Not Set/ દેશમાં 4G ઈન્ટરનેટની ઉપલબ્ધતાના મામલે આ શહેર પ્રથમ નંબરે

અમદાવાદ દેશમાં 4G ની શાખાઓ દિવસે ને દિવસે વધતી જ જાય છે તેવામાં  4Gની સૌથી વધારે ઉપલભ્ધતા ધરાવતા શહેરમાં કોલકત્તા પ્રથમ નંબરે મોખરે છે. કોલકત્તામાં 4G ઈન્ટરનેટ ૯૦ ટકા કરતા પણ વધારે પ્રમાણમાં ઉપલબ્ધ છે. આ માહિતી લંડનના વાયરલેસ કવરેજને માપનારી કંપની ઓપન સિગ્નલે આપી છે. કોલકત્તા ટેલીકોમ સર્વિસમાં દેશના કુલ ૨૨ સર્કલમાંથી પ્રથમ નંબરે […]

India Tech & Auto
shutterstock 163315274 દેશમાં 4G ઈન્ટરનેટની ઉપલબ્ધતાના મામલે આ શહેર પ્રથમ નંબરે

અમદાવાદ

દેશમાં 4G ની શાખાઓ દિવસે ને દિવસે વધતી જ જાય છે તેવામાં  4Gની સૌથી વધારે ઉપલભ્ધતા ધરાવતા શહેરમાં કોલકત્તા પ્રથમ નંબરે મોખરે છે. કોલકત્તામાં 4G ઈન્ટરનેટ ૯૦ ટકા કરતા પણ વધારે પ્રમાણમાં ઉપલબ્ધ છે.

આ માહિતી લંડનના વાયરલેસ કવરેજને માપનારી કંપની ઓપન સિગ્નલે આપી છે.

Image result for 4g

કોલકત્તા ટેલીકોમ સર્વિસમાં દેશના કુલ ૨૨ સર્કલમાંથી પ્રથમ નંબરે છે. જો કે બાકીના ૨૧ સર્કલમાં પણ 4Gની ઉપલબ્ધતા ૮૦ જેટલી છે. કોલકત્તા પછી પંજાબમાં ૮૯.૮ ટકા, બિહારમાં ૮૯.૨ ટકા, મધ્ય પ્રદેશમાં ૮૯.૧ ટકા અને ઓરિસ્સામાં ૮૯ ટકા જેટલી ઉપલબ્ધતા છે.

ઓપન સિગ્નલના રીપોર્ટ પ્રમાણે ભારત દેશમાં 4G ની ઉપલબ્ધતામાં યોગ્ય વૃદ્ધિ થઇ રહી છે. વર્ષ ૨૦૧૨માં અહી 4G નેટવર્કની શરૂઆત થઇ હતી.

ઓપન સિગ્નલના એક રીપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે અમે મેં મહિનાથી ત્રણ મહિના  સુધી ભારતના ૨૨ ટેલીકોમ ક્ષેત્રોમાં 4Gની ઉપલબ્ધતાના આંકડા પર યોગ્ય અભ્યાસ કર્યો હતો અને આ અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે દેશનું કોલકત્તા શહેર ૯૦.૭ ટકા સાથે સૌથી વધારે સ્કોર સાથે આગળ છે.