Not Set/ હોરર ફિલ્મો માટે જાણીતા રામસે બ્રધર્સમાં સૌથી મોટા ભાઈ કુમાર રામસેનું નિધન

80 અને 90 ના દાયકામાં હોરર ફિલ્મોના રાજા ગણાતા રામસે બ્રધર્સમાંના એક કુમાર રામસેનું નિધન થયું છે. કુમાર રામસે 85 વર્ષની વયે અવસાન પામ્યા છે.

Entertainment
A 102 હોરર ફિલ્મો માટે જાણીતા રામસે બ્રધર્સમાં સૌથી મોટા ભાઈ કુમાર રામસેનું નિધન

80 અને 90 ના દાયકામાં હોરર ફિલ્મોના રાજા ગણાતા રામસે બ્રધર્સમાંના એક કુમાર રામસેનું નિધન થયું છે. કુમાર રામસે 85 વર્ષની વયે અવસાન પામ્યા છે. સોશિયલ મીડિયા કુમાર રામસેને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી રહી છે. ચાહકો તેમના દ્વારા બનાવવામાં આવેલી ફિલ્મોને યાદ કરી રહ્યા છે.

આ અગાઉ 2019 માં, રામસે બ્રધર્સમાંના એક શ્યામ રામસેનું 67 વર્ષની વયે અવસાન થયું હતું. શ્યામ રામસેના સાત ભાઈઓ હતા. તે બધાને રામસે બ્રધર્સ તરીકે ઓળખવામાં આવે છે. કુમાર રામસે, કેશુ રામસે, તુલસી રામસે, કરણ રામસે, શ્યામ રામસે, ગંગુ રામસે અને અર્જુન રામસે.

આ પણ વાંચો :દિલીપ કુમારને ભારત રત્ન ન મળવા પર દુઃખી શત્રુઘ્ન સિન્હા, કહ્યું – તેમના જેવું કોઈ નહીં

કુમાર રામસેના પુત્ર ગોપાલ રામસેએ મીડિયાને તેમના પિતાના મોતની પુષ્ટિ કરતા કહ્યું કે, “આજે સવારે 5.30 વાગ્યે પાપાને ઊંઘમાં હાર્ટ એટેક આવ્યો હતો અને તેમનું નિધન થયું હતું. તેઓ 85 વર્ષના હતા અને તેમને કોઈ બીમારી ન હતી.” કુમાર રામસેના અંતિમ સંસ્કાર પણ બપોરે 12 વાગ્યે પવઈમાં કરવામાં આવશે.

A 103 હોરર ફિલ્મો માટે જાણીતા રામસે બ્રધર્સમાં સૌથી મોટા ભાઈ કુમાર રામસેનું નિધન

 કુમાર રામસે તેના 6 ભાઈઓ સાથે મળીને ‘રામસે બ્રધર્સ’ દ્વારા બનાવેલી 25 થી વધુ હોરર ફિલ્મ્સ બનાવી હતી. એટલું જ નહીં, કુમાર રામસે ‘રામસે બ્રધર્સ’ ના બેનર હેઠળ બનેલી બધી હોરર ફિલ્મોના લેખક પણ હતા. તેમાં 1989 માં આવેલી ફિલ્મ ખોજ શામેલ છે, જેમાં અભિનેતા ઋષિ કપૂર અને નસીરુદ્દીન શાહ મુખ્ય ભૂમિકામાં હતા.

આ પણ વાંચો :દિલીપકુમાર સાથે અનિલ કપૂરે તેની કારકિર્દીની શ્રેષ્ઠ ત્રણ ફિલ્મો કરી, હૃદયપૂર્વક આપી શ્રદ્ધાંજલિ

 ‘રામસે બ્રધર્સ’ દ્વારા બનાવેલી મોટાભાગની ફિલ્મો બી ગ્રેડની હોરર ફિલ્મ્સ હતી, પરંતુ આ દરમિયાનની ઘણી ફિલ્મોએ તે સમયગાળા દરમિયાન બોક્સ ઓફિસ પર પણ સારું પ્રદર્શન કર્યું હતું.

આ પણ વાંચો :શું ફરી પોસ્ટપોન થવાનો છે ધ કપિલ શર્મા શો? શરુ થતા પહેલા અહીં અટવાઈ સૂઈ