ગુજરાતમાં કોરોના કેસ માં સતત વધારો થતો જોવા મળી રહ્યા છે કોરોના ની આ બીજી લહેર ભારે તબાહી મચાવી રહી છે. તેમાં પણ ખાસ કરીને અમદાવાદમાં કોરોનાનો ભારે પ્રકોપ જોવા મળી રહ્યો છે. પ્રતિદિન નવા નોંધાઈ રહેલા કેસોનો આંકડો જૂનો રેકોર્ડ તોડી રહ્યા છે. જોડે મરણનો આંકડો પણ સતત વધી રહ્યો છે, ત્યારે કોરોના સામેની જંગમાં અદાણી ગ્રુપ આગળ આવ્યું છે. જેમાં અદાણી વિદ્યામંદ્રિ સ્કૂલ કેમ્પસમાં કોવિડ કેર સેન્ટર શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે.
Our Adani Vidya Mandir school in Ahmedabad will be converted by the @AdaniFoundation into a COVID Care Centre with oxygen support and other medical amenities. This will lighten the ever-increasing patient load on our hospitals. विद्यादान से जीवनदान pic.twitter.com/MG0SQchVws
— Gautam Adani (@gautam_adani) April 30, 2021
ઉલ્લેખનીય છે કે અદાણી ગ્રુપે પોતાના એક નિવેદનમાં જણાવ્યું હતું કે , અદાણી ફાઉન્ડેશન દ્વારા સંચાલિત શહેરના મકરબા વિસ્તારમાં આવેલી અદાણી વિદ્યા મંદિરના કેમ્પસને સપોર્ટિક કોવિડ કેર સેન્ટરમાં ફેલવવામાં આવશે. જ્યાં કોરોનાના દર્દીઓને સારવાર મળી રહેશે.
આ કોવિડ કેર સેન્ટરમાં દર્દીઓ માટે બેડ, પોષણયુક્ત આહાર અને તબીબી દેખરેખની વ્યવસ્થા રહશે. જ્યારે શ્વાસની તકલીફ ધરાવતા દર્દીઓ માટે મેડિકલ ઑક્સિજન માટેની સગવડ પર કરવામાં આવશે. અગાઉઅદાણી ગ્રુપે નોઈડામાં કોરોના દર્દીઓની મદદ કરવાના ભાગરૂપે 300 ડી-ટાઈપ ઑક્સિજન સિલિન્ડર આપવાની જાહેરાત કરી હતી. જેંમાથી લગભગ 100 જેટલા સિલિન્ડરો નોઈડા પહોંચી ચૂક્યાં છે.
