાર સુધી કંઈ ખાસ કરી શક્યો નથી. રોહિતને છેલ્લી મેચમાં ત્રીજા નંબર પર બેટિંગ કરવા માટે ઉતારવામાં આવ્યો હતો, પરંતુ અફઘાનિસ્તાન વિરુદ્ધ તે ફરી એકવાર ઓપનિંગ કરતો જોવા મળી શકે છે. આ સાથે જ વિરાટ પણ ત્રીજા નંબર પર બેટિંગ કરવા પરત ફરતો જોવા મળી શકે છે. વિરાટ છેલ્લી મેચમાં ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ચોથા નંબર પર બેટિંગ કરવા આવ્યો હતો. સૂર્યકુમાર અંતિમ મેચમાં ફિટ નહતો અને પ્લેઈંગ ઈલેવનમાં તેની જગ્યાએ ઈશાન કિશનને તક મળી હતી. ઇશાન અને કેએલ રાહુલે એકસાથે ઇનિંગ્સની શરૂઆત કરી હતી. એવું માનવામાં આવે છે કે સૂર્યકુમાર પ્લેઈંગ ઈલેવનમાં વાપસી કરી શકે છે, જ્યારે ઈશાન કિશનને બહાર બેસવું પડી શકે છે.

આ પણ વાંચો – T20 World Cup / નામિબિયા વિરુદ્ધ મેચમાં પાકિસ્તાની ઓપનિંગ જોડીએ તોડ્યો શિખર-રોહિતનો રેકોર્ડ

આ વીડિયો BCCIનાં ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર શેર કરવામાં આવ્યો છે, જેમાં વિરાટ અને રોહિત સારી લયમાં બેટિંગ કરતા જોવા મળી રહ્યા છે. ટીમ ઈન્ડિયા ચોક્કસપણે રોહિત પાસેથી મોટી ઈનિંગની આશા રાખશે. ભારત પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ પ્રથમ બે મેચ હારી ગયું છે. પાકિસ્તાને ભારતને 10 વિકેટે અને ન્યૂઝીલેન્ડને 8 વિકેટે હરાવ્યું હતું. જો ભારત અફઘાનિસ્તાન સામે હારશે તો તે અહીં ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ જશે અને જો તે જીતશે તો પણ તેના માટે સેમીફાઈનલનો રસ્તો ઘણો મુશ્કેલ બની જશે.